________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪s
શ્રીમનાં કાવ્યોની આટલી ચર્ચા બાદ તેમનું સ્થાન કવિ તરીકે કયાં છે, તે વિષે સંક્ષિપ્ત ઊહાપોહ કરે જરૂરી છે. ( ૭ ) શ્રીમદનું કવિ તરીકે સ્થાન
કાવ્યની ઉત્તમતા માપવાને ચાર ગુણેની આવશ્યકતા ખાસ સ્વીકારાઈ છે, જે ઉપ. રથી કવિનું સ્થાન નકકી કરી શકાય –(૧) સહૃદયતા. (૨) જીવનના મહાપ્રશ્નો છણી જીવનને ઉચતમ બતાવવાની શકિત. (૩) વિશુદ્ધ ઉલ્લાસ અને આલાદ આપવાની શકિત. (૪) કાવ્યનું દેહસૌદર્ય.
હરકોઈ કામમાં તેમ સાહિત્યમાં સહદયતા અગત્યનું અંગ છે. હૃદયના ભાવનું, લાગણીનું અને અનુભવનું નિખાલસ ઉચ્ચારણ, કાવ્યની પહેલી જરૂરિયાત છે. તેના વિના કાવ્ય હૃદયંગમ અને દીર્ધાયુષી થતું નથી. આ કારણે જ જ્યારે શુદ્ધ અંત:કરણથી બેલવાવાળા સાહિત્યક્ષેત્રમાં દીર્ઘકાળ પર્યત જીવ્યા છે, ત્યારે તેમના કરતાં વધુ કુદરતી શકિતવાળા, સારા સંસ્કારવાળા અને ઉચ્ચકળાવાળા પણ અસ્પષ્ટ અને બિનનિખાલસ લેખકો કાં તે ઊગતાં જ કરમાઈ ગયા છે, કાં તો અલ્પાયુષ ભેગવી વિસ્મરણના ગર્તમાં ડૂબી ગયા છે. શ્રીમદ્ બુધિસાગરજી એક સંત પુરુષ યાને યોગી તરીકે જીવ્યા હતા. સત્ય તેમનો મુદ્રાલેખ હતા. સંસારના કાવાદાવા યાને “જર, જમીન ને જેરુ”ની ઉપાધિથી મુકત હોવાને લીધે તેમને કુડકપટ ને પ્રપંચજાળ બિછાવવાની જરૂર રહી નહોતી. કેઈની પણ પરવા વિના આત્મોન્નતિ અને વિશ્વસેવાના કાર્યમાં રચ્યાપચ્યા રહેવું અને હૃદયમાં કુરણા થાય તો નિર્મોહપણે સાહિત્ય રૂપે અર્પતા જવું એ તેમનો જીવનક્રમ હતો. અહિંસા ને સત્યના પાયા ઉપર તેમનું જીવનમંડાણ હતું. આથી તેમનાં કાવ્યમાં હૃદયના ભાવનું સત્ય અને યથાસ્થિત નિરૂપણ છે. તેમણે જે જે વિચાર્યું, અનુભવ્યું, અને અવધ્યું, તે સઘળું શુદ્ધ હૃદયે તેમણે આપ્યું. તેમના જેવી નિખાલસતા બીજે ભાગ્યે જ જોવામાં આવે છે. મન, વચન ને કાયાની એકતા સૂક્ષ્મ હલનચલનમાં કે મહાનું કાર્યમાં એકસરખી દગ્ગોચર થાય છે. આ સઘળું તેમના સાહિત્યદર્પણમાં પ્રતિબિંબ રૂપે જેમનું તેમ પડ્યું છે.
(૨) જીવન અને સાહિત્યને સંબંધ જાણીતું છે. સાહિત્યને જીવનનું નિખાલસ પ્રતિબિંબ ગણ્યા પછી એ બે વચ્ચેનું અંતર લુપ્ત થઈ જાય છે, આથી જીવનના મહાપ્રશ્નોની ચર્ચા કરવાની તેની શકિત ઉપર તેનું મૂલ્ય અવલંબે છે, સાહિત્ય જીવનનું સહાયક છે, તેથી જીવનને ઉન્નત કરવાની તેમાં શકિત હોય તે જ તે સફળ નીવડયું ગણાય. અવનતિકારક વા નીતિના સિદ્ધાંત વિરુદ્ધ પ્રરૂપણા કરતું સાહિત્ય તદ્દન હલકી કોટિનું છે. નીતિ સામે બળવો ઉઠાવતું કાવ્ય જીવન સામે જ બળ ઉઠાવે છે. નીતિની ઉપેક્ષા એ જીવનની જ ઉપેક્ષા છે. શ્રીમદ અધિસાગરજીનું ધાર્મિક જીવન ‘સેવા ”માં સમાઈ જાય છે. આત્માનંતિ કરનારા જ પર–ઉન્નતિ કરી શકે છે, તેથી આત્મચિંતન અને નૈતિક પ્રરૂપણાથી તેમનું સાહિત્ય છલકાય છે. નીતિ વિરૂધ એક શબ્દ પણ ન જોઈ હોય તો ચાલો શ્રી. બુધિસાગર પાસે. આત્મા અને
For Private And Personal Use Only