SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ઠ આચાર્ય બહેચર તરવાનું જાણતો નહોતે. કેટલાક છોકરા સારા તરવૈયા હતા. તે દૂરદૂર નીકળી જતા. ઘાટ પર બેઠે બેઠે બહેચર જોઈ રહેતો. એને મનમાં થયા કરતું કે હું પણ તરતાં શીખું તો કેવું સારું. પણ કાળા ભમ્મર પાણી જોઈ એનું હૈયું હિંમત ન કરતું. અચાનક એક વાર કેઈએ એને ઊંડા પાણીમાં ધક્કો માર્યો. એ તરવાનું તે જાણતા નહેતે. એને માથે અજબ મુસીબત આવી પડી. એ પાણીમાં ડૂબકાં ખાવા લાગ્યો. જીવ જાણે દેહમાંથી નીકળવા તરફડાટ કરવા લાગ્યો. આંખે અંધારાં આવ્યાં, દિશાઓ ભુલાતી લાગી. પણ આવતા મોતને ઈન્કારવા ઈચ્છતા હોય તેમ અચાનક એના હાથ પહોળા થયા, ને જેરથી હાલવા લાગ્યા. પગમાં વેગ આવ્યો. તળિયે ડૂબતો બહેચર સપાટી પર આવ્યો. એ તરવાની વિદ્યા શીખી ચૂકયે હતો. એણે ધક્કો મારનારને કંઈ ન કહ્યું. એને લાગ્યું કે એ મારો શત્રુ નહેતા, મિત્ર હતો. તે ખરેખરી મુસીબત ઝીલ્યા વગર કંઈ વિદ્યા મળે છે? કેટલાક દિવસો બાદ બહેચર તરવૈયાના સ્વાંગમાં દેખાય છે. આખેઆખી તળાવડી તરી પાર કરવી એને મન રમતવાત બની છે. કાંઠો પરનાં ઊંચાં વૃક્ષ પર ચડી ભૂસકા મારવામાં એની જોડી નથી. ડૂબકી દામાં જળના માછલાને પકડવાં કે બેચરને પકડ સરખે ! પ્રકૃતિમાતાએ પ્રચંડ ને બળવાન દેહની ભેટ આપી છે. સટા જેવી પણ ખડતલ કદાવર કાયા. થાકનું નામ નહીં. ભય તે એણે જન્મથી જાણ નહોતે. વર્ગને આગેવાન વિદ્યાર્થી વર્ગ બહારને પણ આગેવાન બન્યો. ગુંદાં ખાવા માટે, રાયણ માટે, કેરી, જાંબુ ને જામફળ ખાવા માટે નીકળનારી ટોળીનો બહેચર આગેવાન બન્યા. વાણિયા-બ્રાહ્મણ ને સનીના છોકરાઓએ તે બહેચરની આગેવાની સ્વીકારી લીધી. પણ બીજી શ્રમજીવી કોમના વિદ્યાથીઓએ એના વગબહારના નેતૃત્વ સામે વાંધો ઉઠાગ્યા. બળવાન છતાં નમ્ર બહેચર એમને નિર્બળ ભાસ્યો. તેઓના બાપદાદાઓ ગામમાં વાણિયાબામણનું નેતૃત્વ સ્વીકારતા, પણ ગામ બહાર-સીમમાં તે પોતાનું એકવતી સામ્રાજ્ય ચલાવતા. એ બાપદાદાના સપૂતે વર્ગ બહાર બેચરની આ નેતાગીરી કેમ સાંખે ! તેઓએ માથું ઊંચક્યું. પહેલી નજરે તેને પજવો શરૂ કર્યો. બહેચરે વધુ નમ્રતા બતાવવા માંડી. બહેચરની નમ્રતાનો ઊંધો અર્થ ધો. હવે તે એને જતાં આવતાં ધકકા ને કેક વાર ઠોંસાનો આસ્વાદ મળવા લાગ્યો. બહેચરને લાગ્યું કે પિતાની ભલમનસાઈને દુરુપયોગ થયે છે. એને સાપનો કુંફાડાવાળી વાત યાદ આવી. એકવાર લાગ જોઈ એણે બધાને સકંજામાં લીધા ને સારી રીતે મેથીપાક ચખાડશે. વિરોધીઓને એના બળનું તરત સાચું ભાન થઈ ગયું. એ વિરોધીઓ જ એના મિત્ર બન્યા. પણ આ વિધે બહેચરને વધુ ખડતલ બનાવ્યા. પિતાના ઘરમાં પડેલી જૂની કાટ ખાતી તલવારને ઉજાળી સાફ કરી, ને પટાબાજી શીખવા લાગ્યા. એણે નિયમ કર્યો કે કેઈને નિરર્થક છંછેડ નહી. કોઈ છે છેડે તો છે છેડાવું નહી. ને જ્યારે ઈ છેડાવાનું બન્યું જ તો પછી હઠવું નહી. નિર્બળ દેડમાં આત્મા ન રહી શકે તે મારો રામ શી રીતે રહી શકે! For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy