________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. કેઈ ધર્મ વિશ્વમાં પરોપકારની મુખ્યતાએ જીવી શકે છે. કેઈ ધર્મ વિશ્વમાં જનસેવાની મુખ્યતાએ જીવી શકે છે. સર્વધર્મોમાં મુખ્ય મુખ્ય કઈ કઈ મહાન સત્યાંશ હોય છે. દયા, સત્ય, બ્રહ્મચર્ય, પરેપકાર, ત્યાગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયેગ, સેવાયેગ, લયયુગ વગેરે કઈ કઈ મુખ્યાંગબળે કઈ કઈ ધર્મ, વિશ્વમાં જીવવા સમર્થ બને છે. સ્યાદ્વાદીએ સત્યાંશનું સાક્ષિદષ્ટિએ ગ્રહણ કરવા તરફ વિશેષ લક્ષ્ય આપે છે. કેઈ ધર્મના વિચારેથી અને આચારેથી રાજ્યવ્યવહારને સામાજિક વ્યવહારને વિશેષ લાભ થાય છે. કેઈ ધર્મના આચારોથી અને વિચારોથી આત્માની શુદ્ધતા કરવામાં વિશેષ લાભ સંપ્રાપ્ત થાય છે. કેટલાક ધર્મોમાં આત્મબળ આપવાની અને આત્મભેગ આપવાની મુખ્યતા હોય છે. પક્ષપાત, કદાગ્રહ, દ્વેષબુદ્ધિ અને સંકુચિતદષ્ટિથી સત્યધર્મશાની પરીક્ષા કરવામાં અને તેઓનું ગ્રહણ કરવામાં અનેક પ્રકારની ભૂલે થાય છે માટે પક્ષપાત, કદાગ્રહાદિ દેષોને દૂર કરી સર્વધર્મોમાંથી સત્યાંશને ગ્રહવા જોઈએ, અને તે સંત્યાંના સમૂહવડે યુક્ત એવા જૈનધર્મની આરાધના કરવી જોઈએ. આધ્યાત્મિક દષ્ટિએ, આચારષ્ટિએ, નીતિષ્ટિએ અને પરોપકારષ્ટિએ સર્વ ધર્મમાંથી સત્યાંશને ચહેવાની જરૂર છે. જે ધર્મથી દુનિયાના છ સર્વ શક્તિ મેળવી શકે એવાં જે જે અંગે હોય તે જૈન ધર્મના સત્યશે છે એવું સાપેક્ષટષ્ટિથી જાણુને સત્યપ્રગતિકારક સત્યાંશને ગ્રહવા જોઈએ. આચારોમાં અને વિચારમાં ભિન્નનામાદિપર્યાવડે જે સત્યશો. હોય તે ગ્રહવા જોઈએ. સત્યની કરેડે ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ કરીએ ન્હોયે અનન્તસત્યને પાર આવી શકતું નથી. દ્રવ્ય ક્ષેત્ર કાલભાવથી સત્યાંશેના અસંખ્યભેદે અનુભવાય છે. આ કાલમાં અજ્ઞાનીઓ પરસ્પર સત્યાંશને નિરપેક્ષટષ્ટિએ અસત્યાંશરૂપ માનીને ધર્મયુદ્ધ કરીને વિશ્વની ધર્મના નામે પાયમાલી કરે છે અને તેથી ધર્મના નામે અધર્મનું સેવન કરીને મનુષ્ય દુર્દશાને પરંપરાએ વારસામાં મૂકી જાય છે. વિશ્વમાં કોઈ ધર્મનાં તો અસત્ય હોય છે પરંતુ તેમાં નીતિધર્મના આચારેનું વિશેષર હોય છે તે તે અનીતિમય આચાયુક્ત સત્યતત્ત્વવાળા ધર્મ કરતાં વિશેષ વ્યાપક
For Private And Personal Use Only