________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Cyanmandir
પુત્રનાં લક્ષણ પારણામાંથી
થક પૃથક વ્યકિતત્વની માહિનીનો આ યુગ છે. અનંત, નિરવધિ કાળસાગરનાં પાણીમાં અનેક હાથ નાની નાની નાજુક છીપલીઓ સાથે લખાય છે. જે હાથમાં છીપલી પાણી ભરેલી આવે છે, એ ફેલાય છે. પૂર્ણ ત્વનું અભિમાન એને લાધે છે. એ એની છીપનું-છીપમાં રહેલા પાણીનું મૂલ્યાંકન કરવા મગરૂર થઈ ઊઠે છે. એ એના વખાણમાં શાસ્ત્ર રચે છે, સ્મૃતિ રચે છે, ઇતિહાસ ઉપજાવે છે.
| અનન્ત કાળસાગર સામે ઊભો ઊભે હસતા હસતે આ ક્ષુદ્રાતિશુદ્ર પ્રયત્નને નીરખે છે. એ મલપતા કહે છેઃ “તું મારા અસીમ મહાસાગરનું એક માત્ર બિન્દુ. લે આ તારું વર્ચસ્વ !”
| ને એક પ્રચંડ માજુ આવે છે. પૃથક વ્યકિતત્વને ઇતિહાસ રચતું પ્રાણી ન જાણે કયાં અન્નતમાં અલોપ થઈ જાય છે.
કાળસાગરને કિનારે પડેલ એક સ્વાતિના બિંદુથી યુકત છીપ ! એની શોભા, એનું તેજ, એને થનગનાટ, એને ઉપયોગ એ એની મહત્તા ! એને વળી પૃથક ઈતિહાસ કે ?
કાળસાગરનાં અનેક મેતીમાંનું એ એક બેનમૂન પાણીદાર મોતી હતું. શું આ જ વાત ઈતિહાસ નથી ? અને ઇતિહાસ એટલે શું ?
ઇતિહાસપ્રસિદધ પુરુષોના ઈતિહાસ ભાગ્યે જ સંઘરાયા છે. એમના જીવનક્રમ ઘણા અંધકારમાં હોય છે. નિબિડતમ અંધકાર ભેદતા એમને આવવાનું હોય છે. સાધનાનાં કઠિન વર્ષો એમને વીતાવવાનાં હોય છે. સિદિધની પાછળ માનવી બધું વિસારે નહીં ત્યાં સુધી સાધનાનો સુમેળ જામતા નથી અને એ સાધના પછી, પ્રકાશની પ્રાપ્તિ પછી, પ્રાકૃતજને
એ મહાન આત્માના જીવનના ઇતિહાસની કડીઓ સાંધવા મથે છે. કડીઓ સંધાય છે અવશ્ય, { પણ અધૂરી !
0 રૂઢીચુસ્ત માનસ વિચિત્ર છે. એ તે એના માપતેલથી જ સંસારના મહાનુભાવો
For Private And Personal Use Only