________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનિષ્ટમાંથી ઈષ્ટની પ્રાપ્તિ
૪૫
નવાણુ સુકાતાં હતાં. સરકારી દર વધતા હતા. શાહકારી પાશ વટાતા હતા. ખેતરની માલિકી જતી હતી. સાંતી ને પછો ઉધડ મજૂરી નસીબમાં આવતી હતી. દરિદ્રતા, વહેમ, અજ્ઞાન, કલેશઃ દુનિયામાં અંધારી જામતી હતી. એમાં રેગે ઊમેરે કર્યો.
છતાંય બહેચરદાસ શાતિ અને ધર્યથી સ્વકમ અદા કરી રહ્યા હતા. જીવનના કર્મમાં પરાજય પામનારો ઘણું કર્મમાં પરાજય પામી જાય છે. છતાં ય બહેચરદાસના વિકસિત મનની ઘણી ક્રિયાઓ ટીકાપાત્ર થતી. ઢેર પર તેમને અત્યંત પ્યાર હતો. તેમાં પણ ભેંસવાળા પ્રસંગ પછી મુનિરાજનાં પેલા વાક્યો “એ બધામાં જીવ સરખે છે” તેમને વધુ દયાદ્ર બનાવ્યા હતા. એ આટલા વ્યવસાયમાં પણ રોજ કેઢ સાફ કરતા. ઈતરડીબગાઈ વીણતા. મચ્છર ઉડાવવા ધુમાડે કરતા. સૂકી માટી લાવીને પાથરતા. તળાવે લઈ જઈ ધમારતા. માતાના દૂધ માટે તલસતા વાછરુને તેઓ ઘણી વાર છૂટું મૂકી દેતા, ને પ્રથમ હકવાળાને દુગ્ધપાન કરાવતા. ઘરનાં બધાં જ્યારે જાણતાં ત્યારે ચિડે ભરાતાં, મહેણાં-ટોણાં મારતાં.
બહેચરદાસ હસીને જવાબ વાળતાઃ “જેને પહેલો હક એને પ્રથમ મળવું ઘટે. ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધી આને આટો, એ ન્યાય કયાં ?”
જવાબમાં નગ્ન સત્ય હતું. પણ એ સત્ય જગતને અપ્રિય હતું. સ્વાથી સંસાર ગાયનાં એ સંતાનને પાંચ પંદર દહાડા માતાના સ્તનનું દૂધ પીવા દઈ, પછી છાશ જ આપ. પૂજક સંસારમાં સ્વાર્થ પૂરતી જ પૂજા ચાલુ હતી. દૂઝતી ગાય બધાં માન સન્માન પામતી. વસુકી ગયેલી ગાય પેટપૂરતું પણ ન પામતી.
બહેચરદાસને ત્યાં એક વાછરડે હતો. રૂપાળી નાની શિંગડીઓ ને ધોળો ઈ છે જે હતો. બહેચરદાસ એને ખૂબ વહાલ કરતા. એ પણ બહેચરદાસની પાછળ છૂટે છૂટો ખેતરે ચાલ્યો જતો. ઈશારા માત્રથી દેડો આવતે. નાની નાની શિંગડીઓ એમના દેહ સાથે ઘસી લાડ કરતે. - એક દહાડો અચાનક એને બહાર દેરી જવામાં આવ્યો. લઈ જઈને ખૂબ કસીને ઝાડે બાંધી દેવામાં આવ્યું. બહેચરદાસ નિશાળે હતા. નિશાળેથી છૂટીને ઘેર આવ્યા તે પિતાને પ્યારે વાછરડો નહિ. એમણે પડોશીને પૂછયું, તો ખબર મળી કે એને ગોધલો બનાવવા લઈ ગયા છે. ગોધલાને સદા જેનાર, પણ ગોધલા કેમ નીપજતા હશે, એ ન જાણનાર બહેચરદાસ ગામ બહાર પડી ગયા.
ગાય દૂર દૂરથી વાછરૂનાં ભાંભરડા ઓળખે એમ બહેચરદાસના કાને પિતાના પ્રિય વાછરડાની ચીસો આવી. કોઈ અકથ્ય વેદનામાં પડેલા જીવ જેવી કરુણ ચીસે હતી. એ દેડયા. દેડીને ત્યાં પહોંચે છે, તે દશ્ય ખરેખર મર્મઘાતક હતું. વાઘરી કામ પૂરું કરીને છરી લૂછતો હતો. ભૂમિ પર લેહીને છંટકાવ થયો હતો. વાછરડે વેદનામાં તરફડતો હતો.
For Private And Personal Use Only