________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા શારદા. તારે ચરણે
પણ એટલી તમન્ના જાગી હતી. અને એ રીતે પ્રભુપૂજા પણ સ્વીકારી હતી. પણ વિદ્યાભ્યાસ
શકય લાગતો હતો. પિતાના કુળમાં કેઈ આટલું ભર્યું નહોતું, “કણબીને છે” ભણીગણીને વિદ્વાન થાય એ જ અશકય હતું.
| શ્રમપૂજામાં શ્રદ્ધા ધરાવનાર બહેચરદાસ કેકવાર હિંમત હારી જતા. ખેતીનું કામ જટિલ થયું હતું તેમ હવે શાળાનું ભણતર વધુ સમય માગતું હતું. ઘણી વાર એ દર્દભરી રીતે વિચાર કરતા.
“શું હું વિદ્વાન થઈ શકીશ?”
શા માટે નહિ? હોંશ ધરીને એક સરસ્વતીનું ચિત્ર લઈ આવ્યા. ગોખલામાં દીવે કરીને પધરાવ્યું. કેકે કહેલું કે પાન, બીડી, અડદની દાળ ને ગિલોડાનું શાક ખાવાથી બુદ્ધિ કુંઠિત થાય. બહેચરદાસે સરસ્વતીની મૂર્તિ સમક્ષ પ્રતિજ્ઞા લઈ લીધી, કે વિદ્યાર્થી અવસ્થામાં છું ત્યાં સુધી એ નહીં ખાઉં.
| મા શારદાની ઉપાસના જોરશોરથી ચાલુ થઈ, પણ હજી વિધિની પરંપરા ચાલુ જ હતી. એક દિવસ એણે પિતાના મિત્ર ડાહ્યાભાઈ દેસાઈની સમક્ષ હૈયું ખાલી કર્યું. મિત્રે સાંત્વન આપતાં કહ્યું: “મુંઝાવાની જરૂર નથી. મહા કવિ કાળિદાસ કઠિયારે હતો. પિતે જે ડાળ પર બેઠા હોય એ જ ડાળ કાપતો એવો તે જડભરત હતો. સરસ્વતી-મંત્રની એણે ઉપાસના કરી તો કેવો વિદ્વાન બની ગયો ?”
એવો સરસ્વતી મંત્ર મળે ખરો?,
“ જરૂર. મારે ત્યાં એક હસ્તલિખિત ગ્રંથ છે, તેમાં લખેલું છે. હું તને આપીશ, કેઈ પવિત્ર સ્થળે જઈને સાધના કરજે. ”
પવિત્ર સ્થળ ? મારે ત્યાં એટલું એકાંત અશક્ય છે.” “ભાદાણીવાડના દેરાસરમાં જઈને ગણજે! પદ્માવતી દેવીની મૂર્તિ ત્યાં છે. ”
બહેચરદાસને કોઈ પણ સ્થળે–પછી તે મહાદેવ હોય, શ્રીકૃષ્ણ હોય કે શક્તિમાતા હાયવાંધો નહતો. મિત્રો સાથે તેઓ ઘણી વાર બધે જતા-આવતા, તે પોતાની કાર્યસિદ્ધિ માટે જવામાં શું વાંધો હોય.
બીજે દિવસે ડાહ્યાભાઈએ તેમને મંત્ર આપ્યું. બહેચરદાસને એ ઘડીને આનંદ અવશ્ય હતો. પ્રભુમિલન જેટલા હર્ષ સાથે એમણે સાધના શરૂ કરી. જૈન દેરાસર ને જૈન પ્રતિમાઓ સાથે તેમને સંબંધ ગાઢ થયો, પણ એ વેળા નિવિશેષ ભાવથી એ જતા હતા, જેમ અન્ય દેવને એ જોતા હતા.
સરસ્વતી દેવી હાજરાહજુર આવ્યા કે નહિ, તેમણે બહેચરદ્ધાસના મસ્તકે હાથ મૂકીને કાનમાં કુંક મારી કે નહિ, એ અમે નથી જાણતા; પણ પછીથી બહેચરદાસના જ્ઞાના
For Private And Personal Use Only