________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ
સુરેન્દ્રનાથ બેનરજી નામના એક મહાન દેશભકતને શાહી નેકરીમાંથી છૂટા કરવામાં આવે છે, અને દેશ, એમની વાચસ્પતિ જેવી વ્યાખ્યાન-ધારાથી સળવળી ઊઠે છે. લૉર્ડ લિટનને કડક રાજઅમલ ચકમકની ગરજ સારે છે.
આજની મહાન રાષ્ટ્રીય મહાસભાને હજી જન્મ લેવાને દશકાની વેળ હતી. પણ પ્રજાને આત્મભાન ને સંગઠન આવશ્યક લાગ્યાં હતાં. દેશને જગાડનાર દાદાભાઈ નવરેજી નવ વર્ષના હતા, ને અજેય યોધ્ધા તિલક મહારાજ અઢાર વર્ષની યુવાનીમાં આવી ઊભા હતા.
જ્યારે કબા ગાંધીના મહાન પુત્ર પાંચ વર્ષના પિોરબંદરમાં રમતા હતા. ને પં. જવાહરલાલને જન્મવાને દોઢ દશકાની રાહ હતી.
રાજકીય વાતાવરણ આમ સતેજ થતું જતું હતું, ત્યારે ધાર્મિક વાતાવરણમાં પણ ક્રાંતિના પડઘા પડતા હતા. જૂના રિવાજે ને ક્રિયાકાંડોમાં ખોવાઈ ગયેલી પ્રજા નવજીવન માગતી હતી. ધમને રાષ્ટ્રીય પુનરુત્થાનમાં અપ્રતિમ બળ લેખનારાઓએ જૂના ચીલા ચાતરવા શરૂ કર્યા હતા. ધર્મમાં પણ કાયદાને સ્થાન મળતું જતું હતું. અંધ શ્રદ્ધા ને અંધ રૂઢિઓનાં બંધન કાયદાથી તેડવામાં શ્રદ્ધા ધરાવનારો વર્ગ પ્રબલ થતો હતો. રાજા રામમોહનરાયને બ્રહ્મસમાજ તે દશક જૂનો થયો હતો. એના ચીલે સાધારણ બ્રહ્મોસમાજ આવ્યું હતા, ત્યાં મહારાષ્ટ્રમાં શ્રી રાનડેએ પ્રાર્થના સમાજના પાયા નાખ્યા હતા.
આ વેળા ઉત્તર અને દક્ષિણમાં બીજા બે મોટા પ્રવાહ અસ્તિત્વમાં આવ્યા, ઉત્તરમાં આર્યસમાજ ને દક્ષિણમાં થીઓસોફી. આ બંને ધર્મો નાસ્તિકતાના પ્રવેશ સામે જબરદસ્ત વિરોધમાં હતા.
આ પ્રવાહની ગતિથી બીજા ધર્મો પણ કંઈક વેગવંત બન્યા હતા. સમાન ભાવ, રાષ્ટ્રભાવના રંગો એના પર ચઢતા જતા હતા આ વેળા જૈન સમાજ પણ ગતિના આંચકા અનુભવી રહ્યો હતો. એના જગતશેઠેએ, એના દાનવીરોએ, એના નગરશેઠાએ સમાજનું લક્ષ ઠીકઠીક આર્કપ્યું હતું. બે ચાર વિદ્વાન ને ગણ્યાગાંઠયા પ્રતાપી સાધુઓએ જેનેની ભૂતકાલીન ભવ્યતાને જાગ્રત કરવા કમર કસી હતી, પણ અંધકાર એટલે ઘેરાયેલ હતો કે જૈન એ સ્વતંત્ર ધર્મ કે શાખા ધર્મ? એ પ્રશ્ન સ્વાભાવિક બની જતા.
પુરાવાઓ અનેક હતા પણ અપ્રગટ ભંડારો પર અર્થોપજીવી યતિઓના કાબૂ હતા. એંશીથી નેવુની સંખ્યાના શ્રમણ સાધુઓના અવાજ તુંબડીમાંના કાંકરા બરાબર હતા.
| દાનથી, સેવાથી, વ્યાપારી કુશળતાથી જેનો વધુ ને વધુ જાહેરમાં આવતા હતા, જેના વિદ્વાને સમાજનું લક્ષ વિશેષ ખેંચતા ગયા એમ એમ “જૈન સ્વતંત્ર ધર્મ કે શાખા ધર્મ ?” પ્રશ્ન વધુ ચકડોળે ચડયે, અને ચકડોળે ચડેલાં વિદ્વાનેનાં ચિત્ત કંઈ કંઈ નવા ચમકાર દાખવવા લાગ્યા. કોઈ એને ખ્રિસ્તી ધર્મની શાખા ગણવા લાગ્યા. કેઈ એને યહુદી જાદુગર,
મન દેવ જનુસની સંતાન તે જૈન! અને પેલેસ્ટાઈન એ પાલીતાણા-જૈન યહુદીઓનું તીર્થસ્થાન, એમ નિશ્ચિત કરવા લાગ્યા.
For Private And Personal Use Only