________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૩૪
ગુર્જર દેશ સમો નહિ દેશ, જેને દીઠાં નાસે કલેશ, રવર્ગસમી ભૂમિ રળિયાત, જન્મભૂમી રૂડી ગુજરાત. નંદનવન હે ઊતર્યું, અનેક જાતિ શોભા ભર્યું, વનસ્પતિ ઉગે બહુ જાત, જય ભારત માં ગુજરાત.
ભ. ૫. સ., ભા. ૮. પૃ. ૭૭૮ માં – સહુ દેશથી રળિયામણ, આનંદ જ્યાં પ્રગટે ઘણો,
વાહ કુદરતી સોહામણે, ગુજરાત પ્યારો પ્રાણ છે. આ પંકિતઓથી શરૂ થતું આખું કાવ્ય અનુપમ છે; અને આવાં તો કેટલાંય ગુજરી ગીત શ્રીમદે અપ્યું છે. બધાંયમાં મંજુલ ભાષા, લલિત શબ્દો અને ઉન્નત વિચારોનું દર્શન થાય છે. ૧૩ (ક) નિવાપાંજલિ
| ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું સાહિત્ય ઘણું ઓછું છે. વિરહકાબે અથવા શેકકાવ્યો અંગ્રેજી સાહિત્યમાં ઉત્તમોત્તમ લખાયેલ છે. સંસ્કૃત સાહિત્યમાં પણ “અજવિલાપ” જેવાં ઊંચી પ્રતિનાં કાવ્યો છે. ગુજરાતીમાં “ રાજિયા” વગેરે અણલખ્યાં વિલાપકાવ્ય ઘણું છે. પણ સાક્ષરોને હાથે જૂજ છૂટાછવાયા પ્રયત્નો થયા છે. આ કારણે ઊર્મિગીતેના એક અંગ તરીકે શ્રીમદ્દની નિવાપાંજલિઓ વિષે સહેજ ઉલ્લેખ કરવો અસ્થાને નહિ લેખાય.
શ્રીમદ્દના હાથે ચાર પ્રધાન કાવ્ય લખાયાં છે, જે “કાવ્યસંગ્રહ ભાગ ૭”માં પ્રસિદ્ધ થયાં છે –
૧ ધર્મ સ્નેહાંજલિ (પૃ. ૨૨) ૨ ખેદકારક મૃત્યુ (પુ. ૪૦ ) ૩ સરદાર શેઠ લાલભાઈ દલપતભાઈના મૃત્યુ વખતે બનાવેલા દોહરા (પૃ. ૭૨) ૪ અમદાવાદના નગરશેઠ ચીમનભાઈ લાલભાઈનું દેહોત્સર્ગ કાવ્ય (પૃ. ૭૭)
આ ચાર પૈકીનું ત્રીજું કાવ્ય માત્ર ગુણસ્મરણ રૂપે છે. કિન્તુ અન્ય ત્રણ કાવ્યમાં શ્રીમની લાગણીનું પ્રતિબિંબ સ્પષ્ટ રીતે પડેલું છે. અલબત્ત, તેમની આત્માભિમુખ વૃત્તિને લીધે તેમના કાવ્યોમાં સ્વાર્થજન્ય અંગત દુઃખની વાત નથી, પણ કંઈક અંશે જનતાના શાકનો પડછાયો તેમાં પડેલો છે. કાવ્યોની કરુણતા આ અંગત ભાવનાના લોપથી ઘણી આછી પડી જાય છે; છતાં વાસ્તવિક કરુણતા છાની નથી રહેતી. ચતુર્થ કાવ્યમાં કારુણ્યનું સામ્રાજ્ય અધિકાંશે જાણ્યું છે –
For Private And Personal Use Only