________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
યેાગનિષ્ઠ આચાય
નાચી રહી છે. ઊંચા ઊંચા વડલા, પીપળા ને આંખત્રીએ સૂર્યના પ્રકાશને પેાતાની ઝણી ચાળણીએ ચાળે છે. ખેતરામાં મેરડીએ લૂમેલીઝુબેલી રહે છે. રાયણના તે વગડા છે. અહીંનાં બેર સાકરથી મીઠાં છે. અહીંની રાયણ પન્નાને શરમાવે તેવી સુંદર છે, એની શીળી કુંજોમાં કેકિલાના ટહુકાર સંભળાયા કરે છે.
એની કુદરત રમ્ય છે. ત્યાંના પ્રવાસીઓને વહેલી સવારે મહુડાનાં વૃક્ષો નીચે મેર કળા કરતા નજરે પડે છે. મધ્યાહ્ને આંબાવાડિયામાંથી કેોકિલા પંચમ સ્વરે ગાન ગાતી સંભળાય છે. સંધ્યાના આરતી ટાણે તાજાં જાંબુ ને તાજા વડટેટાં જમીને આવેલાં વાંદરાં આખાને આનંદ આપે એવા ગેલ કરે છે.
ઋતુ ઋતુના પાક અડ્ડી ઉતરે છે. એક ગાઉ દૂર વહેતી સાબરમતીના સેાહામણા હંસ અહીં ઊડયા કરે છે. કૂવાનાં ઊઉંડા પાણી સદા સજીવન રહે છે. ખેતર ખેડૂતને અને વૃક્ષ રખેવાલને ભૂખ્યા રાખતાં નથી.
વીજાપુરમાં રેલગાડી આવી ત્યારે એક આવતી ને જતી. આજે તે। વીજાપુર જંકશન અન્યું છે. બન્ને ગાડીઓના સંગમ ત્યાં થાય ત્યારે મેળા જેવુ' જામી જાય છે, સ્ટેશન અને ગામને થાડુ એક છેટું છે. અનેક આંબલીએ ને લીબડીઓથી ઘેરાયેલ એ માર્ગ પરથી ગામમાં પ્રવેશ કરતાં જમણા હાથે કણષીઓને નાના એવા વાસ, નમ્રતામાં ઝૂકી જતી કેાઇ દરિદ્રાના જેવા ઊભા છે. એ વિસ્તાર ‘ અમદાવાદી ભાગેાળ ’ તરીકે ઓળખાય છે. ઇતિહાસ અને ભૂંગાળ બંનેના એક પણ પૃષ્ઠ પર પેાતાનું નામ ન લખી જનારા-પાયાના પથ્થર બની જનારા આ કણીઓના અનેક પૂર્વજોએ પેાતાના કુટુંબકબીલા લઇ જઇને, અનેક ગામ ને પરાં સ્થાપ્યાં છે. ધરતીના આ નમ્રથી નમ્ર સેવકેનાં ગાડાં જ્યાં જઇને ઊભાં રહેતાં ત્યાં કૂવા હવાડા પેદા થતા, નીરનવાણુ ગળાતાં. વાડીએ ડાલની ને ખેતરા ઝૂમીઝૂમી રહેતાં.
એમની વાંસે વાંસે જેમ ભાગ્યશાળીની પાછળ સ'પત જાય તેમ સુતાર, લુહાર આવતા. ધીરધારીઆ આવતા. ઘાંચી, મેાચી આવતા. દેશીવાણીએ આવતા. જોતજોતામાં નાનુ એવું ગામ વસી જતું. ત્યાં એક બીજાની કુટુંબવેલ ફુલી-ફાલતી, એકાદ હનૂમાન, એકાદ શિવલિ’ગ, એકાદ પીર, એકાદ ભભૂત આવેા ત્યાં આવતા. ને ગ્રામરના સપૂણ થતી. ગુજરાતનાં ઘણાં ગામડાં આ રીતે વસેલાં. અમદાવાદી ભાગેાળના કણીએ પણ સ. ૧૮૮૦માં અહીં આવેલા. દેશી નથુભાઇ રવચંદના પિતા દલોચંદનો ઉદાર રાખરખાવત ને મન ટી ધીરધારે અનેક ગામના કણબીાને આવેલા. એ વેળા એ દલપટું કહેવાતું. કાળ વેળા કાક નખળી આવી, જમીન-પાદર ઓછાં થયાં એટલે ધરતોના ધાવણને પીછાણનારા વળી આગળ વધ્યા. આજ કણબીવાડના વંશજોએ આગળ જતાં ગવાડા ગામના રસ્તે મેતોપરૂ વસાવ્યું. કેટલાકે વળી કાલવાડાના રસ્તે મણિપુર * વસાવ્યુ. ને કેટલાકે રણાસણને રસ્તે આનંદપરૂં વસાવ્યું.
* આજે ચરિત્રનાયકના બધાં સ`સારી સમાંએ ત્યાં રહે છે.
For Private And Personal Use Only