________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
સહજતાને બદલે અંશતઃ પ્રયત્ન છે. આમવર્ગના દૃષ્ટિબિંદુથી લખાયેલાં હોવાથી આ કાવ્યમાં ભાષાની સરળતા અને વિચારેની સ્પષ્ટતા જળવાઈ છે.
શ્રીમદુના સેવાભાવનાના આદશમાંથી આ ઉપદેશપ્રવૃત્તિ પ્રગટી છે. જનહિતને હૈડે રાખી તેમના આચારવિચારોની શુદ્ધિ કરવા તરફ તેમનું લક્ષ છે. તેથી કેટલેક સ્થળે સીધે અને સચોટ ઉપદેશ આવે છે. કેટલેક સ્થળે જનતાને ચાબૂક મારવામાં આવી છે, કેટલેક સ્થળે કટાક્ષો થયા છે, તો કેટલેક સ્થળે અખૂટ જ્ઞાન ભંડાર ઠાલવવામાં આવ્યો છે. કેટલાંક કાવ્યો ગુરુભકિતથી પ્રેરાઈ ગુરુગુણસ્મરણાર્થો લખાયાં છે; કેટલાંક સ્ત્રીઓને માટે જ-ગરબા અને ગીતા તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવાં-લખવામાં આવ્યાં છે. ખાસ કરીને “ કકકાવલિ સુધ’, ‘ગડુલી સંગ્રહ, ભા. ૧-૨', “ ગુરુગીત ગડુલી સંગ્રહ ', “દેવવંદન સ્તુતિસ્તવન સંગ્રહ ', “ પૂજાસંગ્રહ’, ‘સ્નાત્ર પૂજા ', તથા ભજનોના અગિયાર ભાગોમાં છૂટાંછવાયાં આ જાતનાં કાવ્યો આવેલાં છે.
આ પદેશિક કાવ્યો સામાન્ય રીતે તો હરકોઈ મનુષ્યને ઉપગી થઈ પડે તેવાં છે, તથા તેમાંના કેટલાક ભાગ સાંપ્રદાયિક છે. શ્રીમદ્દ જૈનધર્મને વિશ્વધર્મ સમજતા તેથી જૈન સિદધાંતો અને માન્યતાઓને વિશ્વષ્ટિથી અને અન્ય ધર્મના સિદધાંતોને જૈનદૃષ્ટિથી તેઓએ ઘટાવ્યા છે. જ્યાં જ્યાં બની શકે ત્યાં ત્યાં તેમણે માધ્યસ્થપણું જાળવ્યું છે. એ પણ સંભવિત છે કે ખાસ આચારક્રિયાને ઉપદેશ દેતાં કેટલાંક કાવ્યોમાં માત્ર જૈન જ રસ લઈ શકશે.
શ્રીમદ્ ઉપદેશ સમયાનુવતી હતી. એક રૂઢિ કે નિયમ સર્વદા તે ને તે જ સ્વરૂપે ઉપાદેય ( આદરણીય) ન હોઈ શકે. સમય અને સમાજના બદલાવા સાથે તેની યેગ્યતામાં પણ ફેરફાર કરવો પડે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આ ચાર પરિસ્થિતિઓ લક્ષમાં લઈ વર્તવા અને તે પ્રમાણે નિયમો ઘડવામાં જ ડહાપણ, દૂરંદેશીપણુ અને સમાજનું કલ્યાણ છે. માત્ર અંધશ્રદ્ધા કે જૂનું તેટલું સારું એવી માન્યતા ગેરસમજભરેલી હોઈ ત્યાજ્ય છે. આથી કેટલેક સ્થળે શ્રીમદ્દના વિચારો અંતિમવાદી સુધારક ( Extremist Radical ) ના જેવા જણાય છે. સમય, વસ્તુસ્થિતિ અને ઇતિહાસનો તેમનો અભ્યાસ ઘણો ઊંડે હતો. સમાજ અને સામ્રાજ્યના અભ્યદય ને અવનતિનાં કારણોનાં મૂળ તેમણે સારી રીતે તપાસ્યાં હતાં. પત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓનો અભ્યાસ તેમણે કર્યો હતો. જડવાદ અને ચેતનવાદના ભેદ તેઓ સમજ્યા હતા, અને પ્રાચીન અર્વાચીન યુગની તલના તેમણે કરી હતી. આ સઘળાને પચાવી તેમાંથી તારવી કાઢેલા સિધ્ધાંતો તેઓએ ઉપદેશ્યા છે.
જે રોગોથી સમસ્ત ભારતવર્ષ અને તેની અનેક કેમ પીડાય છે, તે જ રોગો અને બદીઓથી જૈન સમાજ પીડાય છે. એકમેકનો ચેપ એકબીજાને લાગ્યા વગર ને જ રહે. આ સડો દૂર કરવા તેમણે અનેક ઉપાયો શેશ્યા છે, અને અનેક રસ્તાઓ બતાવ્યા છે. બાળલગ્ન, કન્યાવિક્રય, વિધવા પ્રશ્ન, કજોડાંલગ્ન, મરણપ્રમાણ વગેરે બાબતમાં તેમના વિચારો
For Private And Personal Use Only