________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગનિષ્ઠ આચાર્ય “બેટા, કદી પણ કોઈની નિંદા ન કરવી. કેઈની ચાડીચુગલી ન ખાવી. નહિત ભૂંડનો અવતાર આવે. કેઈની આંખમાં ધૂળ ન નાખવી. આંધળી ચાકળણને અવતાર આવે. રસ્તામાં કાપેલા નખ ન નાખવા, નહિ તો ભગવાન આપણું પાંપણથી વણાવે.” માતાની આ વાતો ન માનવાનું કેઈ કારણ બહેચર પાસે નહોતું.
કથા કરતા પુરાણી કહેતા : “પાપીને, જૂઠાને, દગલબાજ અધમીને લેવા માટે જમડા આવે છે. એ ખાટલાના ચાર પાયે ઊભા રહે છે ને જીવ ખેંચે છે. આપણે તે જમડાને ભાળીએ નહિ, પણ કૂતરાં એને ભાળે છે. ને તેઓ તે ટાણે ખૂબ કરુણ સ્વરે રડે છે. પાપીને જમડા નરકમાં લઈ જાય છે, ને વ્યાજખોરને લોઢાની ઘાણીએ ઘાલે છે. ચોરને ઊકળતી કડાઈમાં નાખે છે, વ્યભિચારીને તપાવેલે થાંભલે બાથ ભીડાવે છે. જૂઠા બોલાને લગતા સીસાને રસ પાય છે; ને ધમને–પુણ્યશાલીને ભગવાન પોતે વિમાન લઈને આવે છે, ને સ્વગમાં લઈ જાય છે.”
( પુરાણીનાં આ વિવેચને બેચરદાસ પરમ સત્ય સમજીને ગ્રહણ કરતા. એમની શ્રદ્ધા એમ ન પૂછતી કે પુરાણીજી, જમડા જેવા કૂતરાને ભગવાને દિવ્યચક્ષુ આપી તે પછી માનવીને જ આપવી હતી ને, જેથી એ જીવતા જીવે જ જમડાથી ડરીને પાપથી પાછા ભાગે. | વેદપાઠી બ્રાહ્મણ કથા કરતા. તેઓ કહેતા કે મર્યા પછી વૈતરણી નદી તરવી ભારે છે. જે આ ભવમાં જીવે ગાયનું દાન કર્યું હોય તો પરભવમાં વૈતરણ નદી તરવા માટે ગાયનું પૂછડું ઝાલવા મળે છે. ને એ રીતે વૈતરણી નદી તરી સ્વર્ગમાં જવાય છે. ગાયનું દાન ન દેનાર અડધે રસ્તે રહે છે. એ કાળે આ કથા પર કઈ બુધ્ધિની ચાંચ ન લગાવતું, ને એ રીતે ગૌપાલનને સિદ્ધાંત સર્વત્ર પ્રસરતે. આજે ગાયોની જે દુર્દશા, પાંજરાપોળની અતિશય જરૂરિયાત ઊભી થઈ છે, એ આ રીતે પૂરી થઈ રહેતી.
અલબત્ત, આ પ્રેમધર્મ નહોતે, પણ ભયમિશ્રિત ધર્મ હતો. માનવજીવનને કર્તવ્ય માગે રાખવા માટે ભય અને પ્રેમનું કેટલું સ્થાન છે, તે આજે હજી વિચારણીય પ્રશ્ન જ રહેલો છે. પણ એટલું તો સત્ય છે, કે જે નાગરિક ધર્મ કેળવવા માટે આજે કોશીશ કરવામાં આવે છે, છતાં કેળવાતો નથી; જે પડોશીધર્મ આજે સમજવા છતાં પળાતો નથી, એ આ રીતે બાળકની ગળથુથીમાં રેડવામાં આવતો. ફેર એટલો જ હતો કે આજે એક ઘાતમાંથી બચના જીવનની થયેલી રક્ષાને એક અકસમાત ગણે છે, જ્યારે એ કાળના લોકે એને ઈશ્વર ઈરછા લેખતા. પહેલાંમાં બેપરવાઈ હતી, બીજામાં નમ્રતા ઊગતી.
યુગયુગના મૂલ્યાંકન ભિન્ન હોય છે. એ કાળનાં બાળકે નીતિ ને નાગરિક શાસ્ત્ર આ રીતે ભણતાં. એ વેળા આજની નીતિકથાઓ કદાચ નહિ હોય, પણ નીતિકથાઓનાં આ બધાં પ્રાથમિક રૂપ અવશ્ય હતાં.
For Private And Personal Use Only