________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમર્થ સમાચના કરવામાં આવી છે.
આ સિવાય શ્રીમદ્દના અપ્રસિદ્ધ ગદ્યપદ્ય સાહિત્યને સમુદાય પણ વિશાળ છે. અધ્યાત્મ મહાવીર-એક અપ્રકટ પણ અદ્ભુત ગ્રંથ, આદિ કેટલાય ગ્રંથ, પત્રો, તેમ જ પિતે સ્વહસ્તે લખેલ આત્મકથા હજી તે પ્રગટ થયાં બાકી છે.
શ્રીમદુના સર્વ ગ્રંથોનું અવલોકન કરવા જતાં મોટો ગ્રંથ ભરાય. તેમ કરવાનો અત્રે હેતુ નથી. અંગુલિનિર્દેશ કરવાનો પ્રયત્ન છે. તેમના ગદ્યનાં સામાન્ય લક્ષણે હવે સંક્ષિપ્તમાં જોઈએ.
(૯) શ્રીમદ્ ગદ્યના સામાન્ય ગુણદોષ.
આગળ કહી ગયો છું તેમ, શ્રીમની કાવ્યપ્રતિષ્ઠાએ એમની ગદ્યપ્રતિષ્ઠાને કંઈક અંશે આવરી લીધી છે. તેમના પદ્યમાં ગદ્ય કરતાં કલાના અંશે વધારે છે, છતાં તેમનું જે પ્રતિબિંબ કાવ્યમાં પડ્યું છે તે જ ગદ્યમાં અવલોકી શકાય છે. આથી ગદ્યમાં તેમની આત્મછાયા શોધવાનો પ્રયત્ન નહિ કરીએ.
શ્રીમના ગદ્યને મુખ્ય ગુણ સરળતા છે. સહેલાઇથી વાંચક કેમ સમજી શકે એ તેમનો હેતુ રહેલો છે. સંસ્કૃત શબ્દ ખીચોખીચ ભરવાને બદલે, તેમણે સરળ અને ઘરગથ્થુ શબ્દપ્રયોગ વાપર્યા છે. તેમ છતાં ભાષાની પ્રૌઢતા બરાબર સચવાઈ છે. ગુજરાતી ભાષા પર તેમનો અજબ કાબુ હતો. તેની કોઇથી ના પાડી શકાશે નહિ પણ વિષયની શુષ્કતાએ તેમના લખાણને કઈ સ્થળે નીરસ કર્યું હોય, એ અસંભવિત નથી.
બીજો પ્રધાન ગુણ શ્રીમની વર્ણનશકિત, જે વસ્તુનું વર્ણન કરવા બેસશે તેના પર પૃષ્ઠનાં પૃષ્ઠ ભરી કાઢશે. સૂક્રમમાં સૂમ બાબત પણ તેમની નજરથી દૂર નહિ જાય. જે વિષય પ્રત્યે તેઓ લખવા બેસે છે તેની દરેકે દરેક બાજુ તપાસી તેઓ લખાણ કરે છે. દલીલ પર દલીલ અને દાખલા પર દાખલા આપી, વિષયને સહેલે બનાવવા તરફ તેમનું વલણ છે. તત્ત્વજ્ઞાનના વિષયનું કાઠિન્ય પિતે સમજતા હોવાથી પિતાની સર્વ શકિત ખરચી, તેને સામાન્ય બુદ્ધિગ્રાહ્ય બનાવો, એ તેમનું લક્ષ્ય છે.
તેમના ગદ્યમાં આગળ પડતો ત્રીજો ગુણ વાદશકિતનો છે. સ્વમતનું સમર્થન કે પરમતનું ખંડન કરવામાં તેમની શકિત અલૌકિક છે. એક વકીલને છાજતી દલીલો અને ઉપદેશકને છાજતાં દષ્ટાંતો આપી તેઓ સામાના હૃદયમાં પોતાનું લખાણ ઠસાવી દે છે. તેમને ન્યાય અને તર્કને અભ્યાસ ઊંડો હતો. આથી તેમના વિચારોમાં સંગીનતા, દલીલેમાં સચોટતા, અને દાખલાઓમાં પ્રસંગાવધાન દષ્ટિએ પડે છે. જૈન અને ખ્રિસ્તી ધર્મને મુકાબલો તથા લાલા લજપતરાય ને જૈન ધમ, આ બે પુસ્તકોમાં તેમની આ શકિતને સંચય પ્રધાનપણે થએલે છે. અલબત્ત તેમનું અન્ય લખાણ પણ તેમની આ શકિતને પુષ્ટિકર્તા જ છે.
For Private And Personal Use Only