________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
19૮
કે વિદ્વાને કયા ભાવે પિતાનો હીસો જન્મભૂમિના ઉત્કર્ષ માટે અર્ધો તે બતાવીને આ ગ્રંથને પ્રારંભ કર્યો છે. તેઓ લખે છે કે (પ્રસ્તાવનામાં) વિજાપુર અમારી જન્મભૂમિ હોવાથી તેનું વૃત્તાંત લખવાની કેટલાંક કારણોથી ફરજ બજાવવા ફુરણા થઈ અને પ્રયાસ કરતાં ટોડ રાજસ્થાન, ફાર્બસ રાસમાળા-સુધર્મ ગ૭ પટ્ટાવલી-નાચા કૃત કેટલીક પટ્ટાવલીઓ અવલોકતાં વિજયપુર–વિદ્યાપુર-વિજાપુરનો નામોલ્લેખ તથા વિસ્તૃત હકીકતો મળી આવતાં ઉત્સાહથી વધુ સંશોધન કર્યું. એક બારોટના ઘરમાંથી વિજાપુર સંબંધી લેખ મળી આવ્યું. તે વિજલદેવ પરમાર સંબંધી હતો. બાદ વિજાપુરની પૂર્વ દિશામાં અગ્નિખુણા તરફ સાબરમતીના કાઠાં ઉપર આવેલા જુના સંઘપુર ગામમાં શ્રી ચંદ્રપ્રભુના દેરાસરની ભીતમાં બન્ને હાથ લાંબાં અને એક હાથ પહોળાં બે પાટીઓ પર એક લેખ છે. તે વાંચવા લક્ષ ગયું. તે ઉપરથી તે અધૂરો જણાયો. આગળ પાછળના લેખવાળાં પાટી આ ન મળી શક્યાં. તેમાંથી “વિજલદેવના પુત્ર બાહડે વિજાપુર વસાવ્યું એ સિદ્ધ થયું.” આ પાટીયા પરના શિલાલેખે સંસ્કૃતમાં ગ્રંથમાં ભાવાર્થ સાથે આપ્યા છે. વિજાપુર અતિ પ્રાચીન નગર હોઈ તેમાં તે વખતે ધનાઢય વિવેકી અને ધર્મનિષ્ઠ જેનોની વસ્તિ વિપુલ હતી તેમ જણાય છે. - તેઓ લખે છે:–અમારી જન્મભૂમિ વિજાપુર હોવાથી શરીર પિષવામાં કેળવણી લેવામાં અને આત્મતિના સર્વ ઉપાયો પ્રાપ્ત કરવામાં તેનો ઉપકાર જાણી વ્યહવારીક ફરજ દ્રષ્ટિએ વિદ્યાપુરીય જૈનોને સ્વજન્મભૂમિના એતિહાસીક જ્ઞાનની ચઢતી પડતીનો પૂર્ણ વિવેક પ્રાપ્ત થાય અને ચઢતીના હેતુઓને અવલંબે એ ઉદ્દેશથી આ ગ્રંથ લખાય છે. x x x x સ્વનગરના ઐતિહાસિક જ્ઞાનથી પોતાની ભૂમિ પ્રત્યે સન્માન પ્રકટે છે. અને અન્ય કરતાં સ્પર્ધામાં આગળ વધાયું કે પાછળ રહેવાયું તેનું ભાન થાય છે તથા સંપ પૂર્વક અન્ય દેશોની સાથે સ્પર્ધા કરવામાં જાગૃત દશા પ્રાપ્ત થાય છે. - આ રીતે ઇતિહાસીક દૃષ્ટિએ વિજાપુરની ચઢતી પડતી–રાજકર્તાઓ-વીર જૈન-વ્યાપાર-કળા-કેળવણી-કવિત્વ-વિગેરેથી વિભૂષિત વિજાપુર આજ કઈ ભૂમિકા પર છે, તે બતાવી આગળ વધવાના ઉcકર્ષના માર્ગે ચીંધે છે.
ઘણા પરિશ્રમે આ તૈયાર થયો છે. ચારિયનાયકના બાલમિત્ર અને કટ્ટર ભક્ત વિજાપુર વાસી જાણીતા સેવાભાવી અનેક સંસ્થાઓના કાર્યકર શેઠ લલુભાઈ કરમમંદ દલાલની આ ગ્રંથ કાર્ય માં તેમને સાચી અનુમોદનનાં-સહાય મળ્યાં છે.
બંને આવૃત્તિઓનાં મુદ્રણ ખર્ચમાં સ્વ. શેઠ મગનલાલ કંકુચંદન સારો હીસ્સો ઉક્ત શેઠ, લક ની પ્રેરણાથી મળ્યો છે.
(૩) વિવેચન ભાષાંતર-૧ શ્રી આનંદઘન પદ ભાવાર્થ સંગ્રડ. ૨ અનુભવ પંચ વિંશતિ, ૩ ધ્યાન વિચાર. ૪. ઈષાવાસ્યોપનિષદ્. ૫ સમાધિશતક.
- ૧, આનંદઘનપદ પદ ભાવાર્થ સંગ્રહ-ગ્રંથાંક ૨૫. પૃષ્ઠ સંખ્યા ૮૦૮
For Private And Personal Use Only