________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
શ્રીમદ્દનાં તત્વજ્ઞાનનાં પુસ્તકોમાં સર્વોત્તમ ગણી શકાય તેવા બે ગ્રંથરત્ન ગદીપક” અને “કર્મયોગ ”. “યોગદીપક ” આગળ વધેલા મનુષ્યો માટે છે. સામાન્ય વાચકને માટે તે પુસ્તક રચાયું નથી. એગ અને અધ્યાત્મનો રસિયે જ તેનો રસ ચાખી શકે છે. સ્વાધિકારે દરેક મનુષ્ય પ્રવૃત્તિ કરવી જ જોઈએ. ખોટી રીતે નિવૃત્તિમાર્ગને વળગી રહેવાથી અધપતન થાય છે. પ્રવૃત્તિમાં જ પ્રગતિ છે. આશક્તિરહિતપણે સ્વાધિકારમત્ત રહી કર્મ કર્યું જવાં એ શ્રીમના કર્મયોગનો મર્મ છે.
શ્રીમદે આ બે ગ્રંથ મૂળ તે સંસ્કૃતમાં લખ્યા છે, પરંતુ તેની પર પિોતે જ ગુજરાતીમાં વિસ્તૃત વિવેચન લખી સંસ્કૃત ભાષાને માત્ર ટેકા રૂપે જ સ્વીકારી છે, પ્રધાન છતાં ગણપદે સ્થાપી છે. (૨) ઇતિહાસ.
તત્ત્વજ્ઞાનમાં તેમ ઈતિહાસમાં તેમની શોધકવૃત્તિ છૂપી નથી રહેતી. ઇતિહાસનો તેમને ભારે શોખ છે. અતિહાસિક બનાવો અને તેનાં પરિણામોનો વિચાર કરી વર્તમાન પ્રવૃત્તિ સાથે તેને તેલ કરી યોગ્ય અનુમાને દોરવામાં શ્રીમદ્ કુશળ છે. ભૂતકાળની સફળતાઓ અને નિષ્ફળતાઓનાં કારણે વિચારી ભવિષ્યનાં કાર્યોમાં તેનો ઉપયોગ કરવામાં ઈતિહાસનું મૂલ્ય છે.
- અતિહાસિક બાબતોમાં તેઓ ઘણા ઊંડા ઉતર્યા છે. જગતની અનેક સંસ્કૃતિઓ અને દેશના ઇતિહાસનું તેમને જ્ઞાન હતું. તેમની ઇતિહાસપ્રિયતા જોઈ ઘણાને આશ્ચર્ય થતું કે, તત્ત્વજ્ઞાન જેવા વિચાર અને ધ્યાનપ્રધાન વિષયમાં રસ લેનાર શ્રીમદ્ વસ્તુ અને અને વિગતપ્રધાન વિષયરૂપ ઈતિહાસમાં કેમ રસ લઈ શક્યા ? પણ તેમની અનેક વિષયની પ્રવીણતા જોતાં એકજ ખુલાસે આપી શકાય કે, “ વદુરના વસુંધરની પેઠે શ્રીમદ્ પણ એક અજબ ભેજું હતું. વિજાપુરના સેંકડો વર્ષોના ઈતિહાસનું બારીક સંશોધન કરી, અનેક ખંડેર અને શિલાલેખો અવલેકી તેમણે “વિજાપુર વૃત્તાંત” નામનું ગુજરાતને પણ અતિ ઉપયોગી, અતિ અતિહાસિક પુસ્તક તૈયાર કર્યું છે. વિજાપુર એક દિવસ અતિ મેટું શહેર હતું. ત્યાંની પ્રશસ્તિઓ વાંચતાં જણાય છે કે વિદ્યાનંદ” નામનું મહાવ્યાકરણ ત્યાં રચાયું તેમજ લક્ષાવધિ લેકબદ્ધ મહાગ્રંથ આલેખનાર મહાન આચાર્યો પ્રગટયા. ત્યાં કરોડોપતિ નિવસતા હતા. મુસલમાનોથી માંડીને હાલના ગાયકવાડ સરકાર સુધીનાં અતિહાસિક પ્રમાણે તેમણે આપણી સમક્ષ રજુ કરેલ છે. ગઈ કાલના ગુજરાતનું ગૌરવ આજે તેમાં તેમણે મૂર્તિમંત કર્યું છે. જૈન ધર્મની પ્રાચીન અર્વાચીન સ્થિતિમાં જૈન ધર્મ અને જેનધર્માવલંબીઓનો સળંગ ઈતિહાસ આપી તત્સમયના ગુજરાતની ઉજજવળતાનું ભાન કરાવી એક જીવતી પ્રજાની ચઢતીપડતીનું ખ્યાન સુંદર રીતે તેમાં તેઓ કરે છે. “જન ગમત પ્રબંધ” તથા “ધાતુપ્રતિમા લેખ સંગ્રહ’ના બે ભાગ રચી ગુજરાતને પ્રાચીન ઈતિહાસ ઉકેલવામાં તેઓએ અપૂર્વ ફાળો આપ્યો છે. ઈતિહાસના ઊંડા અભ્યાસથી તેમના લખા
For Private And Personal Use Only