SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેળવણી–દિલની ને દેહની ૨૭ ગામઠી શાળાની, આજનો બાળક કલ્પના નહી કરી શકે. ત્યાં કંઈ લીપેલી કે ફર્સ જડેલી ભૂમિ કે માથે સુંદર છાયેલું છાપરું, નકશા, ચિતરામણ, બાંકડા, પાટિયા નહોતાં. અરે, શાળા જ નહોતી, શાળાનું મકાન જ નહોતું, પછી આ બધા પરિગ્રહની વાત ક્યાંથી હોય ! આ શાળા ખુલ્લા મેદાનમાં, સુંદર ઘટાદાર વૃક્ષ નીચે બેસતી. વિદ્યાર્થીઓ વહેલી સવારે આવો ભૂમિને સ્વચ્છ કરી પાણી છાંટતા. વિદ્યાથીઓ કુંડાળામાં બેસે ને વચ્ચે સ્વયં ભૈરવનાથની મૂતિસમા મહેતાછ હાથમાં શિક્ષાદંડ ધારણ કરીને બિરાજે. આ બાળકો બાપથી ન બીએ, માથી ન ડરે ! એક વાર વાઘમામા કે દીપડાભાઈ મળે તોય કાન આમળી લે. ભૂત કે પલીત પણ એમને એટલાં ન ભડકાવે. ખુદ જમને પણ ભે એમને ન લાગે. પણ મહેતાજીનું નામ પડતાં બાળક ધ્રુજી ઊઠે. જેમ તાત્યા ટેપીનું નામ સાંભળી અંગ્રેજોનાં રડતાં બાળ છાનાં રહેતાં એમ મહેતાજીનું નામ સાંભળી ભૂખ્યું બાળક ભૂખ ભૂલી છાનું રહી જાય. માબાપ ઘરના વ્યવહારમાં એક જ ધમકી આપેઃ “તારા માસ્તરને કહી દઈશ !” માસ્તરને ! બાપરે ! સોટી* વાગે ચમચમ ને વિદ્યા આવે ઘમઘમ એ સિદ્ધાંતમાં અટલ શ્રધ્ધા ધરાવનાર ગામનાં છોકરાંના એ એક માત્ર ચક્રવતી રાજા ! એ વેળા આજની પ્રેમ-ફિલસૂફી – અમારિ ભાવનાનો પડહ વાગ્યો નહતો. અને બાળક પણ આટલે વિદ્યાકુંઠિત નહેતો આજની સાત ચોપડી ને એ કાળની ત્રણ ચોપડીઃ બંને સરખી ઊતરતી. અલબત્ત, શ્રમપ્રધાન જીવનમાં ભણનારાની સંખ્યા અવશ્ય મર્યાદિત હતી. આજ ભણવું ફેશન છે, એ વેળા જરૂરિયાત લેખાતી. સહુ જરૂર જેટલું ભણતાં. કુંભાર લુહાર આટલું જ ભણે. કણબી, પટેલ બે આંકડા પાડતા શીખી લે એટલે બસ. વાણિયે નામુંઠામું ને વ્યાજ ગણવામાં કીટ થાય એટલે થયું. બ્રાહ્મણો યજમાનને જાળવવા પૂરતું-ક્રિયાકાંડ ને તપોધન વૃત્તિ જાળવવા પૂરતું ભણતા. પૂરી કેળવણી તો કાં પંતુજી થનાર લે કે કાં કેક અમલદારને છોકરે છે. કારણ કે ઘરનો ધંધો એમની પાસે હોય નહીં, ને નોકરી નસીબમાં લખાયેલી હોય. સત્તરમા સૈકાથી લૉર્ડ મેકોલેના કાળ સુધી નિશાળોની સ્થિતિ લગભગ એક જ ધાટી પર જ હતી. કવિ બનારસીદાસ “હીરવિજયસૂરિ રાસ’માં એ વેળાનું સુંદર વર્ણન આપે છે. નિશાળે બેસાડયાને ઉછરંગ લગ્નના જેવો હતો. “માતા દેખી હરખે ઘણું, એહથી કુળ દીપે આપણું ઉલ્લટ અધિકે હીર પિતાય, પંચ વરસને સુત તે થાય...૧ મહુરત લગ્ન જોઈ શુભ સાર, નિશાળે મૂક હીર કુમાર ખું તિલક શિર છત્રહ ધરે, હીર તણે વરઘોડો કરે આપ્યાં ફેરફળ શ્રીફળ પાન, જનરડી કરતી બહુ ગાન, મિલ્યા પુરૂષ વાગ્યાં નિસાણ, નિશાળે મૂક સુત જાણ..૩ જૂના વખતમાં ઇંગ્લેન્ડ-યુરેપમાં પણ આવી જ ભાવના હતી. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy