________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અનિષ્ટમાંથી ઇષ્ટની પ્રાપ્તિ
૪૩
સાદા શબ્દે એ એના મને ખુલ્લા કરી દીધેા. ધર્મના અર્થ જ સહૃદયતા છે, ને માનવી જો સહૃદયતા-સહાનુભૂતિ ખૂએ તેા પછી ધર્મના અથ કઈ રહેતા નથી. બહેચરદાસને જૈન ધર્મ પ્રતિ આકર્ષિત થવાનાં બીજ આ રીતે રોપાતાં હતાં અને અજાણ રીતે પ્રષુલ્લિત થતાં હતાં. જૈનોનો સામાન્ય પરિચય હતા જ, જૈન સાધુના ને જૈન સાધુ દ્વારા ધર્માંના સામાન્ય પરિચય આજે થયા, અને ઈશ્વરપ્રેમી, પાપભીરુ, મહત્ત્વાકાંક્ષી એમના હૃદયને ગમ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતરની સુકાતી વેલ જાણે ફરી પાંગરવા લાગી, ને એમને આશા પડી. ભરસે આવ્યા કે નક્કી એના પર નૌતમ નવરંગી ફૂલડાં ખીલશે.
મધ્યાન્હ થયા ન થયા ત્યાં બહેચરદાસ ઉપાશ્રયે પહેાંચી ગયા. દેરાસરમાં શાન્તિ સ્નાત્ર ને પૂજાના ભારી ઠાઠ જામ્યા હતા. અભિષેકનાં શુધ્ધ જળ રૂપેરી કળશેામાં છલકાતાં હતાં. ધૂપ-દીપનો પાર નહેાતા. વાતાવરણ મહેકી રહ્યુ હતું,
કેવી સાત્વિકતા, કેવી શાંતિ, કેવી નમ્રતા ! હામ-હવનના રૌદ્ર વાતાવરણના અનુભવી જીવને શાતા વળતી લાગી. લાહીના બિંદુને તેા ઠીક, પાણીના 'દુને પણ જીવવાળું માની આ જૈનો એની જયણા કરતા હતા. એમનો પૂજા-ગોતામાં પણ એક જ વાણી હતી.
ke
જાણતાં, અજાણતાં, અબેલ કે તિરપરાધી જીવાને પીડયાંનાં અમારાં આ પાપ છે. જૂઠું' મેલ્યાનું આ ફળ છે. કાઇનું લઇ લીધાનું, કેઇને સ ંતાપ્યાનું આ પરિણામ છે. અમે શુદ્ધ થવા ઇચ્છોએ છીએ. હે શાસનદેવ, અમને શુદ્ધ કરેા ! તન, મન ને ધનને લાગેલી અશુદ્ધિ પરિહા !”
અંતરની ભીનાશથી ભયું' આ ગીત ને સંગીત માનવીની પામરતાને પ્રગટ કરતું હતું, ને નમ્રતાના પાઠ શીખવતું હતું. અંતરને સૠતુ વાતાવરણ સાંપડતું હતું.
બહેચરદાસ સવારવાળા મુનિરાજના દર્શને ગયા. ઉપાશ્રયમાં સિંહ જેવી નિીક મુખમુદ્રા ને કેશવાળી સમી દાઢીથી શેાભતી એ મુનિરાજની છમ્મી જીવાનના દિલમાં ચિતરાઇ ગઇ. નયનામાં જાણે અમૃત ભર્યુ હતું. વચનામાં સાકર-શેરડીના આસ્વાદ હતા. બહેચરદાસે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
“ આવે મહાનુભાવ !” ને મુનિરાજે હેતની વાદળી જાણે વરસાવી. નાત-જાતની, સ્વધી કે પરધમીનો જાણે અહીં ગંધ જ નહાતી. મુનિરાજે પાસે બેઠેલા શ્રાવકાને સવારમાં ઘટેલી ઘટના, આ જુવાનની બહાદુરીનાં વખાણુ સાથે કહી સભળાવો. એનાં મનેાબળ ને શરીરબળનાં વખાણ કર્યાં. આવા જુવાના ધારે તે કરી શકે, એમ કહ્યું,
ખાવા ભભૂતી નાખી રહ્યો હતા. બહેચરદાસને લાગ્યું કે મારી જાતનાં વખાણ કરવામાં મહારાજ રાઈના પર્યંત બનાવે છે, કેટલીક ક્ષણેા વીતી. બહેચરદાસ ટ્રક પરિચયે આત્મીય બની રહ્યા. શ્રાવકે। વિખરાતાં, ખૂણે બેસી રહેલા મહેચરદાસે ગુરુના પગની રજ માથે ચડાવી કહ્યું;
For Private And Personal Use Only