SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Cyanmandir વતન ૧૧ આવે છે. અને આ રીતે લાંબાકાળથી વિરકંઠા સતીઓને આવીને ભેટે છે. આ પ્રમાણે ધન્ય બનેલા આ લોકો સર્વ સંપત્તિથી સમૃદ્ધ બનોને કયું સુખ નથી ભોગવતા?'' આવા સુંદર ગુજરાતની ભૌગોલિક સીમા કાળે કાળે પલટાતી રહી છે. ગુર્જરત્રા, સારસ્વતમંડળ ને આધુનિક ગુજરાત : એમ નામ ને સીમા સદાકાળ બદલાતાં રહ્યાં, પણ ગુજરાતી તો સદા એક જ રહ્યો, એક જ પ્રાણ, એક જ બળ, એક જ જ્ઞાન ! આવા ગુજરાતમાં ઊતરેલા એ પરદેશી અસવારની નસમાં છત્રપતિ શિવાજીનો જુસ્સો હતો. એની ભાષા જુદી હતી, પણ ભાવ એક હતા. એણે ધરતીને ભાળી ધણીવિહાણી અફાટ વસુંધરા વરવાને સજજ પડી હતી. રૂડી ભૂમિ હતી, રૂપાળાં નરનાર હતાં. મોલ તો ખેતરે મલકાતા પડયા હતા. એણે સમશેર સાબદી કરી. સંગાથીઓને સજજ કર્યા. પરદેશમાં માથાં મૂકીને માર્ગ શેળે. લીલુડાં માથાનાં તોરણ બાંધ્યાં. નવલહિયાના ભોગ આપ્યા. - શુરવીરની સમશેર પિતાનો ભાગ તારવી લીધા. અંધારઘેર આકાશમાં વીજળી પિતાનો માર્ગ ચાતરી લે એમ પિતાને માગ ચાતરી લીધો. સેનગઢ વ્યારામાં એ કાંડાબળિયા જુવાને પોતાની ગાદી સ્થાપી. આ૫ બળે રાજમુગટ પહેર્યો. એ જુવાનનું નામ પિલાજીરાવ ગાયકવાડ. ગાયકવાડોની જવાંમદ હિન્દુ૫તપાતશાહીના સ્થાપનાર છત્રપતિ શિવાજી મહારાજની વેળાની. પિલાજીરાવ પેશ્વાઈ દરબારના એક રત્ન હતા. રત્ન રત્નનાં વાવેતર કર્યો. ભાષાથી ભિન્ન, ભૂષાથી ભિન્ન ભૂમિને પિતાની બનાવી. સિંહ ને સજજને જે જે દેશમાં સંચરે છે, તેને પોતાને વશવતી બનાવે છે. આ શકિત મુજબ આ વીરે બહુ પ્રતાપાર્જિત પ્રદેશને પોતાનું ઉપનામ આપ્યું. એક ઘડીની વેળાએ સેનગઢ-વ્યારામાં સ્થપાયેલી રાજગાદી વડોદરા આવી. અને પછી તો સત્તા–સત્તાની રમઝટ સાથે આવી. કુંદન જાણે કસોટી પર ચડયું. અષાઢના આકાશમાં વાદળીઓ ચેગમથી ચઢી આવે એમ ગુજરાતમાં જુદી જુદી સત્તાઓ ઉમટી. કે ગુજરાતી, કેણુ મારવાડી, કોણુ મેવાડી, કોણ મુગલાઈ. એમાંય ખાસ ગુજરાતમાં ત્રિમુખી સત્તાના સપાટા ચાલ્યા. દિલ્હીથી હાલી આવેલી બાદશાહત લોકોને દંડવા લાગી. સૂરતના બંદરેથી સરકી આવેલી કંપની સરકાર ધોળે દહાડે ધાડાં પાડવા લાગી. વળી પેશ્વા સરકારના પુનાના ઘોડા પણ દડબડવા લાગ્યા. પણ ગાયકવાડ રાજવીએ કૃપા ને કટારીની સાથે કુનેહ પણ વાપરી જાણતા. આ સંઘર્ષના કાળમાં જ ગાયકવાડી રાજ વિસ્તર્યું. પંચમહાલ, રેવાકાંઠા, મહીકાંઠા, કાઠિયાવાડ, ભરૂચ, ખેડા ને અમદાવાદમાં એની આણ પ્રસરી. - કાળના વારાફેરા ફરતા રહ્યા. ખાંડાના ખેલ ને મુસદીઓના મુસદ્દાઓમાં ગાયકવાડી | રાજ્ય ઘસારો પામ્યું. આપ લે ચાલ્યા કરી. પાટણ લીધું–અમદાવાદ આપ્યું. એમ અદલા For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy