SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ઠ આચા નહાતી. શ્રીયુટેરાયજી, શ્રી મૂલચદજી ને શ્રી વૃદ્ધિચદ્ર જેવી સાધુ પુ'ગવાની ત્રિપુટી જૈન સમાજનાં સકાનાં ઘારણેા સામે નવી પ્રભા દાખવી રહી હતી. અને સેા સેા વર્ષોંથી અલેપ થયેલ આચાર્ય પદના ધારક પ્રતાપી શ્રી વિજયાનંદસૂરિજી જ્યારે પ્રકાશની પહેલી લાલિમાનાં પ્રથમ દર્શન કરતા હતા, ત્યારે— સ'સારમાં સદા બનતુ' આવ્યું છે તેમ, ગામડા ગામના એક માટીના જૂના ઘરમાં વીરના સાચેા સેવક, સમ સાધુપરંપરાના એક શ્રમણ, શ્રી સિધ્ધસેન ને શ્રી હરિભદ્રના અનુયાયી, હેમચંદ્ર ને હીરવિજયજીના પૂજારી, ઉપાધ્યાય યÀાવિજયજીના અદ્ભુત ઉપાસક, આનંદઘન જેવા ચેગીત્રના આકાંક્ષી, ૫. વીરવિજયજી જેવી સૂરાવલિઓના સાધકના જન્મ યેા. ચરિત્રનાયકના જન્મ-કાળ ભારતના જાગરણ કાળ હતા. અઢારસે સત્તાવનમાં છુદાઈ ગયેલી પ્રજાને હવે કળ વળતી હતી. મહત્ત્વાકાંક્ષી અંગ્રેજી રાજ્ય પણ એક પચ્ચીસીનું પુનર્જીવન પામી ચૂકયુ હતુ. અને રાજપદના વૈભવી આડંબરામાં દેવીશ્રદ્ધા ધરાવનારી આર્યાવર્તની પ્રજા માટે દિલ્હી દરખાર ભરવાની વિચારણા વાતાવરણમાં ઘાળાઈ રહી હતી. શહેનશાહી તાજને ફરી ઉજ્જવલ કરવા જગતના નામાંકિત ઝવેરીઓ ને હીરાજડા એમાં અવનવા હીરા, માણેક, ઇંદ્રનીલ ને પન્ના મઢવામાં મશગુલ હતા. છાપખાનાં આવ્યાં હતાં ને વર્તમાનપત્રો શરૂ થઈ ચૂકયાં હતાં. સૈકાઓનાં ઘેન જાણે પશ્ચિમી પ્રકાશથી તૂટતાં હતાં. બ્રિટિશ રાજ્ય વિધિના એક મંગલ નિર્માણુ તરીકે આદર પામી રહ્યુ હતું. પૂર્વની ઉષાના પૂજનથી કંટાળેલી પ્રજા હાંશથી પશ્ચિમી પ્રકાશને વધાવી રહી હતી. સંસ્કાર, સસ્કૃતિ, શિક્ષણ, શિષ્ટાચાર, સહકાર, સહચાર, તમામ ભાવનાઓમાં પરિવર્તનના પડઘા ગાજતા હતા. ‘અગનનેા ઘેાડા’ હિંદની ભૂમિને ખુદી રહ્યો હતેા. ગુજરાતમાં ખારાઘેાડાના અગરા ને વિરમગામની ભાગેાળ એ જોઇ આવ્યેા હતેા. વઢવાણુથી ભાવનગર ને અમદાવાદથી આબુના માગે એની ઘેાડદોડ માટે પાટા પડી રહ્યા હતા. સૂરત ને મુંબઇના બદરે સમુદ્રની મહારાણી જેવી સ્ટીમ હિલેાળા લઈ રહી હતી. ને સાત સાત હજાર સમુદ્રપારથી આવેલી પ્રજાને આ અગ્નિદેવ હજાર હાથવાળી બનાવી રહ્યો હતા. આ જાગરણની અસરો ધૂડી નિશાળ સુધી પહેાંચી હતી. વાટકી બાજરીના વિનિમયમાં ભણાવતા મહેતા હવે સરકારી સિકકાઓથી કેળવણીને મૂલવતા હતા. એણે ઘેરબંધ ચાબૂક મૂકી દીધા હતા ને નેતરની સોટી ધારણ કરી હતી. લાકડાની પાટી પર હવે વતરણાં ઘસાતાં હતાં. પણ આ તે ગામડા ગામની વાત. શહેરમાં તે રાજા રામÀાહનરાય ને લોડ' મેકલેએ પ્રચલિત કરેલી કેળવણીને આવ્યે બે પચીસી વીતી ગઇ હતી ને ભારતવર્ષોંમાં ત્રણ ત્રણ યુનિવર્સિટીએ સ્થપાઇ ચૂકી હતી. આ કેળવણીમાંથી જ એકાએક નવા તીખારા ઝમકી ઊઠે છે, આજ કાળમાં સર For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy