________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ
દેવ ! તને એ ! લાજ ન આવી, ખી લ ત સં હા ,
સકળ બન્યું આ ભાવિ હતું તે, થઈ ગયું અણધાર્યું.
દૈવ પ્રતિની ઠપકાભરી ઉક્તિમાં જ શ્રી મની લાગણીની પરાકાષ્ઠા અનુભવાય છે. ઘુંઘટમાં રહેલું મુખડું જેમ વધારે આકર્ષક હોય છે તેમ આ ઉક્તિની પાછળ રહેલી કરુણતા વધુ કરુણારસિક છે.
આ શેકકામાં શ્રીમદુની અપૂર્વ ફિલસૂફી રહેલી છે. કઈ દૃષ્ટિએ તેઓ મૃત્યુને નિરખતા તેનું સર્વાગ દર્શન આમાં થાય છે. મૃત્યુ કઈ ભયાવહ અંત નથી, પણ જેમ ગીતા ઉપદેશે છે તેમ વસ્ત્રપલટા જેવી શરીરપલટાની ક્રિયા માત્ર છે. મૃત્યુ તેથી ધિક્કાર પ્રદર્શિત કરવા યોગ્ય વસ્તુ નથી, પણ આનંદપૂર્વક ભેટવા જેવી ચીજ છે. આત્મા અમર છે, તે દેહની પાછળ શોક કરવો વૃથા છે. ધર્મ નેહાંજલિ”માં તેઓ લખે છે કે –
મુસાફર સૌ પ્રાણીઓ છે, જે હ વ સ્ત્રો છોડતા, એ અવર તનુના વાસી થઈનૈ, વેષ લેતા નવ નવા. જગ રડવું કાને, શેક કાનો, ક્ષણિકતા સહુ દેહની,
એ નિત્યચેતન તે મરે નહીં, કર્મથી દેહ વરે.
વળી બીજી રીતે તે સંસાર પંથીમેળા તુલ્ય છે, તેમાં જે જે જમે છે તે તે મરે છે –
જન્મે છે જે અવનિતલમાં, સર્વ તે તે મરે છે, માથે મૃત્યુ સકળ જનને, કર્મથી ન બચે કો; છે પૃથ્વીમાં સકળ જીવડા, કર્મથી પંથીઓ રે, વૈરાગીને સકલ ઘટના, પૂર્ણ વૈરાગ્ય હેતુ.
૫ થી મે ળા અવનિતલમાં, ચાલિયા કોઈ ચાલે, બુધ્યધિ દે સુખમય સદા, ધર્મરનેવાંજલિ આ.
(“ખેદકારક મૃત્યુ' ) શ્રીમદ્દને આવી અવશ્યમેવ મૃત્યુઘટના જોઈને શેકને બદલે વૈરાગ્ય આવે છે –
હા ! હા! કાળે શિશુવય વિષે, કેસરીને હણ્યો રે,
દેશી આવી જગત રચના, ખૂબ વૈરાગ્ય થાવે.
આમ વૈરાગ્ય તે આવે છે, પણ તે ક્ષણિક નથી, સ્મશાનિયો નથી. તે સાચે છે. સ્નેહી જનનું મૃત્યુ શ્રીમને નિરાશ કરવાને બદલે મૃત્યુંજય બનાવે છે. તેઓ જબરા આશાવાદી હતા. ઉજજવળ ભાવિના દ્રષ્ટા હતા. નિરાશાવાદ તેમને હૈયે કદી વસ્યો નથી. અશુભ માંથી શુભ જેવું એ તેમની દાનત હતી. તેમનું આખું જીવન આ આશાવાદથી ભરેલું હતું.
For Private And Personal Use Only