________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
સુધારકના હતા. સ્થળે સ્થળે તેમના લખાણમાં આના વિષે કહેવામાં આવ્યું છે. વિદ્યા, હુન્નરઉદ્યોગ અને કળાકારીગરીની ખીલવણી કરવા તેમણે સચોટ ઉપદેશ આપ્યો છે. સત્ય, પ્રમાણિકતા, અચૌર્ય, પુરુષાર્થ, ક્ષમા, દયા વગેરે નીતિનાં સામાન્ય સિદ્ધાંત પર તેમણે ખૂબ ભાર મૂક્યો છે. દારૂ, ગાંજો, ભાંગ, વ્યભિચાર, સટ્ટા ઈત્યાદિથી દૂર રહેવા તેમણે સખત ચાબૂક લગાવી છે. સમાજસુધારા અને પ્રગતિને લગતી લગભગ એકેએક બાબત તેમણે પત્રો દ્વારા, નોંધદ્વારા અને અગણિત કાવ્યો દ્વારા ચચી છે.
હિંદવાસીઓનું અને જૈન સમાજનું બાયલાપણું, મુડદાલતા અને ડરપકતા તેમને ખૂબ સાલતાં. “ક શૂરા તે ધર્મ શુરા ” આ સૂત્ર તેઓ દરેકને સમજાવતા. “કર્મયોગી બને, સ્વાધિકારે કર્તવ્ય કર્યું જાઓ, આળસ ત્યાગે, નિર્ભયતા કેળ, શૂરા બનો !” આ ઉપદેશ પૃષ્ઠ પૃષ્ઠ તરી આવે છે.
તેમનું ઉપદેશાત્મક કાવ્યસાહિત્ય વિષયવૈવિધ્ય તેમ જ પ્રમાણની દૃષ્ટિએ બહોળું છે. ભાષા શુધ, સરળ અને સાદી છે. રાગોની પસંદગી કલામય, વિવિધ અને સુરુચિમય છે. વિચારની સંકલન અને પદોનું બંધારણ સુયોગ્ય, સમતોલ અને પ્રમાણબદ્ધ છે. ગેયત્વ ઊચા પ્રકારનું છે. કલ્પના અને અલંકારનું પ્રમાણ ઓછું ગણાય. ૨ પાતળા છે, અને કવીશ્વર દલપતરામના મતને અનુસરીએ કે,
સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક
સાદામાં શિક્ષા કથે, તે જ કવિજન એક.” તે તો શ્રીમદ્ બુધિસાગરજીનું સ્થાન ઉપદેશક કવિ તરીકે પણ ઘણું ઊંચું આવશે. તેમના અનેક કાવ્યમાંથી ઉતારી આપવા અત્રે તો અશક્ય જ છે; છતાં વિવિધ શક્તિના પુરાવા રૂપ, તેમના મહાન કાવ્યાધિમાંથી થોડાંક મકિતક પસંદ કરીશું.
બાળલગ્નથી દેહવીર્યમાં, અનેક દોષો ઝટ પ્રગટાય, ફલ બેસે એવો જે હેતુ, બાલમૈથુને વિણસી જાય.
(ભા. સ. શિ.)
બ્રહ્મચર્ય ગુરુકુળને સ્થાપે, ઊર્ધ્વરેત બ્રહ્મચારી બેશ, પ્રગટાવો આબાદી માટે, જેથી નાસે સઘળા કલેશ.
| (ભા. સ. શિ, )
તીર્થકર ઋષિઓ થવું, થવું વિશ્વસુલતાન, છે પોતાના આત્મમાં, સાધન સજે સુજાણ.
| (ભા. સ. શિ ).
For Private And Personal Use Only