________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
८
ચેગનિષ્ઠ આચાય
કલ્પનાના તર’ગે! વધ્યા, કેાઇએ જૈન ધર્મને યહુદી કે ખ્રિસ્તી ધર્મની શાખાને બદલે બૌધ્ધ ધર્મની શાખા તરીકે સ્વીકાર્યો. વળી એક વિદ્વાને બૌધ્ધને જૈન ધર્માંની શાખા તરીકે સ્થાપ્યા. ત્યારે જગત્ સમક્ષ જૈનધર્મ ને સ્વતંત્ર ધ તરીકે સ્થાપન કરવા ભગીરથ પ્રયત્ન કરનાર યુરોપીય વિદ્વાન યાકેાખી, બીજા વિદ્વાન Îí. ખુલ્હર સાથે આર્યાવર્તની પરકમ્મા કરી રહ્યા હતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યારે આર્યાવના આ મહાજન સંઘસત્તાએ અધિકા હતા. નગરશેઠ હેમાભાઇનાં સરકારને ત્યાં માન હતાં. બાપદાદાના વારાથી ચાલી આવતી સફળ શેઢાઇથી ગુજરાતમાં તેમના નામ પર ફૂલ મુકાતાં. શેઠ પ્રેમચંદ રાયચંદની સખાવતા ને દિલાવરીની કથા ઘેરઘેર ગવાતી. તે આજે સે સેા શેડીઆની સખાવત જે નથી કરી શકતી, તે એકની સખાવતે કરી શકતી.
ગુજરાતમાં વસતા જૈનેામાં શ્વેતાંબર ને સ્થાનકવાસીના ભેદ ઉનાળે સૂકાઇ ગયેલા ઝરણુ જેવા હતા. સ્થાનકવાસીની કન્યા મૂર્તિપૂજકને ત્યાં જતી ને મૂર્તિપૂજકની કન્યા સ્થાનક વાસીને વરતી, નેકારશી એમાં એક જ નેતરાં અપાતાં. જમણમાં, વરઘેાડામાં ને લગ્નમાં સહુ
સાથે રહેતા.
યતિવગ સ્વય' ઉપજાવેલા શથિલાચારની ગતમાં ઊંડે ઊતરી રહ્યો હતો. સહેજે સન્માન પામતી સાધુતાને તેએ વર્ષોથી સ્વયં સિદ્ધ શાસનની કઠેારતાથી કચડવા માગતા હતા. શ્રીપૂજ જનસમાજના બેતાજ બાદશાહ, ગમે તેવા ધમી સાધુ એના સામૈયામાં હાજર રહે. ન રહે તે શ્રીપૂજના ડડેબાજ ઉપાસકા ટાલકું પણ તેડી નાખે. હાજર રહીને ક્રમમાં રૂમાલ ધરે. શ્રાવકે માથે પણ અવનવા કર વેરા.
ગરવા ગુજરાત ધર્મને નામે આ શાસન ન સદ્ય લાગે તેય સહી લેતા. એ વેળા અચાનક શ્રીપૂર્જાની સત્તા સામે બળવે થયા. કેટલાક પામી સાધુઓ-મૂળ સ્થાનકવાસી પણ સ્વેચ્છાથી મંદિરમાગી થયેલા સાધુએ ગુજરાતમાં ઊતરી આવ્યા. આ સાધુઓએ સ્વકમ -ધથી આ શિથિલાચાર સામે મેારચા માંડયા, એમણે હાકલ દીધી. સાધુથી ભરપૂર ગુજરાત જાગી ગયા,
આ સાધુએમાં ઉચ્ચ સાધુતાના, મહાન્ ત્યાગના આદેસમા શ્રી નેમિસાગરજી મહારાજ, શ્રી રવિસાગરજી મહારાજ, શ્રી બુટેરાયજી મહારાજ ને તેમના બે પુણ્યશ્લોક શિષ્યા શ્રી મુલચંદજી મહારાજ ને શ્રી વૃધ્ધિચંદ્રજી મહારાજ પાતાની નવર’ગી પ્રભાથી સમાજને આંજી રહ્યા. નવસાધુતાનાં સન્માન, તપ-ત્યાગ અને શુધ્ધિના પાયા એમણે મજબૂત કર્યા. યતિઓની નાગચુડ હળવી પડવા માંડી.
* વિલ્સન, લાસન ને વેબર માનતા કે બૌદ્ધમાંથી જૈતધમ નીકળ્યા. કાલબુક માનતા કે જનમાંથી બૌદ્ધ ધર્મ' આવ્યા. ઇ. સ. ૧૮૭૯ માં !. યાકાળીએ જૈનધમ ને સ્વતંત્ર ધર્મ તરીકે સિધ્ધ કર્યાં.
For Private And Personal Use Only