________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
જે કર્મો કરાતાં હોય તે અનિષ્ટકમ અવધવાં. સાંસારિક પ્રગતિમાર્ગમાં આગલ વધવામાં જે જે અયોગ્ય પ્રવૃત્તિ થતી હોય તે અનિષ્ટક અવધવાં. લોકિક જીવનપ્રગતિમાં સ્વાધિકારથી ભિન્ન જે જે કર્મ હોય તેઓને અનિષ્ટક તરીકે અવબોધવાં. અપવાદમાર્ગે આપત્તિકાલે ગૃહસ્થને સ્વાત્માદિ રક્ષણાર્થે જે જે કર્મ કરવાગ્ય હોય અને, તે તે કર્મથી ભિન્ન એવાં કર્મ તે તે કાલે કરવામાં આવે તે તે અનિષ્ટકર્મ અવધવાં. ઉત્સર્ગમાર્ગ જે જે દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે જે જે કર્તવ્ય કર્મ હોય તેનાથી તે તે દ્રવ્યક્ષેત્રકાલભાવે વિરૂદ્ધ એવાં જે જે કર્મ કરવામાં આવે વા માનવામાં આવે તો તે અનિષ્ટક જાણવાં. જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે અવસ્થાએ અને જે જે અધિકારે આથિકસ્થિતિ પ્રગતિકારક સ્વયેગ્ય જે જે કર્મ હોય તેનાથી ભિન્ન એવા કર્મો કરવામાં આવે તે સ્વયોગ્ય આથિકટષ્ટિએ તે અનિષ્ટકર્મ અવધવાં. જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે અવસ્થાએ જે જે અધિકારે સ્વ અને કુટુંબસમાજ દેશ વગેરેનાં રક્ષણનાં જે જે કર્મ સ્વને તથા સમાજને કરવાગ્યે તેઓને ત્યાગ કરીને તેના બદલે વિરૂદ્ધકર્મ કરવામાં આવે તે તે અનિષ્ટકર્મ જાણવાં. જે સમયે મનુષ્ય જે અવસ્થામાં મૂકાયે હોય અને તે સમયે તેની ફરજ તરીકે જે જે કર્મ કરવાને સ્વઅધિકાર હોય તે અધિકારને તે ન સાચવે અને તે અધિકાર ફરજને ત્યાગ કરીને અન્ય પ્રવૃત્તિ કરે તે તેને માટે તે અનિષ્ટક જાણવાં. પ્રથમ સ્વવ્યક્તિ પશ્ચાત્ ગૃહજન પશ્ચાત્ કુટુંબજનપશ્ચાત પળપશ્ચાત્ ગામપશ્ચાત્ જીલે પશ્ચાત્ પ્રાંતપશ્ચાત્ દેશસમાજ વગેરે પ્રતિ જે જે લૌકિકસ્વાવશ્યક ફરજો બજાવવાની હોય તેને ત્યાગ કરીને જે મનુષ્ય અન્યથા પ્રવૃત્તિ કરે તો તે અન્યથા પ્રવૃત્તિરૂપ કર્મને અનિષ્ટક તરીકે અવધવાં. જે કર્મો કરવાથી અનીતિની વૃદ્ધિ થાય અને સ્વપરની પ્રગતિમાં ભયંકર વિપત્તિ આવીને ઉભી રહે તે તે કર્મને અનિષ્ટક તરીકે જાણવાં. સર્વ પ્રકારના બળેનું જે હરણ કરે એવાં જે જે કર્મો હોય તેઓને અનિષ્ટકર્મી તરીકે જાણવાં. અલ્પલાભ અને મહાહાનિકારક જે જે કર્મો કરવામાં આવે તે તે અનિષ્ટકર્મ જાણીને તેઓને લૈકિકવિવેકદષ્ટિએ ત્યાગ કરવો.
For Private And Personal Use Only