________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
યોગનિષ્ઠ આચાર્ય
વતા દાદાજી સજજ થાય. છોકરાંને કહી દે ! હવે તે આંબે આવ્યા મહેર ને વાર્તા કહેશું પહેર! કપાસ ફાટવા માંડયો હતો ને જુવાર ખળામાં નંખાવા માંડે હતો.
કપાસ ફાટી રહેતાં, રોજ ગૌધણવાળા પૂછવા આવે; હવે સીમ કયારે ભેલાશે. ભૂલાવું એટલે જાનવરોને છૂટાં ચરવા મૂકવાં. ધીરે ધીરે સીમ ભેલાય. પછી કપાસની વેણે ખોદાય. સૂકી કરાંઠી વીણીને ખેડૂ સ્ત્રીઓ બળતણ માટે લઈ જાય. - મહાન કાર્લાઇલનું સૂત્ર હતું કે “Work is Worship” શ્રમ એ જ પૂજા છે. પૂજાને આ મહાન ધર્મ અદા કરતા બહેચરદાસના જીવનને અજાણ્યા અનેક રંગે વીંટી રહ્યા હતા. સૌદર્યભરી સૃષ્ટિ એના હૃદયમાં કવિત્વને અજાણ્યો વેગ લાવતી હતી.
સંસારમાં ઊજળું એટલું દૂધ નહોતું. કૃષિજીવનનાં દદ પણ અનેરાં હતાં. છતાં બાલ્યજીવનને અંગે લક્ષમાં આવતાં હતાં. બોરડીનાં જાળાં બેદતાં ન થાકનારે બહેચર કેટલીક વાર બળદને ધસરે કાંધુ પડેલું જોઈને તેને હાંકતાં થાકી જતો. અળસિયાથી ભરેલાં પૃથ્વીના પડ ફંફળતાં એનું કણબીહદય ધ્રુજી ઊઠતું. કેકવાર ધાવતા વાછરડાને માતાના સ્તનથી અલગ કરતાં એનું દિલ દુભાતું. દેરડું હાથમાંથી સરી જતું ને વાછરડો વેગથી માતાના આઉને વળગી જતું. એ વેળા માતા કહેતી “ખાય છે તો ઘણું ને આટલે વાછરડેય ઝાલી રખાતે નથી ?” બહેચર નિરુત્તર રહેતા.
ખેડૂને પિતાનું ઠેર ટાઠું હોય એની જબરી ચીડ હોય છે. આ માટે લાંબી લોઢાની અણીવાળી પણ રાખે છે. એ પણ યાની જેમ શરીરમાં ભેંકાય છે, ને બળદ પરાણે પણ ધૂંસરું ખેંચે છે. બહેચર પતે આવી પણ જોઈ એની આર પિતાના પગમાં મારી જેતે ને અનુભવતો કે પેલા અબેલ જીવને કેટલી વેદના થતી હશે. કેટલીક વાર એ ધાર બૂડી કરી નાખતો ને સહેજે ઠપકાને ભેગ બનત.
વટને ખાતર બળદને કદી ન દેડાવતો. કેટલીક વાર જાનમાં ગાડું જોડીને એ જતો. જાનૈયા હોંશમાં કહેતાઃ “જે પહેલે જાય એને બશેર ઘી ને ગાડીવાળાને પાઘડી, ” આ લાલચે કેટલાય પિતાના ઢાંઢાને ગૂડી નાખતા. બહેચરદાસ કદી આવી હરીફાઈમાં ભાગ ન લેતા છતાં બહેચરદાસનું મસ્ત જીવન વીતતું હતું. આ સમય દરમિયાન એક નો નાદ જાગ્યો હતે, ને તે સાધુ સંતોની સેવા કરવાનો. ભરથરી ને રાવળિયાનાં ભજનો સાંભળવાને. એકતારાને કઈ ગાયક મળે કે કાબેલ રાવણ હથ્થાવાળે મળે તે બહેચરદાસ એ ભજનિયામાં મસ્ત બની જતા. રાતોની રાતે, કલાકના કલાકે વિતાવી દેતા. માણભટ, પુરાણ કે આ
ખ્યાનકારોના તો એ પરમ શ્રોતા. ખરે બપોરે કઈ ભરથરી ખેતરની કેડીએથી નીકળે તો બહેચરદાસ દેડીને એને બેલાવી લાવે. બપોરા ગળાવે. પિતાના ભાતનું ટીમણ કરાવે ને એકાદ બે ભજન સાંભળે. વાડીની ઘટા, કેશના રવ, પંખીના સૂર ને સીમની એકલતા; ગાયક ને શ્રેતા લયલીન બની જાય.
સાગરમાં પૂરના પાણી પુરાય એમ સંસ્કારની ભરતી થઈ રહી હતી. વિદ્યાભ્યાસની
For Private And Personal Use Only