________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખેંચી જ પાછું આપતો, જલને ગ્રહી કિરણો વડે, પાછું જ લેઇ આપવું, એ સજજનોને પરવડ,
( સા. ગુ. શિ. કા., પૃ. ૭૦ )
રસની થકી ભાનું ગ્રહી તુજ ૫ય ચડાવે નભ વિશે, પાછું તને દે મેઘની વૃષ્ટિ થકી નીતિ ધરી.
(કા. સં. ભા. ૭, પૃ. ૬૪-૬૫)
ભાનુ, અગરિત પી ગયા, કિરણો વડે તુજને ઘણા, પાછો થતો નિજ રૂપમાં, એ નિયમ છે કુદરત તણો.
(કા. સં., ભા. ૭, પૃ. ૫૭ )
અહીં પણ સમુદ્રજળશેષણ, વાદળાંનું બંધારણ, અને વર્ષો પતન વગેરે ઘટનાઓના વૈજ્ઞાનિક સ્વરૂપને શબ્દચિત્ર દ્વારા રજુ કરવામાં આવ્યું છે. વાસ્તવિકતા પ્રદર્શિત કરવા છતાં કવિતા કેટલી સુમધુર, કલપનામય અને રસપૂર્ણ લાગે છે ! શુષ્કતાનું નામનિશાન નથી કે કાવ્યધારાનું ખૂલન નથી. મધુર ક૯૫ના વડે સત્ય વધુ હૃદયગામી અને ખેંચાણુકારક બન્યું છે. અગત્ય –ષી સમુદ્ર પી ગયા, એ પૌરાણિક ભાવના પણ સત્ય-મિશ્રણથી કેટલી ભવ્ય અને રસિક લાગે છે ! અગત્ય તે બીજું કઈ નહિ પણ ભાનુદેવ; તેમનું જળપ્રાશન તે કિરણે વડે જળનું–શોષાવું. કેટલું સરળ અને સ્પષ્ટ ! અગત્ય ઋષિની સમુદ્રપાનની કલ્પનાને અન્ય કલ્પના સત્યમાં ફેરવી નાખે છે. આનું નામ પ્રતિભા.
સૂર્યનું તેજ ગ્રહણ કરી ચંદ્ર પ્રકાશ આપે છે. આ સત્ય શ્રીમદે સુંદર શબ્દોમાં આ લેખ્યું છે –
ચદ ભાનુ પ્રતિકૃતિ ગ્રહી, લોકને એ શીખવે, સાચાં ચિત્ત ગ્રહણ કરતાં, સત્ય તેજે સુહાવે.
| (સા. ગુ. શિ. ક, પૃ. ૨ )
વૈજ્ઞાનિક સત્ય કેટલી રસપૂર્ણ રીતે રજૂ કરી શકાય છે તેને દાખલો શ્રીમદે બેસાડ છે. હાલના ઉપેક્ષાબુદ્ધિ ધારણ કરવાવાળા કવિએ જે ધારે તે કાવ્ય અને વિજ્ઞાનનું વૈમનસ્ય ફટાવી સખીપણું કેળવી શકે.
For Private And Personal Use Only