________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* પાંચમે પરમેશ્વર ?
| [૪ ] આજના વીજાપુરની આ તે ભૂતકાલીન ગાથા થઈ. વર્તમાનકાલીન ઇતિહાસ વિ. સં. ૧૮૨૧ થી આરંભાય છે. ગાયકવાડ રાજવીઓનું સંરક્ષેલું વીજાપુર ફરીથી પાંગરે છે. દામાજીરાવ ગાયકવાડની હાક વાગે છે. મહાજન સજીવન બને છે. કણબીઓ નિર્ભય બને છે. કાયદાનું રાજ્ય ને કાયદાની વ્યવસ્થા આવે છે. સાંઈને તકિયા ને નીલકંઠ મહાદેવ બંને પર સમદષ્ટિ રાખનાર ને મદદ આપનાર રાજ્યના આશ્રયે ફરીથી ખંડેર કોટડાં જીવન પામે છે.
દેશીવાડા, શ્રીમાળીવાડા, ભાટવાડ, વેરાવાસણ, સુતારવાડા, કાશીપરું, પટવા પાળ, મીણાંવાડ, કણબીવાડ, વહોરાવાડ, માળીવાડ, કાજીવાડા, સૈયદવાડે, કસબાતીવાડા, જજનવાડો એમ શહેર વસે જાય છે. ગાયકવાડી સ્થિર થાય છે ને બ્રિટિશ સતનતનો મહાન ગરુડરાજ પોતાની શીળી પાંખો સર્વત્ર પ્રસારે છે. આ
શાંતિનું એક માજ' સર્વત્ર લહેરાતું ભાસે છે. ને “ઝેર ગયાં ને વેર ગયાંવાળો યુગ આરંભાય છે. વિ. સ. ૧૮૮૬ માં આજનાં જૈન મંદિરોમાં આદ્ય જૈન મંદિરના પાયે કુબા દોશી નાખે છે. એ પાયો શુકનવંતો છે. એક પતાકામાંથી અનેક પતાકાઓ ફરફરી ઊઠે છે.
આ સત્યાશી ગામનો વીજાપુર તાલુકો વસ્તીએ વધે છે. વસ્તી પ્રમાણ સવા લાખ લગભગ આવે છે. ખુદ વીજાપુરની વસ્તીનું પ્રમાણ ૭૩૧૯ પહોંચે છે, જેમાં કેવળ ૮૩૬ જૈનોનું પ્રમાણ છે. એક જૈન દેરાસરમાંથી ધીરેધીરે નવ દેરાસર, નવ ઉપાશ્રય, ને જુદા જુદા શ્રાવક શ્રાવિકાઓના ઉપાશ્રયો ધર્મશાળાઓ, જૈન પાઠશાળા, જનમિત્રમંડળ, જૈનજ્ઞાનમંદિર વગેરે ૧૮ સંસ્થાઓ હયાતિમાં આવે છે. આ સિવાય હિંદુ મંદિરે, ધર્મશાળાઓ, ચબુતરા, પાંજરાપિાળ, બાગ, તળાવ, કુંડ, દવાખાનું, સ્કૂલ, બોર્ડિંગ, લાયબ્રેરી વગેરેથી વીજાપુર શોભી ઊઠે છે.
દરેક ધર્મનાં અહીં ધર્મ સ્થાને છે. તાલુકાની કચેરી પણ અહીં છે. એટલે આજે તે ધી’ગી વસ્તીનું એ ધામ છે.
વર્ષો પહેલાં વીજાપુર આંબાવાડિયાથી વિસ્તરાયેલું સુંદર ઉપવનસમું હતું, પણ દુકાળ આવ્યા, ને આંબાનાં વન વેડાઈ ગયાં. છતાંય આજે એની આજુબાજુ મનહર કુદરત
For Private And Personal Use Only