________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશ ખીચખીચ ભર્યો હોવા છતાં વાંચકને અતિપ્રિય લાગે અને જીવનમાં સેંસર ઉતરી જાય તે થઈ પડે. પત્રોમાં અને પિતાના જીવનનાં પ્રતિબિંબ તેમાં પડેલાં માનવજીવનને ભોમીયો થવા સજાયેલો પ્રત્યેક પત્ર તેના મેળવનારને સુભાગી બનાવતો હોય તેમ અનુભવાચલું છે. બાળ બ્રહ્મચારી, ત્યાગી, વેરાગી, છતાં વિશ્વનું, સમાજનું ગૃહસ્થ જીવનનું, રાષ્ટ્ર અને રાજ્યનું આટલું જ્ઞાન મેળવવા કેટલું વાચન અને અટન કર્યું હશે ? તે કલ્પનાતીત છે. નિર્મળ ચારિત્ર એ જીવનની ઉજજવળ આરસી છે, તેની પ્રતિતિ આ ન થી અને પત્ર કરાવે છે.
મહારાજાઓ, શ્રીમંતો, ભકતો, આચાર્યો, સાધુઓ, વિદ્યાથીઓ, વ્યાપારીઓ, મીલમાલિકે, કવિઓ, સાહિત્યસ્વામિ, પંડિત, વકતાઓ અને બ્રાહ્મણ, પારસીઓ, પટેલ, મુસ્લીમે તેમ જ અત્યં પરના પત્રો આ સંગ્રહમાં સર્વ ધર્મ, સર્વમત સહિષ્ણુતાના પરાગ પમરાવે છે. દિલની વિશાળતા થનગને છે અને સર્વ પ્રાણી માત્ર પરની ભૂતદયા ઊછળે છે.
આવા મહાપુરૂષની નિત્ય છે અને પત્રો તેમના સ્વર્ગવાસ બાદ પણ વાંચવા મળે એ પણ જીવનની પરમ કહાણ છે.
પત્રસદુપદેશ ભાગ-૨– ગ્રંથાંક ૬૩. પૃષ્ટ સંખ્યા ૫૪૩. ભાષા ગુજરાતી, સંસ્કૃત. રચના સંવત ૧૯૭૬ ભાદ્રપદ.
આ ગ્રંથમાં ગુરૂદેવે પિતાના પ્રવાસમાં અને સ્થિરતા સમયે પિતાના ભકતને તથા આવેલા પત્રોના પ્રત્યુત્તર આપેલા તેને સારો જેવો સંગ્રડ છે. લગભગ ૫૫૦ જેટલાં ડેમી સાઈઝનાં પૃષ્ટ તે રોકે છે. એમાં સાધુઓ, આચાર્યો, શ્રીમંત, અમલદારો, સંતો વિગેરે પર છે. પત્રે પત્રે અનુભવ, દયા, પ્રેમ, શમતા, સમાન ભાવ અને સ્વાનુભવજ્ઞાન ટપકે છે. ચાખ્યા સિવાય રસવતીને સ્વાદ માત્ર વર્ણનથી ન સમજાય તેમ જ આ દિવ્ય પત્ર-રસામૃતને આસ્વાદ તો વાંચ્યાથી જ આવી શકે તેમ છે.
વીજાપુરથી સં. ૧૯૭૬ ના ચિત્ર વદી ૯ ના રોજ શ્રીમદના વડોદરાના શ્રીમંત સંપતરાવ ગાયકવાડ પરના લંબાણ પત્રમાંથી થોડાંક વાક જોઈએ—–
ધાર્મિક પ્રગતિ સાથે વ્યવહારીક પ્રગતિકારક સાધુઓ પ્રકટે એવી વ્યવસ્થા થાય તે આર્યાવર્તમાં નવપ્રગતિયુગને અવલકવા સમર્થ થઈ શકાય-હિન્દુઓમાં સ્વામિ વિવેકાનંદ અને સ્વામિ રામતીર્થ જેવા સાધુઓ પ્રકટે તે ભારતનું પ્રતિકારક પુનિત જીવન ત્વરિત સંપ્રાપ્ત થઈ શકે.”
આપણી પાસે જે કાંઈ છે તે સર્વના માટે છે–આવી આત્મભોગી કર્મયોગીની દશા પ્રાપ્ત થયા વિના જગત્ કલ્યાણઅર્થે સત્ય આત્મગ અપી શકાતું નથી. સ્વાર્પણના ગર્ભમાં સત્ય ત્યાગ અને દાન રહેલાં છે.
For Private And Personal Use Only