________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૯ स्याद्रादिभिः स्वकीयाँ-स्तान्सत्याशान् परिभाव्य च. यतितव्यं प्रयत्नेन, स्यादादधर्मकर्मणि ॥२६०॥ अष्टाङ्गानि प्रसाध्यानि, योगस्य प्रीतिभक्तितः मुमुक्षुभिर्निरासक्त्या, धर्मकर्मपरायणैः ॥२६१।।
શબ્દાર્થ –નયોધથી સર્વધર્મમાં ત્યાં છે એમ જાણવા યોગ્ય છે. ભિન્નનામાદિપર્યાવડે સંવ્યવહારથી સર્વધર્મોમાં સત્યાંશે જાણવાચે છે, અનેકાન્તનયજ્ઞાનથી મતાંધ્યને ક્ષય થાય છે. સત્યાશગ્રાહીસ્યાદ્વાદવાદી સન્ત છે. જ્ઞાનગીઓએ સર્વધર્મોમાં વિચારના અને આચારના જે અંશે છે તે અનેકાન્તસાગરના સત્યાંશે છે એમ માનવું જોઈએ. સ્યાદ્વાદીઓએ સ્વકીય સત્યને વિચારીને અને તે પ્રમાણે અનુભવીને સ્યાદ્વાદધર્મકર્મમાં પ્રયત્નવડે પ્રવર્તવું જોઈએ. ધર્મકર્મપરાયણમુમુક્ષુઓએ નિરાસક્તિવડે ભેગના અષ્ટાંગોને પ્રીતિભક્તિથી સાધવાં જોઈએ.
વિવેચન-સાતનના અને તેઓના પ્રભેદોનું જ્યારે પરિપૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે સર્વધર્મોમાં સાપેક્ષનયષ્ટિએ સત્યાંશે રહેલા છે એમ અવબોધાય છે. સત્યાંશ વિચારે, આચારના અને દેવેના ભિન્ન ભિન્ન નામ પર્યાયે હોય અને અર્થથી એક હોય તે તે સંવ્યવહારથી ગ્રહવા ગ્ય છે. નામભેદે આકારભેદે ભિન્નતા હોય પરંતુ અર્થથી સાપેક્ષદષ્ટિએ એકતા હોય ત્યાં સર્વ સત્યાંશ છે એમ અવધવું. શ્રીમદ્ આનંદઘનજી મહારાજે ઘરના નિજ મને ઈત્યાદિથી સર્વદર્શન છે તે એકેક અંગયુક્ત હઈને તે જિનવરભંગીનાં અંગભૂત છે. સર્વધર્મોમાં જે સત્યાંશે હોય તે ગ્રહવા પરંતુ દ્રષદષ્ટિથી અને ષટષ્ટિથી કોઈ ધર્મની કોઈ દર્શનની નિન્દા કરવી ન જોઈએ. સર્વધર્મોમાં સત્યાંશ સમાયેલા છે તે સત્યાંશને હં રાષ્ટિ ધારીને ગ્રહણ કરવા જોઈએ અને જે અસત્યાંશે હોય તેની ઉપેક્ષા કરવી જોઈએ. સત્યાંશ વિના જે જે ધર્મે વિશ્વમાં જીવે છે તે જીવી શકે નહિ. કેઈ ધર્મ વિશ્વમાં જીવદયાની મુખ્યતાએ વિશ્વમાં જીવી શકે
For Private And Personal Use Only