________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્યને ઉકેલવા તરફ કવિનું લક્ષ હોવાથી વાસ્તવિકતાથી તે ઘણી વાર દૂર જતો રહે છે. આમ સામાન્ય વસ્તુ સ્વરૂપને પણ સત્ય રીતે રજૂ કરવામાં બેદરકારી દેખાડનાર કવિ વર્ગ વૈજ્ઞાનિક સત્યોને તે સ્પર્શ પણ શાનો કરે ? અને મોટે ભાગે તે કવિઓ સ્થિતિચુસ્ત (Conservotive) હોય છે. કલ્પનાના તરંગોમાં વિહરનાર કવિ સામાન્ય વાસ્તવિકતાને ઉવેખે, તે આપણે ક્ષમ્ય ગણીએ. તેનો જૂનવટને મોહ પ્રત્યાઘાતી ન નીવડે ત્યાં સુધી આપણે તે સહન કરીએ. કારણ આપણે જાણીએ છીએ કે વિચારોનો વિકાસ અને બુદ્ધિ સરખી ગતિએ દોડતાં નથી. લાગણું હૃદયને વિષય છે. બુદ્ધિ એ મનનો વિષય છે. મન ને હદયના આવેગો એકસરખા નથી હોતા. બુદ્ધિની હરિફાઈમાં લાગણી પછાત પડી જાય છે. કવિ લાગણીને ભોક્તા હોવાથી બુદ્ધિ અને વિજ્ઞાનને વિકાસ સાથે ટકી શકતો નથી. તેથી સામાન્ય રીતે તે સ્થિતિચુસ્ત જ રહે છે. નવીનતા અને જૂનવટની પસંદગીમાં સ્વભાવતઃ જ તે જૂનવટ તરફ
બુદ્ધિના સામ્રાજ્યમાંથી હૃદયના સામ્રાજ્યમાં આવતાં જ્ઞાન ઘણે કાળ લે છે. તેથી સામાન્ય વાસ્તવિકતાને ઊખનાર કવિવર વિજ્ઞાનનાં સત્યને પચાવતાં ખૂબ આનાકાની કરે છે, અને ઘણી વાર ચાલતા આવતા વહેમો, માન્યતાઓ, અને ખોટા સિદ્ધાંતોને પોષે છે. જગતને મહાઉપોગી સિદ્ધાંત અન્યથા પ્રરૂપે તે કવિને તત્વજ્ઞાની અને શિક્ષક તરીકેનો દાવો લાંબો વખત ટકી શકે નહિ. મંતવ્યોની સંગીનતા અને જે સિધ્ધાંતો ઉપર આ મંતવ્યો બંધાયાં હોય, તેના પાયાની મજબૂતી બરોબર હોય તો જ કવિ શિક્ષક તરીકે વા તત્ત્વજ્ઞાની દષ્ટા તરીકે સફળ નીવડી શકે. હા, કવિ કલ્પનાના ઘોડા પુરપાટ છોડી મૂકે તેની સામે આપ
ને વાંધો નથી; જ્યાં વાસ્તવિકતાનું પાલન પ્રતિપાદિત કરવાનું હોય ત્યાં કલ્પનાની ડખલનિભાવી લેવાય નહિ. ત્યાં તો યથાર્થવાદને વળગી રહી કવિએ સત્યને સત્ય તરીકે રજૂ કરવું જ જોઈએ. શિક્ષાદાતા ગુરુનો ઝભ્ભો પહેરી બેસનાર કવિ તરફથી આટલી બાંહેધરી મળવી જ જોઈએ, કારણ કે કવિતા એ કલ્પના છે, પણ જૂઠાણું નથી. જૂઠાણને કલ્પના તરીકે ઠેસવી દેવાય નહિ. કપનાનાં ઉદ્દયનો માટે પૂરતું સ્થાન આપ્યા પ્રછી પણ કાવ્યમાં સત્ય જળવાવું જોઈએ, એ નિયમની આવશ્યકતા રહે છે જ. - બુધિસાગરજીનાં કાવ્યો તપાસીશું તો આપણને જણાશે કે વાસ્તવિકતાને તેના શુધ્ધ સ્વરૂપે આલેખવા પિતાના લખાણમાં તેમણે પૂરતા પ્રયત્ન સેવ્યો છે, એટલું જ નહિ પણ વિજ્ઞાનના જે નવાનવા સિધ્ધાંતો શોધાયા છે, તે તેમના હાથે જરૂરી ન્યાય પામ્યા છે. સમય ઝડપથી આગળ ધપતે જાય, નવી નવી શોધ દિન ઊગે ને થતી જાય, અને બુધિવિકાસનાં ક્ષેત્રો પ્રતિદિન ખુલતાં જાય, એવા આપણા જમાનામાં કાવ્ય અને વિજ્ઞાન, તેમ જ ધર્મ અને વિજ્ઞાન વચ્ચે અંતર–એક જાતનું વૈમનસ્ય-તો રહેવાનું જ; છતાં તે બેન સુમેળ સાધવા પ્રયત્ન કરવો એમાં કવિની મહત્તા, શિક્ષકનું કર્તવ્ય, તત્ત્વજ્ઞાનીની ફરજ, અને જ્ઞાનને વિજય રહેલો છે. ઘણા કવિઓ આ વસ્તુની ઉપેક્ષા કરે છે; પણ શ્રીમદ્ બુધિસાગરજી પિતાની આ ફરજ ચૂક્યા નથી, એ આપણે નીચેના દષ્ટથી જોઈશું --
For Private And Personal Use Only