________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેળવણી-દિલની ને દેહની
આમ શાળાના અભ્યાસ સાથે કૃષિજીવનને અનુભવ ચાલુ જ હતા. શરીર, મન ને બુદ્ધિ ત્રણે ઘડતરની એરણ પર ટીપાતાં હતાં. પણ ઘર, નિશાળ કે ધંધો એ જ માનવજીવનની કેળવણીનાં મુખ્ય સ્થળો નથી. પ્રકૃતિના વિશાળ પ્રાંગણમાં દત્તાત્રેયના ૩૨ ગુરુની જેમ માનવીના અનેક ગુરુ બને છે. આજે તે નીતિકથાઓની, બોધવચનોની, ઉપદેશોની, પિતાની પુત્ર તરફ ફરજ ને પુત્રની પિતા પ્રત્યે ફરજ, વિદ્યાથીએ શું જાણવું કે જુવાનોએ શું ન જાણવું –એની ચર્ચા કરતા અનેક ગ્રંથ બહાર પડે જાય છે.
પણ તે કાળમાં તેમ નહોતું. વહેમ ને રિવાજે કદાચ જીવનમાં ઝેર રૂપ બન્યા હશે, પણ એ વહેમોએ—એ રિવાજોએ પ્રાચીન કાળની કેટલીય પ્રભુતા જાળવી રાખી છે. છાશ વેચવી એ વેળા પાપ મનાતું. આ પાપન વહેમ કદાચ ખોટો હશે, પણ એની પાછળ રહેલી લોકકલ્યાણની સુંદર ભાવના કઈ રીતે ઉવેખવા ચોગ્ય ન હતી. શિક્ષક ૫ર ક્રોધ કરનાર કાળે સાપ થાય છે, કે બેનને મારનાર ભાઈ હાથલીઓ યુવેર થાય છે. આવાં વહેમ કે માન્યતાઓ પ્રાથમિક અવસ્થાએ જે સંસ્કારો નાખે છે, એ માટપણે મહાન શાસ્ત્રો, મોટા વિતંડાવાદ નાખી શકતા નથી. આજે બુદ્ધિની મહત્તાનો યુગ છે. એ વેળા લેકજીવનમાં નીતિના ચીલાથી બુદ્ધિને જુદી તરવા ન દેતા.
બેચરદાસ પણ નાનપણમાં આવું શિક્ષણ પામ્યા.
એક વાર તેમણે રસ્તામાં બેકાળજીથી કાંટા વેર્યા. કેઈ બ્રાહ્મણ પાસેથી પસાર થતા હતો. એણે કહ્યું : “જે રસ્તામાં કાંટા વેરીશ તો પરભવમાં ભગવાન તને પરદેશી યુવેર બનાવશે.” બેચરદાસે તરત તેમ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. નાગરિક શાસ્ત્રનો આ પહેલો પાઠ હતો. આજે હજાર “સાઈન-બોર્ડ કે ફિલ્મ, જે કામ નથી કરતાં એ કામે આવી સાદી ક૯૫ના કરી જતી.
એક વાર કૂવામાં કાંકરા નાખતા હશે. માતાએ કહ્યું : “બેટા, કુવામાં કાંકરા ન નાખીએ. કીડી થઈને કાઢવા પડે.” કીડી કાંકરે શી રીતે કાઢે? ને ન કાઢે ત્યાં સુધી એને મનખા દેહ ફરી ન મળે. બેચરદાસ એ બધાથી સાવધ થઈ ગયા.
કેટલાએક છોકરાઓ જવાના માર્ગ પર શૌચ બેઠા હશે. કેઈ બાવાએ કહ્યું, “જવાના માર્ગ પર બેસશે તે પૂઠે ગૂમડાં થશે.” છોકરાઓ સમજી ગયાં, ને રસ્તે સ્વચ્છ બન્યો.
“શિક્ષક પર કોધ કરનાર પરભવમાં સાપ થાય ને પિતાની સાથેના વિદ્યાથથી જે વિદ્યાચોરી કરે તે મગર થાય.” કશીય દલીલ નહિ. બહેચરદાસે શિક્ષકની નિંદા કરવાની કે મદદ માગતા સહાધ્યાયીને ના ન કહેવાની પ્રતિજ્ઞા લીધી.
એક ભગત મળ્યા. એમણે કહ્યું “ચોરે બેસી કાળાંધળાં કરનાર મુખી પટેલ, મરીને પાડો થાય છે. ને દગો કરનાર વાણિ સસલું થાય છે.” બહેચરદાસે આ વાતને પૂરી શ્રદ્ધા સાથે સ્વીકારી.
* ગાંધીને રામનામ પર પ્રેમ થયો, તેનું પણ પ્રાથમિક કારણ આવું જ હતું.
For Private And Personal Use Only