________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનિષ્ટમાંથી ઈષ્ટની પ્રાપ્તિ ઢિયે ભૂતતલાવડીના કાંઠે ભટકી આવ્યા. બેચાર ભૂતપીપળે બબે ચારચાર દિવસ આંટા ખાધા, પણ કેઈની મુલાકાત થઈ ન શકી. રાત ને દિવસ જનસંહાર ચાલુ જ હતો. પિતાનાં જ સગાં વહાલાં, પિતાનાં જ પડોશી અનન્તની યાત્રાએ ચાલી નીકળ્યાં હતાં; પણ કલંબસની જેમ ખડિયામાં ખાંપણ લઈને નીકળેલા બહેચરદાસના ભેળા મનમાં તો જૂની ગડભાંજ ચાલુ હતી.
- આજ સવારે બહેચરદાસ વહેલા ઊઠીને, માતાને થોડું પાણી ભરી આપી, ડુંએક દળણું દળી આપી, તુલસીક્યારા પાસે સ્નાન કરી, સરસ્વતી મંત્ર જપી, માઢની બહાર વિચારમાં મગ્ન થઈ ફરતા હતા. વીજાપુરના પાદરને કલાવંત મોરલા સદા સુંદર બનાવે છે, ને કપિરાનાં જુથ સદા હસમુખું રાખે છે. જીવનની તાજગી જેવી મંદમંદ હવા ત્યાં વહે છે.
| વિચાર-ભારથી લદાયેલા બહેચરદાસ ત્યાં આંટા ફેરા મારતા હતા. પરંઢને પ્રકાશ પીગળતે હતો ને લુહારની ભઠ્ઠીમાંથી કાઢેલા લેઢાના ગોળા જેવો સૂર્ય પૂર્વાકાશમાં ઊંચો આવતું હતું. રોગ, કોલેરા, મૃત્યુ ને મૃત્યુ મોકલનારી જોગણીઓના વિચારમાં બહેચરદાસ મશગુલ હતા. ત્યાં સૂર્યપ્રકાશમાં નીકળીને નાસતી કેઈ જેગણી હોય એવી કાળી ભમ્મર ભેંસ ચાર પગે કૂદતી ને મોટાં મોટાં શિગડાં વીંઝતી ધસી આવતી દેખાઈ. નગરવાસીઓને ભડકેલી ભેંસની વિકરાળતા અણજાણી હોય છે. સરકસના પાંજરામાંથી છૂટેલા વાઘ જેવી એની વિકરાળતા હોય છે. પ્રલયના બીજા સ્વરૂપ જેવી એ વિફરે ત્યારે રસ્તા બંધ થઈ જાય, માર્ગ ઉજજડ થઈ જાય, ભલભલા ભડવીરોના છક્કા છૂટી જાય.
- બહેચરદાસે ભેંસને વેગભરી આવતી નિહાળી. નિહાળતાંની સાથે એના માગમાંથી ખસી જવાની ઈચ્છા સાથે તેઓ પાછા ફર્યા; પણ પાછા ફરતાં તેઓની દષ્ટિ થંભી ગઈ. - માઢવાળી ભાગોળ તરફ એક વૃદ્ધ, અશક્ત જૈન સાધુ ધીમે પગલે શૌચ માટે જઈ રહ્યા હતા. વૃદ્ધત્વે એમના દેહને શિથિલ બનાવ્યું હતું. સાધુતાએ કાયાને કૃશ બનાવી હતી. પિતે વચ્ચેથી ખસી જાય તો સાધુ અને ભેંસ વચ્ચે ‘લાઈન કિલયર’ થઈ જાય, ને આ વયેવૃદ્ધ સાધુ
વિચારને અને આચારને છેટું પડે તે પરિણામ જુદું જ આવે તેવી સ્થિતિ હતી. સંતના વત્સલ, સંતેના પરમ પૂજારી આ જુવાનને જાણે અંતરમાંથી કર્તવ્ય હાકલ કરી રહ્યું. વીજળીને વેગે બહેચરદાસ ફર્યા, પડખે જતા રાહદારીની લાકડી હાથમાં લીધી ને કાયાને પડછંદ બનાવી દીધી.
નિરભ્ર આકાશમાં તેફાન લઈને ધસી આવતી કાળી વાદળી જેવી ભેંસ બહેચરદાસની નજીક પહોંચી. ક્ષણવારમાં લોટપોટ થઈ જવાની ઘડી હતી. ત્યાં એક ફટકે ગાજ્યો. ઝનૂનમાં અંધ બનેલી ભેંસનું શીગડું ગાર્યું ને મારના વેગથી એની દિશા ફરી ગઈ. ભેંસ આડી દિશાએ દેડી ને થોડી વારમાં તે મારની વેદનાએ સંસારના દુઃખે જેમ આત્માને મૂળ સ્થિતિ બતાવે તેમ એને ડાહી બનાવી દીધી.
For Private And Personal Use Only