________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
ગનિષ્ઠ આચાર્ય
કદી થયું નહોતું. કુળ પરંપરાથી મળેલી એમની જબાન કડવી હતી. નગ્ન સત્યને નગ્ન સત્ય તરીકે કહેવાનું શીખ્યાં હતાં. જબાન કડવી અવશ્ય હતી, પણ હૈયું હેતના કટકા જેવું હતું. એમના વૈભવ–એમના વિલાસ ? આવા પ્રશ્ન પૂછી શકાય એવી સ્થિતિ જ નહોતી. કદાચ એમની દષ્ટિએ એ અધમ હતાં.
બહુ જ અધૂરા જવાબ! બધેથી અસંતુષ્ટ થતું ચિત્ત પૂછે છે, ત્યારે આ પાંચમા બાળકના જન્મ વખતે કંઈ દૈવી ચમત્કાર બન્યા હતા કે ! આંગણાના લીંબડાની કડવી લીંબોળી મીઠી મધ બની હતી કે ? લીમડાના હેરના બદલે ગુલાબનાં ફૂલ નહોતાં વર્ષા? હવા કેવી વહેતી હતી ? મધરાતે કંઈ અજવાળાનો ભાસ થયો હતો ?
કશું ય નહિ. જગતનાં સાધારણ બાળકો જન્મ થી જુદું કંઈ બન્યું નહોતું.
અસંતેષી પ્રીનકારને સંતુષ્ટ થવું છે. એ પૂછે છે, “પુત્રનાં લક્ષણ પારણામાંથી શું આ બાળકે બાળપણમાં દિવ્યતાની કંઈ ઝાંખી કરાવેલી કે નહિ?
અમે તો કશુ કહેતા નથી. પણ જે ચેડા પ્રસંગો મળી શક્યા છે, એ રજૂ કરીએ છીએ. સાંકળની એ તૂટતી કડીઓ અવશ્ય છે, પણ એમાંથી કમબદ્ધતા પણ જન્મી શકે તેમ છે.
બાળક દોઢેક વર્ષનો થયો હશે, એ વેળાની વાત છે,
એતરા ચિતરાના તાપ પડતા હતા. શિવદાસ પટેલનું આખું કુટુંબ “તળાવડી નામના ખેતરમાં કામ કરતું હતું. નિરભ્ર આકાશ અગ્નિ વરસાવતું હતું પણ એવા અગ્નિને પચાવી ગયેલું આ કણબી કુટુંબ નિરાંતે ખેતરમાં કામ કરતું હતું. વગડાનાં આંબાવાડિયાં વીંધીને આવતો ઠંડો શીતળ વાયુ પીલુડીઓનાં જાળામાં સુસવાટા કરતો હતો.
પીલુડીની ઘેરદાર ઘટા નીચે કપડાના ખયામાં એક બાળક ભરનીંદરમાં પડયું હતું. ઠંડી ઠંડી હવા એના સુકુમાર ચહેરા પર આળપંપાળ કરતી હતી. બપોરાની વેળા થતી જતી હતી. પેટમાં બિલાડાં રમતા થયાં હતાં. સામે પીલુડીની ડાળે મીઠા મીઠો સાથ, કુણા માખણ જેવા રોટલા, આથેલાં મરચાં ને છાશ-દહીની રીઢી દેણીઓ હવામાં ઝેલાં ખાતી હતી. બપોરનો વખત થતો જતો હતો, એમ કામ ઉતાવળું થતું હતું. ભાતનાં દેણ રાહ જોતાં હતાં. આ અભણ ખેડુ જીવો ધીરુ ધીરુ ગુજતાં હતાં.
“ નાવ્યો, નાવ્યો પથડા કેરે પાર !
અનેક જુગ વીત્યાં રે, એણે પંથ ચાલતાં રે જી ! ” નાવ્યો, પંથડા કેરો પાર ! દાંતની વચ્ચે ભૂખ, તરસ ને થાકથી ચવાતા શબ્દો નવી લહેજત જન્માવતા હતા.
અચાનક અંબાબાઇના મોંમાંથી ચીસ પડી ગઈ. અરે બાપ રે!”
For Private And Personal Use Only