________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચરિત્રનાયકના જન્મસ્થળનું એક દૃશ્ય
ઘણા પુરુષાર્થી વીરાનું જીવન જેમ “કાદવમાંથી કમળ ” થયાનું પુનરાવર્તન હોય છે, એમ ચરિત્રનાયક સૂરિજી પણ એક અભણ, પરિશ્રમી ને ધમઝહાળ કણબી કુટુંબમાં જન્મ્યા હતા. માટીનાં ભીંતડાં ને માટીના નળિયાવાળા મામલી ધરમાં એમણે દુનિયાના પ્રથમ અજવાળાં જોયાં હતાં અને કોલસાની ખાણમાંથી કોહીનૂર મળી આવે–એ જૂની ઉક્તિ ચરિતાર્થ કરી હતી.
વીજાપુરના પાદરમાં, સમાધિ મંદિરની સમી૫, અબલીએની ઘેરી ઘટામાં, હજી એ માઢ, એ ખારડું ને એ સ્થળ હયાત છે. એ રંકભૂમિને આજે નીરખીએ છીએ ત્યારે ત્યાં જોગંદર બનનાર એ સૂરિરાજની પુરુષાર્થ-સિદ્ધિને સહજ રીતે વળા થઈ જાય છે,
For Private And Personal Use Only