________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
પર
પ્રેમ, રપાદિ ગુણો તેમનામાં સુંદર રીતે ઓતપ્રોત થએલા હતા. તેમણે લખેલાં ચરિત્ર ઉત્તમ પંકિતનાં છે, એમ કહ્યા સિવાય ચાલશે નહિ. ઉપર્યુક્ત જીવનચરિત્રો ઉપરાંત કેટલાક ગૃહસ્થોનાં ટુંક ચરિત્રો આલેખી શ્રીમદે પિતાનો ગુણાનુરાગ પ્રદર્શિત કર્યો છે. પોતાનાં પુસ્તકો બીજા આચાર્યો તથા શ્રાવકૅને અર્પણપત્રિકા રૂપે અર્પણ કર્યા છે. પિતે ત્યાગી છતાં ગૃહસ્થનાં ચરિત્ર દોરતાં કે ગૃહસ્થને ગ્રંથાર્પણ કરતા તેઓ નથી અચકાયા કે નથી શરમાયા. ગુણો પ્રતિ સહજભાવે આકર્ષાઈ તેમણે જીવનનિરૂપણ અને ગ્રંથાર્પણ કર્યા છે. (૫) પડ્યો છે.
શ્રીમદના વિરાટ સાહિત્યની સાથે સાથે તેમની નૈને, મનનોનો અને પત્રોનો સમુદાય અતિ વિશાળ છે. શરૂઆતથી જ વિચારે અને બનાવની નોંધ કરવા તેઓ ટેવાયેલા અને આગ્રહી હતા. તેમના હૃદયની ભાવનાઓ, આકાંક્ષાઓ, લાગણીઓ, અને ઊર્મિ એ તેમની ડાયરીઓમાંથી સમજાય છે તેટલી સ્પષ્ટ બીજા કશામાંથી સમજાતી નથી. તેમના ગુપ્તમાં ગુપ્ત મનોરથ આમાં દર્શાવ્યા છે. તેમના જીવન પર પ્રકાશ નાખે એવી ઘણી બાબતે તેમાં સમાયેલી છે. વિચારોની સાથે તેમની આત્મસંશાધનવૃત્તિ અજબ છે. માનસિક યુદ્ધોનો પૂરો ચિતાર તેમાં આપવામાં આવે છે. મનનપૂર્વકના કેટલાય સુંદર વિચારે તેમાં સંગ્રહાયેલા છે. | નેધ ઉપરાંત તેમના અસંખ્ય પત્રો બોધ અને ઉપદેશથી ભરપૂર છે. જુદા જુદા મનુષ્યના માનસ પ્રમાણે જુદી જુદી અપેક્ષાથી ભિન્ન ભિન્ન વ્યકિતઓને લખાયેલા આ પત્રો બુદ્ધિવૈભવ અને જ્ઞાન સમૃદ્ધિના નમૂનારૂપ છે. કેટલાંક પત્રોમાં નર્યું તત્ત્વજ્ઞાન ભર્યું છે, કેટલાકમાં નીતિનાં સુંદર સૂત્ર ગૂંથાયેલાં છે, તો કેટલાકમાં હૃદયના ભાવો વ્યકત કરેલા છે. તેમના આખા સાહિત્યમાં આ મનનો અને પત્રો ખાસ ભાત પાડે છે. “પત્રસદુપદેશ” ના ત્રણ ભાગમાં બધે સંગ્રહ પ્રસિદ્ધ થયો છે. (૬) ધર્મ, નીતિ, વગેરે.
બાકી રહ્યાં તેમનાં નીતિનાં, ધર્મનાં અને સમાજસુધારાનાં પુસ્તક. જનસમાજને ઉપદેશવા શ્રીમદે આ જાતનાં સંખ્યાબંધ પુસ્તકે રહ્યાં છે. સર્વેમાં મોખરે ઉભે તે પૈકી ચિંતામણી ” અને “વચનામૃત.” તેમાં ઉપદેશ ખૂબ રસભરી રીતે રજુ કરવામાં આવ્યું છે. છતાં તીર્થની મહત્તા સમજાવતું “તીર્થયાત્રાનું વિમાન', શ્રાવક અને શિષ્યોનાં કર્તવ્યનું ભાન કરાવતા “ શ્રાવક ધર્મ સ્વરૂપ ” ભા. ૧-૨, “જેનોપનિષદ્ ” તેમ જ નામ પ્રમાણે ગુણ ધરાવતા કન્યાવિક્રયદોષ, ” “ સત્ય સ્વરૂપ,’ ‘ પ્રજા સમાજ કલ્થ ગ્રંથ’ અને ‘ વર્તમાન કાળ સુધારો” કોઈ રીતે નૈતિક ધમાં ઊતરે તેવા નથી. આ સિવાય તેમના અનેક ગ્રંથ છે; પણ અહીં તો મુખ્ય મુખ્યનાં જ નામો ગણાવ્યાં છે; નિબંધોને સુંદર સંગ્રહ “ગુરુબોધ'માં આપવામાં આવ્યો છે. વડોદરાની સાહિત્ય પરિષદમાં વંચાયેલો તેમનો “શ્રી યશોવિજયજી નિબંધ” તેમના સાહિત્યશેખનું જવલંત દૃષ્ટાંત છે. તેમાં શ્રી યશોવિજયજીના ગ્રંથોની
For Private And Personal Use Only