________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabhatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા શારદા. તારે ચરણે
૩૫
કૃષિનું જીવન મુખ્ય હતું. આ રીતે બહેચરને એ તરફની ફરજો અદા કરવાની આવી
ઊભી રહી.
પણ એમાં ય એને રસ હતા. પેાતાના પ્યારા બળદોની ઘૂઘરમાળ વાગતી સાંભળી એના જીવ પુલકિત થતા. બળદને એ ખાણ મૂકવા હાંશે હાંશે જતે, કથરોટનું ખાણુ ખાઈ લીધા પછી બળદ, બહેચરના લાંબા હાથ પર જીભ ફેરવતા-એ વેળા એને અવણુ નીય આનંદ થતા. વરસાદમાં પલળતા બળદને કાઢમાં બાંધવા, શિયાળામાં એના પર સ્કૂલ ઓઢાડવી, ને ઉનાળે છાંયા કરવા, પાણી પાવું વગેરે કામ અને પેાતાનાં શેખનાં લાગતાં. ગૌધણને અવાડે પાવા લઈ જવું-નાનાં વાછરડાં સાથે ગેલ કરવા-બળદની રાશ પકડી સાંતીએ જવું-બહેચરને કલ્પનાના બ્યામમાં વિહાર કરાવતાં.
ખેડૂના જીવનમાં નિવૃત્તિ કદી નિહાળવાની નહેાતી. ધરતીના આ પુત્રને સ* ઋતુ સમાન રહેતી.
વૈશાખ–જેઠના વાયરા આકાશમાં ચડે, આંધિ દિશાઓને ભરી દે, ત્યારે આ ધરતીનાં ખાળને ખેતરા કરખવા માટે, બીડ સાફ કરવા, ખાતર-પૂજો કાઢવા ને એરણી માટે ખેતર તૈયાર કરવાના કામમાં લાગી જવું પડતું.
ઉનાળા પૂરા થતા ને નૈરૂત્ય ખૂણામાં દરિયા પરના પવનેા વાવા શરૂ થતા. આકાશમાં વાદળીઓ ગાર'ભાતી, મેર ટહુકતા, વડની વડવાઇઓ ફૂટવા લાગતી, ને એરણી માટે તૈયાર ખેતરામાં વાદળી વરસી પડતી. ખેડૂ જીવા ઘેરથી કસાર જમી, કપાળે ચાંલ્લા કરી, શુભ શુકને વાવણી માટે નીકળી પડતા. ગ્રામજીવનનુ એ દૃશ્ય અદ્ભુત છે. ખેતરેામાં કપાસ, ડાંગર, બાજરી, ચામાસુ જુવાર વગેરે ધાન્યની વાવણી થતી.
શ્રાવણે તે ધરતીમાતા હરિયાળીથી શૈાભી ઊઠતી. ધરતી પર જ્યાં નજર નાખેા ત્યાં અનંત ક્ષિતિજના અસીમ સીમાડા સુધી મધું લીલું કુ ંજાર ! આકાશ ધીરુ ગજે, વાદળીઓ ધીમુ' ધીમુ' વરસે, અને છીપમાં સ્વાતિનું બિંદુ પડતાં જેમ માતી બાઝવા લાગે તેમ ધીરે ધીરે મેાલ વધતા જાય. ખેડૂનું હૈયુ વસુ ધરાને હિરયાળી જોઇ ફાટફાટ થાય.
ભાદરવામાં તાપ અને આસામાં તા ડાંગર-આાજરી તૈયાર થાય. ખાજરી લણવાની અને ડાંગર કાપવાની તૈયારીઓ ચાલે. ખળાં પર બળદે ગેાળ ગેાળ ક્રે. ઉપણવાનું અને લાગભાગનું કામ ચાલે, બાર મહિનાનુ અનાજ ખેડૂત કાઠીમાં નાખી દે. વાણિયાને આપી દે. સાધુસંતાનો, ગામની પરબડીને, કૂતરાંના પણ ભાગ નીકળી જાય.
પણ જગતના આ તાતને હૈયે ધરપત ન હેાય. શિયાળે આવતાં રખી પાકની તૈયારી ચાલે. જુવાર, ચણા, લાંગ, વટાણા ને ઘઉં વવાય. પેાષ આવતાં આવતાં તે જુવારના પાંક ને ઘઉંના પેાંક શરૂ થાય. મકરસંક્રાન્ત આવી જાય ને ખેડૂત વધુ ચિવટવાળા થાય. એ દહાડામાં નઠારા નિશાળીઆની જેમ સૂરજ મેાડા ઊગે ને વહેલા આથમે.
દિવસે ચાલ્યા જાય ને નિરાંતે પાક સામે જોઇ છેકરાંઓને વાત કહેતા-લડા
For Private And Personal Use Only