________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬
મૃત્યુ પછી તે અંધકારને બદલે “જ્યંતિ અનંતી ’ અને “ શાંતિ અનતી ” જોઇ શકે છે. નિયતા અને અતૂટ આશાએ તેમના જીવનને આનંદી અને સ્વાધિકારમત્ત બનાવ્યુ હતું. પેલા ‘ રૂપ બ્રુક ' ( Ruper Brooke ) કહેતા કે~~
Yet behind the Night Waits for the great unborn somewhat afar, Some white tremendous daybreak.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
અર્થાત્ “ રાત્રિની પાછળ શ્વેતર'ગી ભવ્ય ઉષા રહેલી છે” તેમ શ્રીમદ્ પણ કહેતા કે મૃત્યુ પાછળ આનંદ-ઊજળું ભાવિ રહેલુ' છે. '' વળી જોસેફ બ્લેકે વ્હાઈટ ( Joseph Blanko White )ની પેલી એ પંકિતએ,
Why do we then shurn Death with anxious strife? If light can thus deceive us, wherefor not life?
માં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપતા હોય તેમ શ્રીમદ્ કથે છે કે,
મૃત્યુ તણી પાછળ અડ્ડા, ન્યાતિ અતિ ઝળહળે,
મૃત્યુ તણા પટ પાછળ, શાંતિ અનતી
સુખશાંતિસાગરના તરંગા આનંદ
ઉછળે; લહેરે ઉલ્લસે,
ખૂબી અનંતા જીવનની, નાની અનુભવીને દીસે.
મૃત્યુના પટ પાછળ અન ત સુખશાંતિસાગરના તરંગે આનંă-લહેરે ઉલ્લુસતા જોનારની ભવ્યતા કેમ મપાય ! શબ્દોમાં વધુ ચીતરવા કરતાં અત્રે મૌન જ તેમની મહત્તા એર મઢાવશે.
ઉપદેશપ્રધાન કાર્વ્યા
ઉપર્યુકત ચર્ચામાં અસ્પષ્ટ રહેલા શ્રીમદ્ના અન્ય કાવ્યસમુદાય મુખ્યત્વે ઉપદેશપ્રધાન છે. જનસમાજને ખેાધક તત્ત્વ પૂરાં પાડવાના તેમને મુખ્ય ઉદ્દેશ છે. બેશક તેમાં તેઓ સફળ નીવડયા છે; પણ કાવ્યદેવીના ઉડ્ડયના તેમાં કાંઇ આછાં પડી જાય છે. વળી જ્યાં ઉપદેશ ખીચેાખીચ અને પ્રત્યક્ષ રીતે ભર્યાં છે ત્યાંથી તે કવિતાવિહંગ ઊડી જતુ લાગે છે, અને તેનુ' પુનરાગમન અતિ દુર્લભ થઇ પડે છે. એ તે સ્પષ્ટ છે કે ઉઘાડા ઉપદેશ કવિત્વને હાનિકર્તા છે. છતાં ગદ્ય કરતાં સરળતા, સુકુમારતા અને ગેયતાના ગુણેને લીધે મધુર અને સ્મરણમાં ઝટ ચીટકી જાય તેવું હાવાથી પદ્યમાં વિચાર અને ઉપદેશને ઉતારવાનુ શ્રીમદે વધુ ચેાગ્ય ગણ્યું છે. એ કારણે આ કાવ્યેામાં કલ્પના અને ભાવનાનુ' પ્રાધાન્ય હેવાને બદલે સંગીતનુ' પ્રાધાન્ય છે. લાગણીના આવેગેાને બદલે વિચારાના ધેાધમાર પ્રવાહા છે, અને
૧. તો પછી આપણે શા માટે મૃત્યુથી દૂર ભાગવા વ્યગ્ર ચિત્તે પ્રયાસ કરવે! ! જો પ્રકાશ આપ હ્યુને આ રીતે છેતરી શકે છે, તે જિંદગી કેમ નહિ છેતરતી હાય !
For Private And Personal Use Only