________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું અને મરવાથી શું? મનુષ્યમાત્રને સ્વજનની અને સ્વજન્મભૂમિ બન્ને સ્વર્ગથકી પણ પ્યારી હોય છે. “ જ્ઞાન ઝરમણૂમિગ્ન દવા કરીશ.”
“જન્મભૂમિનો દ્રોહ ન કરવો જોઈએ. ઇદ્રની પદવી મળે તો પણ જન્મભૂમિને દ્રોહ ન કરવો જોઈએ. કેઈ મસ્તકને ઉડાવી નાખે તે પણ, સ્વદેશ-જન્મભૂમિને જ્યારે દ્રોહ કરશે નહિ અને પરદેશીઓનો દ્વેષ કરશે નહિ ત્યારે તેઓ સર્વ શક્તિઓને એકઠી કરી તેનો સદુપયોગ કરી આર્યદેશની પ્રખ્યાતિને વિશ્વવ્યાપક કરી શકશે.”
(પૃ. ૨૪) હે આર્ય ભારત ! અન્ય પર વિશ્વાસ રાખી રહે નહિ. અન્ય દેશોનો પિતાના પર અન્યાય-જુલમ થાય, તેનો વિચાર કર. હજારો ગાઉથી અન્યદેશીઓ આવીને કઈ દેશનું રાજ્ય કરે એ કંઈ પરમાર્થ માટે હોઈ શકે નહિ....સર્વ દેશીય મનુષ્યો સ્વસ્વદેશહિતાર્થે સ્વસ્વરાજ્ય-સ્વાતંત્ર્ય ઈચ્છે તે ન્યાય છે. તેમાં તે કંઈ અન્ય દેશીય પ્રજાનો દ્રોહ-દ્વેષ કરતા નથી. ઈ ડૅડ પર માનો કે અન્ય પ્રજા આક્રમણ કરે અને ઈગ્લેંડને પરતંત્ર બનાવી તેનું સર્વ કંઈ ચૂસી લે, તે વખતે ઈગ્લેંડના લાકે ભૂખે મરે, દુ:ખી થાય તેથી ઈગ્લેંડના લોકો, સ્વદેશ-સ્વરાજ્ય સંપાદન કરવા માટે અન્ય રાજ્યની સાથે અસહકાર કરે, બંધનથી મુક્ત થવા અનેક ઉપાયો કરે, તેથી કંઈ ઇલેંડની પ્રજા રાજદ્રોહી ઠરે નહિ, અમેરિકાએ સ્વરાજ પ્રાપ્ત કરવા સ્વબળથી પોતાનું રક્ષણ કર્યું તેમાં કંઈ રાજદ્રોહ કહેવાય નહિ, તેમ ભારતના સ્વરાજ્ય માટે હિંદીઓ ન્યાયપૂર્વક સ્વરાજ્ય હિલચાલ કરે તેમાં રાજદ્રોહ નથી પરંતુ સ્વદેશભક્તિ કહેવાય.
બ્રિટિશોએ હિંદ પર રાજ્ય કરવું હોય તે ઇંગ્લેંડના લોકોના સરખા હિંદીઓને સમાનતાના હકક આપવા જોઈએ. ડાબી અને જમણી આંખની પેઠે, બન્ને દેશ પર એકસરખી કાયદાની પદ્ધતિવ્યવસ્થા હોય તોજ તેઓ હિંદને પ્રેમથી પિતાના બંધુ તરીકે ઐક્યની ગ્રંથિએ જોડી શકશે. હિંદીઓએ પ્રથમ સંપ અને વયવસ્થિત બળથી એક્ય સાધવું જોઈએ.”
(પૃ. ૩૦ ) ભાષાની મનહરતા, તીખાશ અને ઉશ્કેરી મૂકવાની શકિત છતાં દલીલને પ્રવાહ અને માતૃભૂમિનો અજબ પ્રેમ જોતાં જાણે કઈ પુખ્ત વિચારવાન રાજનૈતિક પુરુષ બેલતા હોય તેવું લાગે છે. ઘડીભર કેઈને પ્રશ્ન થાય કે “ આ તે યોગીના શબ્દ કે રાજયોગીના ? કે પછી ગેધર કૃષ્ણ હતાશ થઈ બેઠેલા ભારતરૂપી અજુનને કુરૂક્ષેત્રના રણાંગણે આમ ઉપદેશે છે ? |
हतो वा प्रात्यसि स्वर्ग, जित्वा वा मोक्ष्यसे महोम ।
तस्मादुत्तिष्ठ कौंतेय, युद्धाय कृतनिश्चयः ॥ ભાવાર્થ –મૃત્યુથી તને સ્વર્ગ પ્રાપ્તિ થશે, અને જીતવાથી તું પૃથ્વીનો ભક્તા થઈશ, માટે હે કૌતેય ! યુધન નિશ્ચય કરીને ઊભે થા. (ભગવદ્ગીતા.)
For Private And Personal Use Only