________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોગનિષ્ઠ આચાર્ય
બહેચરદાસથી ચીસ પડાઈ ગઈ.
આ શું !”
ગોધલો બનાવ્યા. કેડીની કિંમતને ગોધલે લાખના મૂલન બન્યો. સાંઢ રહ્યો હેત તે એને કણ ઘેર રાખત! ડામ દઈને તગડી મૂકત. ઠેર ઠેર ભટક્ત ને માર ખાત. માર ખાતો બાતો મરી જાત, અને આ ગેધલે હવે તે આખી જિંદગી કામનો રહેશે.”
પણ એની જિંદગી તો નકામી કરી. આ અત્યાચાર ” બહેચરદાસની જિલ્ડ હૃદયના દર્દીને બહાર પાડવા અશક્ત નીવડતી હતી. બીજા તો કામ પતાવી બહેચરદાસની મૂર્ખતા પર હસતા હસતા જતા હતા.
- “બહુ ભણતરમાં હોંશિયાર એટલે બહુ વેદિયે, કણબીના દીકરા તે આવા થતા હશે ! આ ઉંમરે તે અડધો ભાર એ છે કરે.”
આંતરવેદનાથી વ્યાકુળ બહેચરદાસ નિરર્થક યત્ન કરીને પાછા ફર્યા. એમની વાત કેઈ સાંભળતું નહોતું. સાંભળનાર હસ્યા વગર રહેતું નહિ. વિતતા વધતી ચાલી. કૃષિજીવનમાંથી રસ ઓસરવા લાગ્યો. ખેતરે ખેતરે, ટીંબે ટીંબે, વાડીએ વાડીએ પેલા વાછરડાની પુકાર સંભળાવા લાગી, અને ઊંડા ઊતરતા ચાલ્યા તે ગૌસંતાને પ્રતિ ચાલી રહેલી સ્વાથી કરતાએ એમને પાગલ બનાવી દીધા. વસૂકી ગયેલી ગાય તરફનો જલમ, પાડા પાડીના પાલન વચ્ચેનું અંતર, સાંઢ તરફ ગુજરતો જુલમ ને કાંધ પડેલા બળદ પર વીતતી રામકહાણીઓ અને વૃદ્ધ ઢોરને તો કઈ બેલી નહીં. કાં મહાજનમાં જય, કાં છાને છપને કસાઈને ઘેર જાય !
બહેચરદાસનું રોમેરોમ આ જીવનથી ત્રાસી ગયું. એમની આંખમાંથી ઘણી વાર નિરાશ હૈયું આંસુ રૂપે બહાર નીકળી આવતું. આખરે એમણે નિશ્ચય કર્યો કે કૃષિજીવનને બદલે વિદ્યામય જીવન ગાળવું ને અંતે પ્રભુનાં દર્શન કરી આ પાપના નાશ માટે યત્ન કરો .
આ કાળથી આત્મમંથનભર્યું દમય જીવન બહેચરદાસ વિતાવવા લાગ્યા. ભક્તો, સંત ને ફકીરેના આ પૂજારીએ ક્ષણ ક્ષણ આત્મોન્નતિની રટણા લગાવવી શરૂ કરી. એમના અંતરમાં મીરાંનું પેલું વિરહગીત રટાતું હતું.
હે રી તે દરદ દિવાની,
મેરે દરદ ન જાણે કેમ; ઘાયલકી ગતિ ઘાયલ જાણે,
જો કોઈ ઘાયલ હેય. હરિકી ગતિ જોહરી જાણે,
કિ જીન જાહર હેય;
For Private And Personal Use Only