________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગનિષ્ઠ આચાર્ય
જાણતા હોવા છતાં–શા માટે ચોરી કરતા હશે ? કે જીવને દુઃખ દેતા હશે ! કેઈને ગાળ દેતા હશે? સંસારમાં શું નથી મળતું કે પારકાના માલની ચોરી કરવી. લોકોને પારકા જીવને દુઃખ દેવું કેમ ગમતું હશે!
તે કોઈનું ચેરીશ નહીં. કેઈને ગાળ નહીં દઉં. કેઈ જીવને દુઃખ નહીં દઉં. પછી તે જમડાનો ડર શેને ! વળી ભગવાન મારા પર રાજી રહેશે. કેઈકવાર વળી મને સારે જાણી દર્શન પણ દેશે.
ખાટલામાં પડયો પડયો, રજની રાણીના પાલવ નીચે પંપાળા, કુદરતને બાળક સ્વયમેવ આવા વિચાર કરતો, આચારને નિશ્ચય કરતો ને પ્રભુદર્શન માટે કૃતનિશ્ચય થતું. આ વિચારે સાદા હતા, પણ એ સાદાઈમાં પણ અઢાર અઢાર પુરાણોનું નવનીત સમાયેલું હતું.
પણ પ્રભુ મને–બાળકને દર્શન આપશે? એના દિલમાં નવી ચિંતા ઊગતી. વળી થોડી વારે કંઈ યાદ આવતું ને વિચારતઃ અરે પેલો પ્રવ પણ બાળક જ હતો ને ! ને પેલે પ્રહલાદ પણ મારા જેવો છોકરો જ હતો ને ! પ્રભુ એને મળ્યા હતા ને મને કેમ નહીં મળે ! હું ધ્રુવ જેવો બનીશ. પ્રહલાદના જેવી ભક્તિ કેળવીશ.
| મુગ્ધ મન વિચાર કરતું કરતું થેડી વારે જપી જતું. વનવગડાને સ્વરદ વાયુ વગડાઉ ફૂલોની સુગંધી ઢળતો. આકાશના તારા જાણે સંગીત કરતા. તમરાંઓ એને એકતારે બજાબે જ જતાં. રાત્રિના ચોપદાર સમાં ફરતાં શિયાળ, લકડી, શાહુડી આડાઅવળાં લારી કરતાં ફરતાં હતાં, અને બાળકના ચાલી રહેલા આ અજાણ્યા ઘડતરમાં પ્રાણ પૂરતાં હતાં. જીવનપ્રેરક ઘડીઓની ખૂબી એ છે, કે એ આવે છે ત્યારે તદન સામાન્ય બનીને આવે છે. એના પરિણામ પછી જ એની અસાધારણતાને ખ્યાલ આવે છે.
| કૃષિજીવન ને કુદરતના ઉત્સંગમાં ખેલતા આ બાળકની બુદ્ધિનો છૂપો વિકાસ થઈ રહ્યો હતો. નાના એવા બીજમાંથી વૃક્ષને પેદા થતું નિહાળી એને આશ્ચર્ય થતું, અને એજ વૃક્ષ પરથી ફરી એવાં બીજ ઊતરતાં જેતે, ત્યારે મૂંઝવણની કડી ખડી થતી. ઉનાળાની ધામ ધીખતી ધરતી પર વર્ષોનાં વાદળ જ્યારે ઉમટી પડતાં, ને વસુંધરા હરિયાળું હર ઓઢી શોભી રહેતી, ત્યારે આ બાલક અવર્ણનીય આનંદનો ભાસ કરતે. છતાં મૂગો જેમ પોતાનો આનંદ પ્રગટ કરી શક્તો નથી, તેમ આ અનુભવ પણ મૂંગે હતો-લેનારથી પણ અણપ્રીછો હતે.
એક તરફ શ્રમ શારીરિક વિકાસ સાધતે હતે, બીજી તરફ કુદરત માનસિક વિકાસ કરી રહી હતી. બૌદ્ધિક વિકાસ માટે નિશાળે જવાને યોગ્ય ઉંમર પણ આવી પહોંચી હતી. કણબીવાડના સમવયસ્ક છોકરાઓ ગામઠી નિશાળે જવા લાગ્યા હતા. આઠ વર્ષની ઉંમરે બાળક બહેચરે શ્રીમાળી વાડાનો ધનેશ્વર પંડયાની ગામઠી શાળામાં નામ નોંધાવ્યું. એનાં તારીખ ને તિથિ વાયાં છે. __ *अष्टादशपुगणेषु व्यासस्य वचनद्वयम् । परोपकारः पुण्याय, पापाय परपीडनम् ।।
For Private And Personal Use Only