________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ રચિત ગ્રંથની ક્રમવાર સાહિત્ય સમાચના
અધ્યાત્મ યોગ તત્વચિન્તન ધર્મ સબોધ ભજન સમાજસેવા રાષ્ટ્રપ્રેમ અને માનવો ધાર ઉપર ચારિત્રનાયકે વિપુલ સાહિત્યસર્જન કર્યું છે-શ્રી. અ. સા. પ્ર. મંડળે પ્રકટ કરેલા-(તેમના સ્વર્ગગમન બાદ પણ) ૧૧૩ ગ્રંથની સમિક્ષા કરતાં સર્જનન કાળકેમ ન સાચવીએ તો ચાલશે. લખાયાનો અને મુદ્રણ થયાને કાળ કવચિત્ અંતર પાડે છે છતાં આપણે તો બધાં જ પુસ્તકોનું સંક્ષિપ્ત સમીક્ષાકરણ કરીશું. આમાં શ્રીમદ્ના સ્વતંત્ર ગુજરાતી અને સંસ્કૃત ગ્રંથ છે. ઉપરાંત અન્ય રચયિતા મહાપંડિતોના સર્વમાન્ય ગ્રંથ ઉપર ટીકાઓ તેમજ અપ્રગટ ગ્રંથોનું પ્રકટીકરણ, જે તેમણે કરેલ છે કે કરાવેલ છે, તે પણ તેમાં સમાઈ જશે.
શ્રીમદ્દના સમગ્ર સાહિત્યસર્જનને આઠ વિભાગોમાં જે વહેંચવામાં આવે તો તે આ પ્રમાણે વહેંચી શકાય.
૧ તત્ત્વજ્ઞાન તથા અધ્યાત્મજ્ઞાન-૨ ઈતિહાસ. ૩ વિવેચન-ભાષાતર. ૪ જીવનચરિત્ર. પ પત્રો નેધો. ૬ ધર્મ નીતિ–બોધ, ૭ કાવ્યો ભજનો-ખંડકાવ્ય. ૮ સંસ્કૃત ગ્રંથો,
આમ લગભગ ૧૧૫ ગ્રંથો જુદી જુદી-સંસ્કૃત–માગધી-ગુજરાતી-હિન્દી ભાષાઓમાં જુદા જુદા વિષય પર લગભગ ડેમી આઠ પેજ ૨૦૦૦૦-પૃષ્ટનું સરળ છતાં નક્કર ભાવવાહી છતાં ચાનક આપનાર સાહિત્ય શ્રીમદે જૈન અને જનેતર સમાજને સંપ્યું છે. તેમાંના કેટલાક ગ્રંથની છ-છ ચાર ચાર અને બબે ત્રણ ત્રણ આવૃત્તિઓ થઈ છે. તે ગ્રંથોના પ્રકાશન માટે કદી કોઈની પાસે નાણાં માગવાં પડયાં નથી અને નાણું તો આવે જ જતું-અને મંડળ તે ગ્રંથ પ્રસિદ્ધ કરે જ જતું. આ સર્વ ગ્રંથોની યથામતિ સમિક્ષા આ સાથેનાં પૃષ્ઠોમાં કરી છે, જેથી વાંચકોને ચારિત્રનાયકના ગ્રંથાલેખનના સામર્થ્યનું ભાન થશે.
શ્રીમનું સાહિત્યસર્જન
વર્ગીકરણ ૧ તત્વજ્ઞાન અધ્યાત્મજ્ઞાન. ૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. ૨ સમાધિશતક. ૩ અનુભવપંચવિશતી. ૪ આત્મપ્રદી૫ ગ્રંથ. ૫ પરમાત્મદર્શન. ૬ પરમાત્માતિ. ૭ તત્વજ્ઞાન
For Private And Personal Use Only