________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
ફરે તાર!, ફરે ભીનું, ફરે ચંદ્ર ફરે વાયુ, ફરે ઋતુ, ફરે દર, જગત બદલાય ક્ષક્ષણમાં. ફરે પાણી, ફરે વાણી. રૂપાંતર પામતા દેશો વહે બદલાઈ આચાર, જગત્ બદલાય વૃક્ષણમાં. વહેતી જ્યાં હતી નદીઓ, અડો, ત્યાં રેતીનાં રણ છે, આ જમાં રેતી ત્યાં જલધિ જગત બદલાય ક્ષણક્ષણમાં અહે, જ્યાં માનવો રહેતા હતા ને રાજ્ય કરતા'તા, અહો, ત્યાં અબ્ધિનાં મોજું જગત બદલાય ક્ષણુક્ષણમાં. હતાં જ્યાં શહેર ત્યાં રાનો, અહો, દેખાય છે આજે, થયાં જ્યાં રાન ત્યાં શહેરો, જગત્ બદલાય ક્ષક્ષણમાં.
| ( ભ. સં, ભા. ૮ પૃ. ૭૯૪ ) અહીંયાં શ્રીમદ્ કુદરતનાં સામાન્ય દશ્ય વા વૈરાગ્ય-જનક ઘટનાઓનું ખાલી વર્ણન જ નથી કરતા. આ લખતી વખતે તેમના મગજમાં વિજ્ઞાનના મહા સિધ્ધાંતો તરવરી રહ્યા છે. છતાં તેમણે એવી ખુબીથી વર્ણન કર્યું છે કે આપણે વિજ્ઞાનની શુષ્ક વાતો વાંચીએ છીએ. એવો ભાસ ક્ષણભર પણ થતો નથી. કુદરતના નિરૂપણને વિજ્ઞાનથી રસી લઈ તેને ઓપ આપવામાં તેમની કવિત્વશકિતની મહત્તા છે. સંભવ છે કે શ્રીમને હેતુ વૈજ્ઞાનિક સત્ય રજૂ કરવાનો નહોતો અને માત્ર ઉપદેશ આપવાનો હતો. એવી શંકા કોઈ ઉઠાવે; પણ ઉપદેશ આપતી વખતે વિજ્ઞાનનું તાત્તિવક નિરૂપણ થાય તેની ખાસ કાળજી શ્રીમદ રાખી છે, એમ કહેવામાં રજ પણ સંકોચને સ્થાન નથી. સૂર્ય ફરતો નથી, પણ પૃથ્વી ફરે છે, એ લાંબા કાળની માન્યતાનો વિરોધ કરી, વૈજ્ઞાનિક સિદ્ધાંતાનુસાર શ્રીમદે સ્પષ્ટ લખ્યું છે કે, “ફરે ભાનુ” એટલે કે “સૂર્ય ફરે છે.” તદુપરાંતા–
પડો પૃથ્વી તણાં આજે, જ ણા તાં શોધખોળાથી
જણાતા ફેરફારે બહુ, જગત ભદલાય ક્ષક્ષણમાં.
આ પંક્તિઓમાં જણાવેલી શોધખોળ વિજ્ઞાનની જ છે એ સહેજે સમજી શકાય તેમ છે. આ સિવાય અન્ય સ્થળે એ પણ વિજ્ઞાનશાસ્ત્રોનાં સત્યો શ્રીમદે પ્રમાણ્યાં છે, તે આપણે જોઈએ.
કેવું મજાનું કુલ છે ! આનંદદાયક કુલ છે ! આ ફલ હસતું ભાવમાં, સુખચેનમાં મશગૂલ છે; આ ચંદ્રની રૂપેરી વૃતિ, જીતતું મલકાય છે,
ભાનુ તણી સોનેરી ક્રાંતિ, જીતતું હરખાય છે. પુપો સૂર્યચંદ્રના રંગમાંથી રંગો મેળવે છે, એ સત્ય જાણીતું છે. વળી,
કિરણે વડે જળ ખેંચતો, આકાશમાં ભાનુ રહી, તે હેતુ એ સંધ્યા સમે, એ આરતી કરતો સહી;
For Private And Personal Use Only