SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુત્રનાં લક્ષણ પારણામાંથી માપે છે. એ કુળની મહત્તા શેાધવા નીકળે છે. મહાન કુળ વગર મહાન આત્માના આવિર્ભાવ એ અશક્ય લેખે છે. પૂર્વજ કોઇ પ્રતાપી ને પ્રચંડ ન મળી આવે તે એને શાંતિ થતી નથી. સૂવ’શી કે ચ`દ્રવંશી કુળ સાથે જો સંબધ ન જોડાય તે બધું અધુ રુ અધૂ રુ લાગે છે. જન્મભૂમિની મહત્તા પામવાની પણ તીવ્ર ઇચ્છા જાગે છે. એક ખેડૂતને બાળક સર સયાજીરાવ બને, પ્રણાલિકાપૂજકને એ ગમતું નથી. એક ગેાવાળના બાળ શ્રીકૃષ્ણ અને એ આંખના કણાની જેમ એને ખૂંચે છે. એક વનસેવક મરાઠાનેા પુત્ર છત્રપતિ શિવાજી બને એ ન બનવા ચેગ્ય ભાસે છે. ૨૧ વમાન જીવનનું દૈન્ય એટલુ પ્રબલ મન્યુ' છે, કે જો પ્રત્યક્ષ પુરાવા ન હેાત તે નાના એવા ક્ષુદ્ર ખીમાંથી એક ઘેઘૂર વડલેા પેદા થઇ શકે, એ વાત સત્ય મનાત જ નહી. પણ વધુ પડતી ચર્ચા કરનારા સામે મહાભારતના મહાન ચેષ્ઠા કર્ણુ ના ગુંજારવ કાને પડે છે देवायत कुले जन्म ममायतं तु पौरुषम् ॥ મારુ કુળ શુ' જુએ છે ? એ તેા દૈવાધીન વસ્તુ છે. આમ આવા ! મારા પુરુષાને નીરખેા ! ક અને ઉદ્યમ, પ્રારબ્ધને પુરુષાર્થની આ દ્વન્દ્વભરી સૃષ્ટિમાં પના ને કબૂલ ન થાય તેવાં જીવન જોવાય છે. કેણુ કેતુ નિમિત્ત-નૈમિત્તિક કશુય નિશ્ચિત થઇ શકતુ નથી. પિતા મહાન હેાવાથી પુત્ર મહાન થતા હાય તેા એ પુત્ર પશુ કેકના પિતા તેા છે જ. શા માટે એના કુળમાં ઉત્તરાઉત્તર મહાન પુરુષા જ ન પાકે ! પણ સંસારમાં એથી વિપરીત નિરખાય છે. અમેય શિવદાસ પટેલનું વશવૃક્ષ જાણવા ઘણા પ્રયત્ન કર્યો, ને ન મેળવી શકયા તેથી નિરાશ થયા નથી. કાળની શીશીમાંથી રેતી ઝડપથી નીચે ઉપર થયાં કરે છે. સાગરની સપાટી પર હજાર મેાજા' થયાં કરે છે. આ વહાણને વેગ આપનાર રમતિયાળ ચંચળ માજા'ને કદાચ ન પકડી શકીએ તે વૃથા યત્ન કે શેક નિરક છે. શિવદાસ પટેલનું વશવૃક્ષ ભલે ન મળ્યુ, પણ શિવા પટેલ યારે જન્મ્યા, એમણે જીવનમાં કાઇ વાઘ માર્યાં હતા કે કેઇ પ્રચંડ પરાક્રમ કર્યું હતું, એ પણ જાણવા પ્રયત્ન કર્યાં, ને કશુંય વૈશિષ્ક્રય ન મળ્યું તે અમે નાસીપાસ નથી થયા. અલબત્ત, એમના ઘરમાં જૂના વખતની તલવાર અવશ્ય હતી, પણ બાપદાદાઓએ વાપરી હોય તા તે જાણે. માકી અત્યારે કાટ ચઢવા સિવાય બીજી વિશેષ નહેાતી કામ કરતી, For Private And Personal Use Only માતા મહાન શિક્ષક છે. મા અંબાબાઈ કોઈ મહાન નારીનાં વિશિષ્ઠ લક્ષણૢા ધરાવતાં હતાં કે નહિ, એ પણ પ્રાપ્ત કરી શકાયુ નથી. વાંચકાને અત્યંત નિરાશા ઘેરી વળશે. છતાં અમે એટલુ' કહી શકીશુ કે આ ખેડૂ જીવા ભલાં હતાં, ભેાળાં હતાં, ભદ્રિક હતાં, પરસેવામાં માનતાં ને છતાં પરમેશ્વરમાં પરમ આસ્થા ધરાવતાં.-ભૂખ્યાને અન્ન, તરસ્યાંને પાણી ને જોગીતિની સેવા ચાકરી એ એમના કુળધમ શિવદાસ શિવપૂજક હતા. અંબાભાઇ વૈષ્ણુત્ર હતાં. પણ ભિન્ન ભિન્ન ઈષ્ટદેવાના કારણે સ ંસારમાં આજે જે દિલ દુઃખ થાય છે તે તેમને
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy