________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૨
પૂર્વની ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરી શકશે. આ વિશ્વમાં ઉપર્યુક્ત વિચારોવડે અને આચારાવડે વિશ્વજને આદીવત્ અને એવા પ્રથમ તા કડા કમયાગીઓ પ્રગટે એવા સદુપાયેા આચરવાની અત્યંત જરૂર છે. ત્યાગીએ અને ગૃહસ્થાએ જે જે અનુચિત્તપાપકર્મી, ધર્મનિષિદ્ધ કર્મી કયા હોય તેની આલોચના લેવી જોઇએ. ગુરૂ પાસે તે તે અયોગ્યપાપકર્મોનાં પ્રાયશ્ચિત્તા લેવાં જોઈએ. ચિત્તની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તા લેવાની જરૂર છે. પૂર્ણાત્સાહથી અને આત્મશત્યનુ સારે પ્રાયશ્ચિત્તો કરવાં જોઇએ. વિશ્વવતિસર્વધમોંમાં પ્રાયશ્ચિત્તાની આવશ્યકતા જણાવવામાં આવી છે. જૈનશાસ્ત્ર પૈકી ઈંદ્રશાસ્ત્રોમાં પ્રાયશ્ચિત્તાનું વિશેષતઃ તે તે કાલમાં વિધાન કરવામાં આળ્યું છે. પ્રાયશ્ચિત્ત એ આન્તરતપ છે તથાપિ તેનું લેકવ્યહારમાં ભિન્નત્વ છે તેથી અત્ર તપના લેાકથી ભિન્નત્વ કર્યું છે. જે જે વિચારોથી અને આચારાથી ચિત્તની શુદ્ધિ થાય અને સમાજ, સંઘની સુવ્યવસ્થા જળવાય તેવી રીતે પ્રાયશ્ચિત્તોને ગ્રહણ કરવાં જોઇએ. પ્રાયશ્ચિત્ત સંબંધી વિશેષ લખવામાં આવે તા એક બીજો ગ્રન્થ થઈ જાય માટે અત્ર અતિસંક્ષેપથી વર્ણન કર્યું છે. ગીતાર્થ ગુરૂ પાસે દેહચિત્ત શુદ્ધયર્થે તથા ધર્મની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તા ગ્રહવાં જોઇએ.
અવતરણઃ—ઉપર પ્રમાણે કર્જન્યકર્મોનું સ્વરૂપ દર્શાવ્યા બાદ સ્વધામાં સત્યના અશા છે તે જણાવે છે અને તેની સાથે સર્વ ધર્મમાં સત્યાંશાને જણાવનાર અષ્ટાંગયોગનું સ્વરૂપ દર્શાવે છે. सत्यांशाः सर्वधर्मेषु - ज्ञातव्या नयबोधतः भिन्ननामादिपर्याये, ग्राह्याः संव्यवहारतः ॥ २५७॥ अनेकान्तनयज्ञाना न्मतान्ध्यस्य क्षयोभवेत् सत्यांशग्राहिणः सन्तः सदा स्याद्वादवादिनः ॥२५८॥ सर्वधर्मेषु सत्यांशा, विचाराचारयोश्च ये अनेकान्त समुद्रस्य - मन्तव्या ज्ञानयोगिभिः ॥ २५९ ॥
For Private And Personal Use Only