________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે જગત કુદરતશાંતિના નિયમો પ્રમાણે ચાલશે, સત્યોતિ, શાંતિ, મઝાથી, નીતિ સુખથી ખ્યાલશે.
(સા. ગુ. શિ., પૃ. ૭૬ )
આ વિશ્વમાં કુદરતપ્રભુની મહેર તક છવાય છે, કુદરતપ્રભુની મહેર વધુ પલમાં ન જીવ્યું જાય છે; કુદરતપ્રભુની મહેર તક કારણ બધાં સફળાં થતાં, કુદરત પ્રભુ રૂઠયા પછી કારણ બધાં નિષ્ફળ જતાં,
| (સા. પૃ. શિ, પૃ. ૮૬, ૮૭ ). પણ આ કુદરત જેટલી સરળ છે તેટલી જ ગહન છે. તેને ભેદ પામ
મહા
કઠિન છે.
કુદરત ન કોના હાથમાં, ક્યારે ન થઈ થાશે નહીં, કુદરતપ્રભુના પંથની લીલા ન પર ખાતી સહી.
| (સા. ગુ. શિ. કા, પૃ. ૮૭)
શ્રીમનાં સૃષ્ટિસૌંદર્યનાં અન્ય કાવ્યો પણ ઘણી ઉત્તમ પ્રતિનાં છે. કાવ્યસંગ્રહ ભા. ૭ તથા ભજન પદ સંગ્ર૭ ભા. ૮ માં આ કાવ્ય સંખ્યાબંધ આપ્યાં છે. બારીક અવલેકનશક્તિ અને તેની ભાવભર વ્યકતતાથી આ સઘળાં ઊર્મિગીતો અજવાળાયેલાં છે. સાતમા ભાગનાં ‘પંખીને સંબોધન ’, ‘વાસના ’, ‘હું ને જગત્ ', “હંસ સંબોધન”, “શુક', ‘કમળ', “સાગર”, “આમ્ર”, “ સરોવર', “ પૂર્ણાનંદ ', “ અજવાળી રાત્રિ”, “નદી ', “ “ વિશુધ્ધ પ્રેમ ', “સૂર્ય ', “ચંદ્ર', વિણા” તથા આઠમા ભાગનાં “ભ્રમર પુષ્પ સંવાદ,
લેખિની , ઘરનો ઉંદર ', “કેદાર કંકણવાળે બિલાડો', “કરમાયેલા કમળને ', “પાકેલી બોરડીને ”, “સંધ્યા ”, “ફૂલ”, “ચંદનવૃક્ષ”, “રાત્રિ', “કાળે કાગડો ', “મધુરી મોરલી ”, “માતા” વગેરે કાવ્ય ઊર્મિગીતની પ્રથમ કોટિમાં ઊભી શકે તેવાં છે. સર્વમાં શ્રીમદ્ ની કલ્પનાશકિત, વિચારપ્રવાહ, શબ્દપ્રભુત્વ, ઝડઝમક, રસ, અલંકાર, વગેરેને ઉત્તમ અનુભવ થાય છે. શ્રીમદ્ રમતિયાળ અને અતુલ વર્ણનશકિતના નમૂનારૂપ “શુક”માંની બાલસ્વભાવને અનુકૂળ પંક્તિઓ જુઓ -
લીલી પાંખો ફરર ફફડે, રાતડી ચાંચ કાઢી, ભાષા બેલે વિવિધ મુખથી, બલકે તું કહા; ઈરછા રાખે ગગનપથમાં ઉડવા ચિત્તમાંહી, કયાંથી કોડે મુરખ શક તું, પાંજરામાં પડેલે ?
(ભ. સં. ભા. ૭ પૃ. ૩૭)
For Private And Personal Use Only