________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પી
ણમાં સચોટતા સાથે ચોકસાઈ આવી છે. કુમબદ્ધ લખાણ લખવામાં તેમણે કૌશલ્ય બતાવ્યું છે. ઝીણી સંશોધક બુદ્ધિ તથા વિગતોનો પ્રેમ સ્થળે સ્થળે ઊભરાય છે. તેમણે કોઈ રાજ્ય કે દેશનો ઇતિહાસ લખ્યો નથી, છતાં તેમના ઇતિહાસમાં કોઈ રાજ્ય કે દેશ બાકી રહેતાં નથી, અને પ્રાચીન ઇતિહાસને ઉકેલવાનાં ઘણાં સાધને ભેગાં કરી ગુજરાતના આ અ૬૫ સાહિત્યને વધુ ભંડોળવાળું અને વિશાળ બનાવ્યું છે. (૩) વિવેચન, ભાષાંતર
શ્રીમદે જેમ મૌલિક પુસ્તકો લખ્યાં છે તેમ ભૂતપૂર્વ મહાત્માઓની પ્રસાદી ચખાડવાના હેતુથી કેટલાંક પરરચિત સંસ્કૃત, ગુજરાતી પુસ્તકનું વિવેચન તેમજ ભાષાંતર ગુર્જરગિરામાં કર્યું છે. શ્રી આનંદઘનજીનું નામ અલૌકિક, મસ્ત, આધ્યાત્મિક પુરુષ તરીકે જાણીતું છે. તેમનાં ગહન પદો પર વિદ્વત્તા ભર્યું વિવેચન લખી ( આશરે હજાર પૃષ્ઠ ) ગુજરાતી ભાષામાં એક અમૂલ્ય ગ્રંથનો ઉમેરો કર્યો છે. તે સિવાય “અનુભવ પચીશી, ” સમાધિશતક' આદિ ગ્રંથોને સ્વભાષામાં ઉતારવામાં તેમણે અથાગ મહેનત લીધી છે. જ્યાં જ્યાં સારૂં દેખાય ત્યાં ત્યાંથી ગ્રહણ કરવું અને જનતાને આપવું, એ તેમને મુદ્રાલેખ હતો. ‘ઈશાવાસ્યોપનિષદ્'નું જૈન દષ્ટિએ ભાષાંતર કરી તેમણે જૈન અને વેદ ધર્મે કથેલી એક્તાનું ભાન કરાવ્યું છે. ભલે ધર્મો જુદા ગણાતા હોય, પણ તત્ત્વ તો બન્નેમાં સરખું જ છે. મહાપુરુષે કોઈ પણ સંપ્રદાયના લખાણને સત્ય સ્વરૂપે સમજી નકામા ઝઘડામાં પડતા નથી. ઉલટું અન્યનું સાચું-સત્ય અંગીકાર કરવામાં તેમને આનંદ પડે છે. મનુષ્ય સત્ય ગ્રહણ કરવાની બુદ્ધિએ જુએ તો કોઈ પણ વસ્તુ વિરોધી નહિ લાગે. સર્વમાં તેને તો સમાનતા ને એકરૂપતા જણાશે. જગત આ દષ્ટિએ જોતાં શીખે તો કેટલાં વેરઝેર, અને ધર્મને નામે થતા–તેને કલંકિત કરે તેવા ઝઘડા શાંત થઈ જાય ? (૪) જીવનચરિત્રો
જીવનચરિત્રો દ્વારા પણ શ્રીમદે સાહિત્યસેવા ને લોકસેવા બજાવી છે. તેમના ગુરુ સુખસાગરજી, ગુરુના ગુરુ રવિસાગરજી અને અલખમસ્ત આનંદઘનજીનાં અદ્વિતીય ચરિત્રો રચી તેમણે ઘણે ઉપકાર કર્યો છે. શ્રી આનંદઘનજી જેવા જ બીજા મહાન અધ્યાત્મજ્ઞાની શ્રીમદ્ દેવચંદ્રજી નામે એક સમર્થ ગ્રંથકાર અને અવધૂત પુરુષ થઈ ગયા છે. તેમના અનુપલબ્ધ અને અપ્રગટ એવા અનેક અમૂલ્ય ગ્રંથે અમદાવાદ, મારવાડ, જેસલમીર, બિકાનેર આદિ સ્થળેથી મેળવવી તે પ્રગટ કરાવી તથા તે ગ્રંથ પર તથા શ્રીમદ દેવચંદ્રજી પર ખૂબ પ્રેમપૂર્વક પિતાના વિચારો લખીને “ શ્રીમદ દેવચંદ્ર ભાગ ૧-૨,” આશરે પૃષ્ઠ ૨૫૦૦ ના બે અદ્ભુત મહા ગ્રંથ તેમણે ગુજરાતને આપ્યા છે. શ્રીમદના ચરિત્રપ્રેમના ફળ રૂપે
સુખસાગર ગુરુગીતા,” રવિસાગરજી ચરિત્ર,” “ શ્રીમદ આનંદઘન જીવનચરિત્ર,” “ શ્રીયશવિજયજી નિબંધ, ” શ્રીમદ દેવચંદ્ર” આદિ આપણી પાસે મોજુદ છે. તેમનામાં ચરિત્રકારના ઘણા ગુણ હતા. સૂમ અવેલેકનશકિત, વિરપૂજા, ગુણાનુરાગ, નિકટ સંબંધ, વિગત
For Private And Personal Use Only