________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યમાં પ્રવેશ કરે છે, કારણ કે સાહિત્યકાર રાષ્ટ્ર અને સમાજથી પર જવા મથતું, પણ છેવટે તો તેમાંથી જ અવતરેલું માનવું છે. શ્રીમદ્દમાં આ પ્રતિબિંબે સ્પષ્ટ રીતે પડેલાં છે.
(૫) તેમના રાજકીય વિચારો રાષ્ટ્રગીતની ચર્ચા વખતે આપણે જોયા છે.
તેમના ધાર્મિક વિચારો સંકુચિત નથી. વિશ્વસેવાની તેમના હૃદયમાં ધગશ છે. વિશ્વદયાને તેમના હૃદયમાં સ્થાન છે. અંધ સાંપ્રદાયિકતાના તેઓ પૂજક નથી, જ્યાં જ્યાં સત્ય હોય, ત્યાં ત્યાંથી તે સ્વીકારવું એ તેમની ભાવના છે. સર્વ ધર્મ સહિષ્ણુતાની જાત તેમના દિલમાં સદાય જળતી રહે છે. ધર્મને નામે ઝઘડા, કંકાસ, કલેશ, ઈત્યાદિ ન શોભે, એમ તેઓ કહેતા. સર્વ ધર્મનો હેતુ મુકિત, મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. અંતિમ ધ્યેયમાં બે મત નથી. કયે રસ્તે એ પ્રાપ્ત થઈ શકે એ મતભેદનો વિષય છે, અને આને માટે સનાતન સત્યો નકકી કરી શકાય નહિ. આત્મા જેટલો અધિકારી એટલે તેના માર્ગ માં ફેર. દરેકને માટે એક જ રસ્તો હોઈ શકે નહિ. જેને જે અનુકૂળ આવે છે તે માર્ગે જાય, અને ઈષ્ટ સિદ્ધ કરે.
શ્રીમદ્દના સુધારક તરીકેના વિચારો આપણે ઉપર અવલોક્યા છે.
સ્ત્રી સંબંધી શ્રીમદ્દના વિચારો અતિ મનનીય છે. સ્ત્રીઓથી શૂરવીર, યોગીઓ, પયગંબરો, રાષ્ટ્રઉધારકો અને કવિઓ પાકે છે. પ્રભુને પ્રસવનારી પણ સ્ત્રીઓ જ છે. આવી સ્ત્રીઓ નીચ હોઈ શકે જ નહિ. શ્રીમદ્ સ્ત્રી સન્માનવૃત્તિના ધારક છે. જુઓ:-
સતિઓ, પતિવ્રતા દેવીઓ, સાવિક ગુણવ્રત કર્માધાર, સંતે સતીઓથી જગ શોભે, સ્વર્ગ સમું જાણી સુખકાર,
( કકકાવલિ સુબોધ )
સ્ત્રી વર્ગની જ્યાં ઉન્નતિ, ત્યાં ઉન્નતિ સૌ જાતની, સ્ત્રી વર્ગની પ્રગતિ થકી, પ્રગતિ થતી સહુ ભાગની; કાયિક, વાચિક શકિત ને, આધ્યાત્મ બળથી શોભતી, તે દેશમાં લક્ષ્મી અને વિદ્યા સદા રહે એપતી.
સ્ત્રીઓની ઉન્નતિથી સમાજ ને દેશની ઉન્નતિ થાય છે. તેમનું અજ્ઞાન પુરુષ જાતને પણ નુકસાનકારક છે. સ્ત્રીઓ ઉન્નત દશામાં હોય ત્યાં લક્ષ્મી અને વિદ્યાનો વાસ હોય છે. સ્ત્રીમાં મહાગુણાને આરેપ કરી સમુદાય પ્રત્યે શ્રીમદ્ માનની લાગણી વ્યકત કરે છે, અને તેમના પ્રતિ દર્શાવાતી તુરછતાને તિરસ્કારી કાઢે છે.
( ૬ ) સામાન્ય રીતે કવિ લાગણીઓ અને ઈદ્રિયોને ઝટ અસર થાય એવાં દશ્યોને જ પસંદ કરે છે. ક૯પના પૂરબહારમાં ખીલી શકે તેમ હોય, અને ભાવનાઓના ઘ વહેવડાવી શકાય તેમ હોય તેવા જ વિષયેને તે સ્પર્શ કરે છે. ઘણુંખરૂં વસ્તુઓના અંતર્ગત રહ
For Private And Personal Use Only