________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગિનિષ્ઠ આચાર્ય
બડીઆ લેખણ રૂપા તણાં, નિસાળિઆ પહિરાવ્યા ઘણાં; પાટી લાડુ સુખડી દીધ, નિસાળિઆ માંહિ હુઆ પ્રસિદ્ધ....૪ બંભ પટેળું પીળે વાને, ગઠંડા પહિરાવે કાને, પંડયાણીને આપ્યું ચીર, નિશાળે બેઠો ગુરુ હીર...૫ માઈ કાકલાં ભણતે ઘેર, ભલે ભણીને આવ્યો ઘેર; સકળ સૂતરાં શીખે આંક, પંડયે નવિ કાઢે તસ વાંક એકા ઈગ્યારા આવડે, એક વીસા મુખ આવી ચઢે; એક ત્રીસા, સવાઈઆ ગણે, ડોઢા ઊંઠાં અઢીઓ ભણે.....૭ સકળ આંક ને બારાખડી, શીખે ચાણાયક આવડી, ફલામણી લેખું ને ગણિત, વળી ભણ્યો નર શાસ્ત્ર જનીત..૮ પંડયે હરખે મન અદભુત, એ તે દીસે શારદવુત, કંઠશેષ કરાવે ઘણા, દા'ડા ન વળે મુરખ તણાઃ અક્ષર મહેઠે ન ચઢે ખરા, ગુરૂ જાણે કદિ જાએ પરા; અવડાવ્યું જાએ વીસરી, પચવે માથું પાછો ફિરી..૧૦ એવા શિષ્ય લાધે સંતાપ, પ્રકટયું ગુરૂનું પુરવ પાપ; હીર સરખે છાતર જ મિલે, તાસ મનોરથ ગુરૂના ફળે....૧૧ થડે દિને શીખીઓ કુમાર, અરથ આમળા સમસ્યા સાર;
ભણી ઉતર્યો હીરો જિસે, પંડયાને પહિરાવ્યો તિસે. ”..૧૨
અને ભણવાનો કાળ એટલે બારે મહિના ને બધા દિવસ. અમાવાસ્યા ને પ્રતિપદાની પખવાડિક રજા. રવિવારની રજાનો કાયદો તે પછી આવ્યો. મહિને બે રજા પડે, પણ તે ય અધધ લેખાય. ન ઉનાળાનાં મોટાં વેકેશન-ન દિવાળીની લાંબી લાંબી રજાઓ. નવ મહિનાની રજાઓ ને ત્રણ મહિનાનું ભણતર–આવું સ્વપ્ન પણ એ કાળે મુશ્કેલ હતું.
લાકડીની પાટી પર વતરણાંથી બેચરે એકડો કાઢો, એ દિવસ ધન્ય હતું. આ ગામઠી શાળામાં એ ચાલીસા સુધી શીખ્યો. હવે એકડિયા શીખવા તેને દેશીવાડામાં શેઠ નથુભાઈના ડેલામાં આવેલી નારાયણ ભટની નિશાળે મૂકો. ત્યાને અભ્યાસક્રમ પૂરો થતાં મહેતાજી લલુભાઈ તુળજારામ પાસે, સરકારી નિશાળમાં, પહેલી ચેપડીમાં મૂક.
શાળામાં સામાન્ય રીતે બ્રાહ્મણ-વાણિયાના છોકરાઓના શિક્ષણ ઉપર જેટલું લક્ષ અપાતું, તેટલું બીજી વર્ણનાં બાળકો પર ન અપાતું. આ કોમનાં જ બાળકે ઠેઠ સુધી પિતાનો અભ્યાસ જારી રાખતાં. બાકી બીજાં નાપાસ થતાં, ઘેર કામકાજમાં માણસની જરૂર
*રવિવારની રજાને કાયદે ઈ. સ. ૧૮૪૬ ના ઓકટોબરમાં, લોર્ડ હાર્ડિજે કર્યો.
For Private And Personal Use Only