________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
/
ITI HIT LT
A
પ્રાચીન વિજાપુર જૈન મંદિરોના મકરાણી દરવાજે પડેલા કરણીવાળા પત્થર
વ ત ન
[ ૩] અસોએક વર્ષ પહેલાંની વાત છે. ઊંડા જળ ને અજાણ્યાં ફળ તાગવાને ને ચાખવાને એક શેખીન મદ, હૃક્રના દેશ મૂકી રળિયામણી ગુજરાતે ઊતર્યો.
ગુજરાત તો એ વેળા દુનિયાનું આકર્ષણ હતું. ઇતિહાસના ઉષઃકાળથી જ મિસર ને સિંહલ, જાવા ને ચીન ખેડીને ગુજરાતીઓએ ગૌરવ હાંસલ કર્યું હતું. મધ્યકાલમાં ગુજરાતને વાવટે ચર્યાશી બંદર પર લહેરી ખાતો. ગુજરાતી પ્રવાસ ખેડતા, મધદરિયે વહાણ હંકારતા, વણઝારા થતા. વેપારી ને મુસદ્દી પાકતા. દેશદેશના દેશવટા લઈને ભાગેલા રાજાઓ રાજપુરુષ ને રાજકુમારો ગુજરાતમાં આશ્રય પામતા.
સત્તરમી સદીમાં ગુજરાતની પરકકમાએ આવેલા એક તેલંગણ કવિએ સંક્ષેપમાં પણ બહુ સુંદર વર્ણન કર્યું છે. એ કહે છે.
* આ ગુર્જર દેશ નિહાળ ને ચક્ષુને ઠાર ! સર્વ સંપત્તિથી પરિપૂર્ણ જાણે સ્વર્ગલોક ! વિવિધ દિગ્ય અંબર-વસ્ત્રોના ધારક, કપુર ને મીઠી સોપારીથી મધમધતા તાંબુલથી સુગંધિત મુખવાળા, ત્યાંના યુવાનો ધન્ય છે. ચંદનલેપથી સુવાસિત તેમના દેહ છે. રત્નોથી અલંકૃત તેમનાં અવશ્ય છે. અને રતિ સમી પ્રિયતમાઓ સાથે મહાલે છે.
અને અહીંની અંગનાઓનું લાવણ્ય પણ અનુપમ છે. તપ્ત કાંચનનો એમનો વર્ણ છે. રકત ને મૃદુ તેમના અધર છે, નવ પ્રવાળસમા તેમના હસ્ત છે. અમૃતસમી મીઠી ભાષા છે. મુખ કમળપુષ્પ જેવું ને નેત્રા નીપલની શોભા ધરનારાં છે. ગુર્જર યુવતીઓના સૌદર્યથી યુવાનો અભિભૂત બને એમાં શી નવાઈ?
વળી આ ગુજર જનો દેશદેશ ભમે છે. ત્યાંના કૌતુકે જુએ છે, ને અમિત દ્રવ્ય મેળવી પાછા
For Private And Personal Use Only