SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ ગનિષ્ઠ આચાર્ય પાછળ દેડતા આવતા લોકોની કિકિયારીઓ, વીજળીના કડાકા જેવો ફટકો, માર્ગમાં ઊભેલે એક ચૌદ-પંદર વર્ષને સશક્ત કરે, વૃદ્ધ મુનિની કલ્પનાએ સ્થિતિનો તાગ મેળવી લીધો. એ સ્વસ્થ ડગલે બહેચરદાસ પાસે ગયા. બહેચરદાસ તે કોઈ પણ સાધુ-બાવા, જેગી-જાતિના પૂજારી હતા. વૃદ્ધ સાધુરાજને જોઈ તેમણે હાથ જોડયા. સાધુરાજે આશીર્વાદ આપતાં કહ્યું: “ભાઈ, કઈ પ્રાણીને બહુ મારવું નહીં. એ અબેલ પ્રાણી કંઈ પિતાનું દુઃખ કહી શકે છે ! તેના આત્માને કેટલું દુઃખ થયું હશે. જીવ તો સહુને સરખે ને ! આપણી જેમ તેને પણ સુખદુઃખ થાય છે. ” “મહારાજ, ભેંસ બડી રોલી જાત છે. મને તો કંઈ ન થાત, પણ આપને કડું વગાડી બેસત. પશુની જાત તો બંહા વિના પાંસરી ન થાય. મેં તો આપને બચાવી પુણ્ય હાંસલ કયુ. ” ભાઈ, અમે સાધુ છીએ. અમારા નિમિત્તે કઈ જીવને દુઃખ થાય—એ અમારો ધર્મ નહીં.” “તમારો ધર્મ કયો?” અમારે જૈન ધર્મ.” “મને સમજાવશે? મને સાધુ, ધર્મ, પ્રભુ એ બધી બાબતે બહુ પ્રિય છે. તમારા સ્થાનકે હું આવી શકું?” અવશ્ય !” સાધુને આ ભેળા રાજા ઉપર સ્વાભાવિક ઉમળકો આવ્યા. આપનું નામ?” રવિસાગર, જનના ઉપાશ્રયે અમે ઊતર્યાં છીએ.” પણ સાધુરાજ, એક વાત પૂછું? ભેંસને લાકડી મારવામાં આપ પાપ કહે છે, ને આ ઘેટાં-બકરાં રોજ ધર્મને નામે હણાય છે તેને શું કહે છે ?” પાપ. જુવાન, અમારો ધર્મ એને પાપ જ લેખે છે. પાપનો નાશ કદી પાપથી થતું નથી. મારા અંગ પર પડેલે ડાઘ તારું અંગ છેવાથી જતો નથી. અમે તો જેની પ્રતિઠા પાપ પર હોય એ પુણ્યને પણ સારું ગણતા નથી. આ રોગચાળો આપણા શારીરિક, માનસિક કે આધ્યાત્મિક પાપનો પડઘે છે. ને એ માટે જૈનો નિષ્પા૫ ક્રિયાઓવાળું શાતિસ્નાત્ર, અડાઈ મહોત્સવ ને મન શુધિ કરાવનાર પૂજાઓ રોજ ભણાવે છે. બપોરે તેમાં આવજે !” જૈનધર્મની પાપભીરુ ક્રિયાઓને સામાન્ય પરિચય ધરાવનાર બહેચરદાસને આ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy