________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનોની આટલી સમાલોચના પછી આપણે શ્રીમનાં કાવ્યોના બીજા વિભાગે પર જઈશું. (૨) નવા યુગની છાયાવાળાં કાવ્યો
- મદના બીજા વિભાગનાં પદો પર નવા યુગની છાપ સ્પષ્ટ પડેલી જોઈ શકાય છે. પશ્ચિમના સાહિત્યની જે અસર આ જમાનાના લગભગ દરેક કવિ પર પડી છે તેનાથી શ્રી બુદ્ધિ સાગરજી પણ અલિપ્ત રહી શકયા નથી. સામાન્ય રીતે તેમના કાવ્યોમાં પ્રાચીન અને
ભય યુગના કવિઓની છાયા દેખાય છે. શ્રીમદ્ભનાં બીજા પ્રકારનાં જે કાવ્યોની આપણે વાત કરીએ છીએ તેની ઉપર ગુજરાતી સાહિત્યસાગર પર જે નવું મોજું ફરી વળ્યું તેની અસર સ્પષ્ટ થઈ છે. શ્રીમદ્દ પોતે પ્રખર સુધારક હતા એમ જે તેમના સંસર્ગમાં આવ્યા છે, અને જે તેમના લખાણના પાકા અભ્યાસી છે, તે જોઈ શકશે. સાહિત્યવિષયમાં પણ તેઓએ નવયુગને રોચક તો પોતાનાં લખાણમાં દાખલ કર્યા છે. સિકાઓથી જૈન કવિઓએ સાહિત્યક્ષેત્રમાં સુંદર ફાલ અચ્છે છે, પણ તેમનું ઘણુંખરૂં સાહિત્ય અન્ય જૈનેતર ભક્ત કવિઓની જેમ ધાર્મિક વાતાવરણમાં જ રમતું. આ જાતની સંકુચિતતા દૂર કરવાની આવશ્યકતા પિછાની શ્રીમદે જૈન કવિઓમાં પહેલ કરી છે. આની ખરી મહત્તા જે સંગોમાં પહેલ થઈ છે તેના સૂક્ષ્મ નિરીક્ષણથી સમજાય તેમ છે. શ્રીમદ્ જૈન ધર્મના એક મહાન શાઅવિશારદ, ગનિક આચાર્ય હતા. ત્યાગીની સ્વતંત્રતાની સાથે ધર્મધુરા ચલાવવાનું બંધન તેમને હતું. વધારામાં જૈન કવિઓને હાથે અત્યાર સુધી જૂની ઢબે જ લખાણ થતું તેમાંથી ભિન્ન માગ ગ્રહણ કરે એ અતિ દુષ્કર હતું. આ સંયોગોમાં આખું વહેણ બદલવાનો યશ તેમને જ ઘટે છે. ઊર્મિગીતો, સૃષ્ટિસૌંદર્યના કાવ્ય, રાષ્ટ્રગીતો આદિથી તેમણે સાહિત્યની દિશામાં મોટું પરિવર્તન કરી નાખ્યું. નવયુગનાં ભાવના અને અભિષે તેમણે પિષ્યાં. પરિણામે તેમનાં કાવ્યોમાંથી નવા જમાનાનો વનિ નીકળ્યો. જૈન અને જૈનેતરનો મોટો ભાગ તેમનાં આ કાવ્યને રસપૂર્વક વાંચે છે, તેનું આ જ કારણ છે. ઊર્મિકાવ્યો.
શ્રીમદ્દ નાં ઊર્મિકાવ્યોમાંથી તેમના વિશે ઘણી હકીકત ભેગી કરી શકાય તેમ છે. તેમની ભાવના, લાગણીઓ, અભિલાષાઓ, અને ઊર્મિઓ તેમાંથી આપણને મળી આવશે. તેમના વિચારો તેમજ આનંદ-શાક વગેરે અવસ્થાનાં પ્રતિબિંબ આ કામાં સ્પષ્ટ પડેલાં છે. અલબત્ત તેમનાં સ્વાનુભવનાં ભજનો, ઊર્મિગીતોની કક્ષામાં જ આવે છે. નવા યુગની તેમના પર પડેલી છાપનું સ્પષ્ટ દર્શન તેમાં જોઈ શકાય તે ખાતર જ તેમનાં નવયુગ સાથે સમ વય સાધતાં કાને બીજી વિભાગમાં મૂકવાં ઉચિત ધાર્યા છે. શ્રીમદ્દ પર કલાપી, મણિલાલ નભુભાઈ તેમ જ મસ્ત કવિ બાલાશંકરની છાપ ખાસ કરીને પડી હોય તેમ જણાય છે. ભજન પદ સંગ્રહ ભાગ. ૫ અને ૬ કવાલી તથા ગઝલેથી ભરેલાં છે. ભાગ ૭ તથા ૮માં ઊર્મિ ગીતના મોટો ભાગ આવી જાય છે. નવમા ભાગમાં શ્રીમદનાં રાષ્ટ્રભક્તિ, સ્વદેશપ્રેમ, ખાદી વગેરેનાં
For Private And Personal Use Only