________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
તેમનો ચતુર્થ ગુણ સર્જકશક્તિનો છે. તેમના લખાણમાં સ્થળે સ્થળે નવીનતા નજરે પડે છે. ખંડનાત્મક કરતાં વર્ણનાત્મક દૃષ્ટિ તરફ તમણે વિશેષ ચિત્ત પરોવ્યું છે. કવચિત ખંડનાત્મક પ્રવચન કરવું પડયું હશે, પણ ત્યાં રચનાત્મક અને સક્રિય ઉપાયો રજુ કરતાં તેઓ નથી ચૂકયા. બાકી માત્ર ધાર્મિક ઉપદેશ આપવામાં જ તેઓ કૃતકૃત્યતા નથી સમજ્યા. વ્યવહારકુશળતા કેળવવા પણ તેમણે પુષ્કળ બોધ કર્યો છે.
તેમના લખાણનો માટે ગુણ તેમની અસર કરવાની શક્તિમાં રહેલો છે. સત્ય અને સ્પષ્ટ વચનો, અને તેની પાછળ રહેલે સહુદય સ્વાનુભવ તેમના ગદ્યને અસરકારક બનાવી ગયો છે. ઉચ્ચારણ જેવું આચરણ હોવાથી તેઓ ધારી અસર ઉપજાવવામાં સફળ નીવડયા છે.
તેમના આ અને બીજા અનેક ગુણ સાથે કેટલાક દેશો પણ જડી આવશે. તેનું ચગ્ય નિદર્શન કર્યા સિવાય અવકન સંપૂર્ણ નજ ગણાય.
તેમણે લખાણને રસિક બનાવવા પૂરતો પ્રયત્ન સેવ્યો હોવા છતાં તત્ત્વજ્ઞાનના વિષયને લીધે, ક્યાંક શુષ્કતાની ઝાંખી થાય છે. તત્ત્વની વાતથી દૂર જતાં, તેમનામાં માધુર્ય અને પ્રાસાદિકતા આવે છે. વળી શ્રીમદે ભાષા કરતાં વિચારો પર વધારે ધ્યાન આપ્યું હોય તેમ લાગે છે. વાયરચના સુબદ્ધ અને સરળ ચાલી જાય છે, તો કયાંક શિથિલ લાગે છે. ભાષા શુદ્ધ છે. હાસ્યરસ તેમનાથી દૂર રહ્યો છે. વળી પદ્ય કરતાં ગદ્યમાં કયાંક કયાંક સાંપ્રદાયિકતાના ચમકારા ચમકે છે.
શ્રીમની પ્રસ્તાવનાઓ ઘણી લાંબી હોય છે, આધુનિક નાટકકારો જેમ સંવાદ કરતાં સમજુતીમાં વધુ સ્થાન રોકે છે, તેમ શ્રીમની પ્રસ્તાવના કે નિવેદન લાંબા લાગે છે. દાખલા તરીકે “આનંદઘન પદ સંગ્રહ ભાવાર્થ”નું નિવેદન ૧૪૪ પૃષ્ઠ રેકે છે, જ્યારે તે ગ્રંથ આઠસેથી વધારે પાનાનો છે. “કમગની પ્રસ્તાવનાએ ૪૫ પૃષ્ટ રોક્યાં છે, જ્યારે તે એક હજાર ઉપર પૃષ્ઠનો છે. ‘ભજનપદ સંગ્રહ ભા. ૮”નું નિવેદન ૧૪૪ પૃષ્ઠ રેકે છે, જ્યારે તે ગ્રંથ સાડાઆઠસો પૃષ્ઠને છે. શ્રીમદ્ એકંદરે મહાભારત (Voluminous) લેખક છે. તેમને આ ગુણ યા દોષ તેમની પ્રસ્તાવનામાં પણ ગુપ્ત નથી રહેતું.
તેમના ગદ્યની આ ત્રુટિઓ બાદ કરતાં એકંદર રીતે તેમનું લખાણ ઊંચી કોટિનું કહી શકાય. ભાષાશુદ્ધિ, અર્થગૌરવ વગેરેથી તેમનું લખાણ શુંગારાયું છે. તેમના પ્રૌઢ લખાણના ટૂંકા નમૂના આપી વિવેચન પૂર્ણ કરીશું.
ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, એ બેનું સંરક્ષણ કરનાર અને એ બેને ખીલવીને વિશ્વનું પોષણ કરનાર વૈશ્ય વર્ગ જેટલા પ્રમાણમાં ઉન્નતિ પર હોય છે તેટલા પ્રમાણમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને શુદ્ર વર્ણ પણ ઉન્નતિપર હોય છે. દેશ અને પરદેશની સાથે કર્યાવિક્રય કરીને દેશને ધન અને હુનર કળા વડે આબાદ બનાવીને, ધર્મની બાહ્ય સ્થિતિના ધર્મ વૃદ્ધિ. કારક વ્યાપારને વૈશ્ય વગ ખીલવી શકે છે, જે દેશમાં અને જે ધર્મમાં વૈશ્ય વગની પડતી
For Private And Personal Use Only